Vande Bharat Train: દેશને મળી વધુ 9 વંદે ભારત ટ્રેન, વડાપ્રધાને કહ્યું ‘એક દિવસ આ ટ્રેન સમગ્ર ભારતને જોડશે’
જે રૂટ પર ટ્રેનોને વડાપ્રધાને લીલી ઝંડી આપી છે, તેની પર હાલમાં સૌથી ઝડપી ટ્રેનની તુલનામાં રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી વંદે ભારત એક્સપ્રેસ અને કસરાગોડ-તિરુવનંતપુરમ વંદે ભારત એક્સપ્રેસ લગભગ 3 કલાક ઝડપી હશે.

Vande Bharat Train: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) 11 રાજ્યોને મોટી ભેટ આપી છે. આ વંદે ભારત ટ્રેનો તેમના ઓપરેશનલ રૂટ પર સૌથી ઝડપી ટ્રેન હશે અને મુસાફરોનો ઘણો સમય બચાવવામાં મદદ કરશે. PMએ આજે 9 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી છે જે રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાતમાં કનેક્ટિવિટી વધારશે. ટ્રેનના નવા કોચમાં ઘણી નવી સુવિધાઓ આપવામાં આવી છે.
#WATCH | Prime Minister Narendra Modi virtually flags off nine Vande Bharat Express trains, to help improve connectivity across 11 states namely Rajasthan, Tamil Nadu, Telangana, Andhra Pradesh, Karnataka, Bihar, West Bengal, Kerala, Odisha, Jharkhand and Gujarat. pic.twitter.com/3R3XpUhEVQ
— ANI (@ANI) September 24, 2023
(Credit- ANI)
જે રૂટ પર ટ્રેનોને વડાપ્રધાને લીલી ઝંડી આપી છે, તેની પર હાલમાં સૌથી ઝડપી ટ્રેનની તુલનામાં રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી વંદે ભારત એક્સપ્રેસ અને કસરાગોડ-તિરુવનંતપુરમ વંદે ભારત એક્સપ્રેસ લગભગ 3 કલાક ઝડપી હશે. 9 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે વંદે ભારત ટ્રેનની લોકપ્રિયતા સતત વધી રહી છે. આમાં 1,11,00,000થી વધુ મુસાફરોએ મુસાફરી કરી ચૂક્યા છે.
આ પણ વાંચો: વિદેશમાં ભારતીય સંપત્તિની તોડફોડ-પ્રદર્શન, ખાલિસ્તાનીઓની હવે ખેર નહીં, સરકાર લેશે આ પગલાં
વડાપ્રધાન મોદી દ્વારા નવી વંદે ભારત ટ્રેનોને લોન્ચ કર્યાની સાથે જ દેશમાં આ વિશેષ ટ્રેનોની સંખ્યા વધીને 68 થઈ ગઈ છે. કેસરી કલરની ભારતની વંદે ભારત ટ્રેન આજે કેરળના કાસરકોડથી ત્રિવેન્દ્રમ સુધી શરૂ થઈ રહી છે. આ ટ્રેનને પહેલા કરતા વધુ સારી બનાવવામાં આવી છે. આમાં સીટો પહેલા કરતા વધુ રિક્લાઈન થઈ શકશે. કોચની અંદરની લાઈટિંગમાં વધુ સુધારો કરવામાં આવ્યો છે. શૌચાલયની અંદર લાઈટિંગનો પાવર વધારવામાં આવ્યો છે.
જામનગરથી અમદાવાદ વંદે ભારત ટ્રેનના ભાડાની વિગતો
જામનગરથી અમદાવાદ વંદે ભારત ટ્રેનના ભાડાની વિગતો#VandeBharat #VandeBharatExpress #VandeBharatTrain #vandebharatnews #jamnagarnews #SaurashtraNews #ahmedabadnews #ahmedabadcity #train #GujaratiNews #Gujarat #TV9News pic.twitter.com/EowIWqZ2Hz
— Tv9 Gujarati (@tv9gujarati) September 24, 2023