AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM નરેન્દ્ર મોદીએ આપી મોટી ગેરેન્ટી, લોકસભા ચૂંટણી પછી નવી સરકાર બન્યા બાદ ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમે લોકો જે રીતે આ દિવસોમાં મહેનત કરી રહ્યા છો. હું દ્રઢપણે માનું છું કે જનતા તમને ચોક્કસપણે આશીર્વાદ આપશે. પીએમ મોદીએ મોટી ગેરેન્ટી આપતા કહ્યુ કે, લોકસભા ચૂંટણી પછી અમારી નવી સરકાર બન્યા બાદ ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.

PM નરેન્દ્ર મોદીએ આપી મોટી ગેરેન્ટી, લોકસભા ચૂંટણી પછી નવી સરકાર બન્યા બાદ ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે
PM Narendra Modi
| Updated on: Feb 05, 2024 | 6:05 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે 5 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ગૃહને સંબોધિત કરતી વખતે, તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. PM મોદીએ કહ્યું કે, હું વિપક્ષના નિર્ણયની પ્રશંસા કરું છું. તેનાથી મારો અને દેશનો આત્મવિશ્વાસ મજબૂત થયો છે. તેમણે લાંબા સમય સુધી ત્યાં રહેવાનો સંકલ્પ કર્યો છે. હવે, જેમ તમે ઘણા દાયકાઓથી અહીં બેઠા હતા, તેમ જનતા તમારા ઘણા દાયકાઓ સુધી બેસીને સંકલ્પ કરશે.

ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમે લોકો જે રીતે આ દિવસોમાં મહેનત કરી રહ્યા છો. હું દ્રઢપણે માનું છું કે જનતા તમને ચોક્કસપણે આશીર્વાદ આપશે. તમે જે ઊંચાઈ પર છો તેના કરતાં તમે ચોક્કસપણે વધુ ઊંચાઈ પર પહોંચશો. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ મોટી ગેરેન્ટી આપતા કહ્યુ કે લોકસભા ચૂંટણી પછી અમારી નવી સરકાર બન્યા બાદ ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.

મારા ત્રીજા કાર્યકાળમાં ભારતની અર્થવ્યવસ્થા ત્રીજા નંબરે આવશે

તે સમયે એક મહાન અર્થશાસ્ત્રીએ કહ્યું હતું કે, 30 વર્ષ બાદ આપણે ત્રીજા સ્થાને પહોંચીશું. મતલબ કે વર્ષ 2044 સુધીમાં આપણે ત્રીજા સ્થાને પહોંચ્યા હોત. પરંતુ આજે અમે આત્મવિશ્વાસ સાથે તમારી સામે ઊભા છીએ અને ખાતરી આપીએ છીએ કે અમે તેને 30 વર્ષ નહીં લાગવા દઈએ. મારા ત્રીજા કાર્યકાળમાં ભારતની અર્થવ્યવસ્થા ત્રીજા નંબરે આવશે.

આ મોદીની ગેરંટી છે

અમે કહીએ છીએ કે આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનીને ઉભરીશું, ત્યારે વિપક્ષી મિત્રો કેવા કુતર્કો આપે છે, તેઓ કહે છે કે તેમાં શું છે, તે પોતાની મેળે જ થશે. હું માત્ર ગૃહ દ્વારા દેશને જણાવવા માંગુ છું કે સરકારની ભૂમિકા શું છે. સમગ્ર વિશ્વ ભારતની મજબૂત અર્થવ્યવસ્થાની પ્રશંસા કરી રહ્યું છે.

G20 સમિટમાં દુનિયા ભારત માટે શું કહે છે અને શું કરે છે તે આખી દુનિયાએ જોયું છે. આજે મજબૂત અર્થવ્યવસ્થાને જોતા હું વિશ્વાસ સાથે કહું છું કે અમારા ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આ મોદીની ગેરંટી છે.

g clip-path="url(#clip0_868_265)">