AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કુદરતી આપત્તિ સામે લોકોને સુરક્ષિત રાખવા દેશભરમાં આપદા મિત્ર બનાવાશે, કોમન એલર્ટ પ્રોટોકોલ અમલમાં લવાશેઃ અમિત શાહ

દેશની જનતામાં વિશ્વાસ વ્યક્ત કરવાનુ કામ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ (NDMA) કર્યુ છે. ક્યાય કોઈ પણ વ્યક્તિ કુદરતી આપત્તિમાં ફસાયો હોય, પણ જો તેઓ એનડીએમએને જોઈ લે તો તેને પૂરો વિશ્વાસ છે કે હવે તે બચી જશે.

કુદરતી આપત્તિ સામે લોકોને સુરક્ષિત રાખવા દેશભરમાં આપદા મિત્ર બનાવાશે, કોમન એલર્ટ પ્રોટોકોલ અમલમાં લવાશેઃ અમિત શાહ
Home Minister Amit Shah,
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 12:21 PM
Share

કુદરતી આપત્તિના સમયે, અસરગ્રસ્ત લોકોને સમયસર બચાવ અને રાહત કામગીરી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં આપદા મિત્ર યોજના શરુ કરી રહી છે. આપદા મિત્ર ( AAPDA MITRA) યોજનાની સાથેસાથે કુદરતી આપત્તિની આગોતરી જાણકારી મળી રહે તે માટે કોમન એલર્ટ પ્રોટોકલ (Common Alert Protocol) પણ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામા આવશે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની (NDMA) સ્થાપનાના 17 વર્ષની ઉજવણીના ભાગરૂપે સંબોધન કરતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યુ કે, એનડીએમએ (NDMA), સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SDMA) અને એસડીઆરએફ (SDRF) દ્વારા દેશના ઈતિહાસને બદલવાનુ કામ કર્યુ છે. 130 કરોડની જનતાના દેશમાં, દરેક રાજ્યામાં કોઈને કોઈ પ્રકારે કુદરતી આપત્તિ આવતી રહી છે. આપદા સામે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. જો આ ના કરવામાં આવે તો અનેક મોટી ખુવારી થઈ શકે. પણ 17 વર્ષમાં અનેક પરિવર્તન આવ્યા છે.

આપદા મિત્ર યોજના શરૂ કરાશે. આજે બે નવી યોજના શરૂ થઈ રહ્યી છે. આપદા મિત્ર અને કોમન એલર્ટ પ્રોટોકોલ. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા અમલમાં લાવનાર આપદા મિત્ર દ્વારા અપદા આવવાની સાથે જ તરત જ રિસ્પોન્સ આપી શકાય. એક વાર આપદા આવે તો ઘટના સ્થળે પહોચવા માટે સમય લાગે. જો કે આ સ્થિતિ નિવારવા માટે વધુ ચાર બટાલિયન શરૂ કરવામાં આવનાર છે. જો ત્વરીત જ રિસ્પોન્સ કરવો હોય તો એ જનતા કરી શકે. સ્થાનિકો જ કરી શકે તે માટે આપદા મિત્ર યોજના અમલમાં લાવવામાં આવનાર છે.

આપદા સામે લડવા તૈયાર હોય તેવા યુવાનોને તૈયાર કરાશે. આનો અમલ 25 રાજ્યમાં 30 પૂરગ્રસ્ત જિલ્લામાં પ્રાયોગિક ધોરણે તૈયાર કરાયો હતો. જેમાં સફળતા મળતા હવે આ યોજના આખા દેશમાં અલમમાં લવાશે. 350 જિલ્લમાં અમલમાં લવાનાર આ યોજના અતંર્ગત જોડાનાર આપદા મિત્રનો વીમો પણ ઉતારવામાં આવશે.

કોમન એલર્ટ પ્રોટોકલ હવે વિજળી ક્યા પડશે તે પડવાના પહેલા જાણી શકાય છે. આ અંગે ચોક્કસ માહિતી સમયસર ના પહોચાડાતા વિજળી પડવાથી આજે પણ લોકોના મૃત્યુ નિપજે છે. આપદા માટે એક અલગ વિભગ રચાયો. પહેલા કૃષિ વિભાગ દ્વારા જ આ વિભાગની કામગીરી કરાતી હતી. દેશમાં બે એવી કુદરતી આપત્તિ આવી, જેમાં 1999માં ઓરિસ્સામાં સુપર સાયક્લોન આવ્યુ જેમાં અંદાજે 10,000 લોકો માર્યા ગયા. 2001માં કચ્છના ભૂજમાં ભૂકંપ આવ્યો, જેમાં 14 હજાર લોકોના મૃત્યુ થયા.

આ બન્ને ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો કે સરકારી વ્યવસ્થા તંત્ર અને તંત્રને પણ હચમચાવી નાખ્યુ. આ બન્ને ઘટના બાદ, કુદરતી આપત્તિના સમયે સરકારમાં તરત જ રિસ્પોન્સ મળે તેવી વિચારણા થઈ. કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયી અને ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા. એ સમયે એક ટાસ્કફોર્સની રચના કરાઈ. મૂર્તિમંત સ્વરૂપ આપવા 2005માં એનડીએમએની રચના કરવામા આવી જેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. અને રાજ્યસ્તરે રયાયેલા એસડીએમએના અધ્યક્ષ મુખ્યપ્રધાન હોય છે.

ભોપાલ ગેસ દુર્ઘટના બાદ એનડીએમએ સ્થાપવુ જરૂરી હતુ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, એનડીએમએની રચના તો ખરેખર ભોપાલ ગેસ દુર્ઘટના બાદ તરત જ થઈ જવી જોઈતી હતી. 8000 લોકોના મૃત્યુ એક જ શહેરમાં ગેસ લીકેજના કારણે થઈ હતી. જેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. એનડીએમએ ક્ષેત્રે થયેલા આટલા કામથી સંતુષ્ઠ થવાની જરૂર નથી. ઘોર આપદા હોવા છતા એક પણ વ્યક્તિનુ મૃત્યુ ના થાય તેવી વ્યવસ્થા કરવી છે. આજે ક્રિટીક એનાલિસ્ટ કરીએ તો આપણને સંતોષજનક કામગીરી કરી છે. પહેલા આપદા આવી જાય પછી તંત્ર જાગતુ હતુ. હવે આપદા પહેલા જ તંત્ર કામે લાગે છે. આ એપ્રોચમાં જે ફેરફાર આવ્યો છે તે આવકારદાયક છે. અને તેને વધારવો જોઈએ.

એનડીએમએ દેશની જનતમાં વિશ્વાસ સર્જયો છે દેશની જનતામાં વિશ્વાસ વ્યક્ત કરવાનુ કામ એનડીએમએ કર્યુ છે. ક્યાય કોઈ પણ વ્યક્તિ ફસાયો હોય પણ જો તેઓ એનડીએમએને જોઈ લે તો તેને પૂરો વિશ્વાસ છે કે હવે તે બચી જશે. અન્ય લોકો માટે પોતાનો જીવ જોખમમાં નાખનાર એનડીએમએને જોઈને હવે એસડીએમએમાં પણ આ જ પ્રકારની લાગણી પ્રસરી છે.

આ પણ વાંચોઃ Gold Price Today : સોનામાં રોકાણ માટે હાલનો સમય ઉત્તમ! જાણો શું છે આજે એક તોલા સોનાનો ભાવ

આ પણ વાંચોઃHappy Birthday Lata Mangeshkar : ‘લગ જા ગલે’ થી ‘અઝીબ દાસ્તાન હૈ યે’ સુધી લતા મંગેશકરના સદાબહાર ગીતો સાંભળો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">