ખેડૂતોનું નસીબ હવે ચમકશે, PM નરેન્દ્ર મોદીએ ખેડૂતોને નવા 35 પાકની આપી ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ પાકના 35 નવી જાતના બીજ દેશને સમર્પિત કર્યા છે.

ખેડૂતોનું નસીબ હવે ચમકશે, PM નરેન્દ્ર મોદીએ ખેડૂતોને નવા 35 પાકની આપી ભેટ
PM NARENDRA MODI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 1:02 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાને વિવિધ પાકના કુલ 35 જાતના બીજ-બિયારણ દેશને સમર્પિત કર્યા છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, સરકાર નાના ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે. અમારો પ્રયાસ ખેડૂતોને સીધો લાભ આપવાનો છે. તેમણે કહ્યું કે, કોઈ પણ વચેટિયા વગર તેઓ સીધા ખેડૂતો સુધી પહોંચવા માટે કામ કરી રહ્યા છે. વિવિધ પાકની નવી 35 જાતો રજૂ કરવામાં આવી છે જેમાં ઘઉં, ડાંગર, તુવેર, સોયાબીન, સરસવ, મકાઈ, જુવાર, બાજરી, ચણાના પાકનો સમાવેશ થાય છે.

ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજના આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ અદ્યતન પધ્ધતિએ ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે, સરકારે ખેડૂતોને સુધારેલા બિયારણ આપ્યા છે. સોઇલ હેલ્થ કાર્ડ, ખાતરની ઉપલબ્ધતા, ટેકાના ભાવે ( MSP) વિક્ર્મી ખરીદી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) દ્વારા ખાસ લાક્ષણિકતાઓ ધરાવતી પાકની જાતો વિકસાવવામાં આવી છે. ખેડૂતોને બિયારણ બજારમાંથી તમામ મદદ પૂરી પાડવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. તો સાથોસાથ પીએમ કિસાન સન્માન નિધિ (પીએમ કિસાન) વિશે પણ વિગતે જણાવ્યું હતુ.

વડાપ્રધાને નેશનલ બાયોટિક સ્ટ્રેસ મેનેજમેન્ટનું કેમ્પસ રાષ્ટ્રને સમર્પિત કર્યું. રાયપુર ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ બાયોલોજિકલ સ્ટ્રેસ મેનેજમેન્ટની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાએ શૈક્ષણિક સત્ર 2020-21થી પીજી અભ્યાસક્રમો શરૂ કર્યા છે. ઉત્તરાખંડના એક ખેડૂત સાથેની વાતચીતમાં પીએમ મોદીએ પૂછ્યું કે, તમે જે નવી ખેતી પદ્ધતિ અપનાવી છે તેનાથી તમને શું ફાયદો થયો? ખેડૂતે જણાવ્યું કે તેણે દેવભૂમિમાં પણ એ જ રીતે મકાઈની ખેતી શરૂ કરી.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

કૃષિ અને વિજ્ઞાન વચ્ચે સુમેળ પીએમ મોદીએ ખેતી માટે નવી ટેકનોલોજી વિકસાવવા માટે કૃષિ વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા કહ્યુ કે, કૃષિ હંમેશા વિજ્ઞાન રહ્યું છે. કૃષિ અને વિજ્ઞાન વચ્ચે સમન્વય જળવાઈ રહ્યો છે.

આજે ખેડૂતોને સમર્પિત કરાયેલ કૃષિ બીજની નવી જાતોને ભારતીય આબોહવાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. નેશનલ બાયોટિક્સ સ્ટ્રેસ મેનેજમેન્ટ, કૃષિ પાક પર આબોહવા પરિવર્તનની અસરનું મૂલ્યાંકન કરશે અને તેના આધારે ખેડૂતોને થતી સમસ્યાનો સામનો કરવામાં મદદરૂપ થશે.

આ પણ વાંચોઃ કુદરતી આપત્તિ સામે લોકોને સુરક્ષિત રાખવા દેશભરમાં આપદા મિત્ર બનાવાશે, કોમન એલર્ટ પ્રોટોકોલ અમલમાં લવાશેઃ અમિત શાહ

આ પણ વાંચોઃ સિંગાપોર પછી ભારતે નેપાળમાં ‘કાલા નમક ચોખા’ની નિકાસ કરી, જાણો તેની ખેતી અને ઉત્પાદન વિશે

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">