AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદી આવતીકાલ 20 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે, અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ, 20 ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે. જે દરમિયાન તેઓ જમ્મુમાં 30,500 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. આ દરમિયાન તેઓ શૈક્ષણિક સંસ્થાઓ માટે લગભગ 13,375 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

PM મોદી આવતીકાલ 20 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે, અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે
Pm Narendra Modi (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2024 | 2:44 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આવતીકાલ 20 ફેબ્રુઆરીએ જમ્મુની મુલાકાતે જવાના છે. વડાપ્રધાન તેમની જમ્મુ કાશ્મીરની મુલાકાત દરમિયાન અનેક પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીની આ બીજી મોટી રેલી હશે. આ સમયગાળા દરમિયાન પીએમ જમ્મુમાં બનેલ એઈમ્સનું ઉદ્ઘાટન પણ કરવાના છે, આ હોસ્પિટલનો શિલાન્યાસ પીએમ દ્વારા ફેબ્રુઆરી 2019માં કરવામાં આવ્યો હતો. AIIMSના ઉદ્ઘાટનથી કાશ્મીર તેમજ લેહ લદ્દાખ, પંજાબ અને હિમાચલ પ્રદેશના લોકોને સારવાર માટે અહીં-ત્યાં ભટકવું નહીં પડે.

આ ઉપરાંત વડાપ્રધાન મોદી 48.1 કિલોમીટર લાંબા બનિહાલ-સંગલદાન રેલવે સેક્શનનું પણ લોકાર્પણ કરવાના છે. આ રેલ વિભાગ 272 કિલોમીટર લાંબા ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ વિભાગનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે જોડે છે. રામબન જિલ્લાની આસપાસના ગામડાઓના લોકોમાં આ રેલવે વિભાગને લઈને ઘણો ઉત્સાહ છે. આ વિસ્તારના લોકોને દરેક સિઝનમાં ઓછા ખર્ચે વિશ્વસનીય પરિવહન સુવિધા પૂરી પાડશે.

13,375 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન

દેશભરમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અનેક શૈક્ષણિક સંસ્થાઓનો શિલાન્યાસ કરવા ઉપરાંત અન્ય સ્થળોએ બનેલી સંસ્થાઓનું પણ ઉદ્ઘાટન કરશે. જેમાં વડાપ્રધાન લગભગ 13,375 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ જમ્મુમાંથી જ દેશમાં ત્રણ નવા IIM એટલે કે IIM જમ્મુ, IIM બોધ ગયા અને IIM વિશાખાપટ્ટનમનું ઉદ્ઘાટન કરશે. તેઓ સમગ્ર દેશમાં કેન્દ્રીય વિદ્યાલય માટે 20 નવી ઇમારતો અને નવોદય વિદ્યાલયની 13 નવી ઇમારતોનું ઉદ્ઘાટન પણ કરશે. આ સિવાય અન્ય સંસ્થાઓનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે, દેશભરના વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

નવા ટર્મિનલ બિલ્ડીંગનો શિલાન્યાસ કરશે

પીએમ નરેન્દ્ર મોદી જમ્મુ એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કરવાના છે. આ નવું ટર્મિનલ 40 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું છે, જેમાં લગભગ 2000 મુસાફરોને સેવા પૂરી પાડી શકાશે અને તેની સાથે આ ટર્મિનલમાં આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. કાર્યક્રમ દરમિયાન, તેઓ જમ્મુ અને કટરા વચ્ચે બનેલા દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના બે પેકેજની સાથે અન્ય મહત્વપૂર્ણ રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. તેઓ જમ્મુમાં કોમન યુઝર ફેસિલિટી પેટ્રોલિયમ ડેપો વિકસાવવા માટેના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે, જેની કિંમત અંદાજે રૂ. 677 કરોડ છે.

g clip-path="url(#clip0_868_265)">