PM Modi 25 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે સંવાદ કરશે

PM Modi 25 જાન્યુઆરી, 2021ના ​​રોજ બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP ) ના વિજેતાઓ સાથે સંવાદ કરશે.

PM Modi 25 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે સંવાદ કરશે
બજેટ સત્ર પહેલા વડાપ્રધાન મોદીનું સંબોધન (File Picture)

PM Modi 25 જાન્યુઆરી, 2021ના ​​રોજ બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP ) ના વિજેતાઓ સાથે સંવાદ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી પણ ઉપસ્થિત રહેશે.

ભારત સરકાર PM રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અંતર્ગત બાળ શક્તિ પુરસ્કારથી સન્માનિત કરે છે. નવીનતા, શૈક્ષણિક સિદ્ધિઓ, રમતગમત, કળા અને સંસ્કૃતિ, સમાજ સેવા અને બહાદુરી જેવા ક્ષેત્રોમાં અપવાદરૂપ ક્ષમતાઓ અને ઉત્કૃષ્ટ સિદ્ધિઓ ધરાવતા બાળકોને બાળ શક્તિ પુરસ્કાર આપવામાં આવે છે. આ વર્ષે બાળ શક્તિ પુરસ્કારની વિવિધ શ્રેણીઓ હેઠળ દેશભરમાંથી 32 અરજદારોની પસંદગી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર(PMRBP ) 2021 માટે કરવામાં આવી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati