PM મોદી આજે બેંગલુરુ એરપોર્ટના નવા ટર્મિનલનું કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુમાં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નું ઉદ્ઘાટન કરશે. લાઉન્જમાં 5 હજાર કરતા વધુ મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા સાથેનુ કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ છે.

PM મોદી આજે બેંગલુરુ એરપોર્ટના નવા ટર્મિનલનું કરશે ઉદ્ઘાટન
Kempegowda International Airport
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 6:36 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બેંગલુરુમાં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નું ઉદ્ઘાટન કરશે. લગભગ 2.5 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ ટર્મિનલના ગેટ લાઉન્જમાં 5,932 મુસાફરોની બેઠક વ્યવસ્થા હશે. તેમાં 22 કોન્ટેક્ટ ગેટ, 15 બસ ગેટ અને 17 સિક્યુરિટી ચેક લેન હશે. તે ટર્મિનલ-ઇન-એ-ગાર્ડનના કોન્સેપ્ટ સાથે બનાવવામાં આવ્યું છે, જ્યાં મુસાફરો આરામદાયક અનુભવ કરશે. એરપોર્ટ અધિકારીના જણાવ્યા અનુસાર અહીં ચારેબાજુ હરિયાળી હશે. તે એવી રીતે વિકસાવવામાં આવ્યું છે કે ચાલતા હોય ત્યારે મુસાફરોને લાગે કે તેઓ બગીચાની મુલાકાત લેતા હોય.

લેટેસ્ટ ટેક્નોલોજીની કાળજી લેવામાં આવી છે

ટર્મિનલ 2 ના પ્રથમ તબક્કામાં વાર્ષિક 2.5 લાખ મુસાફરોની ક્ષમતા છે. કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે ટર્મિનલ ડેવલપ કરતી વખતે હેંગિંગ ગાર્ડનનો ખ્યાલ પણ રાખવામાં આવ્યો છે. તેની ડિઝાઇન કરતી વખતે કર્ણાટકના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેનું બાંધકામ લેટેસ્ટ ટેક્નોલોજી અને કુદરતી ઘટકોથી બનેલું છે. આ ટર્મિનલ ટકાઉ વિકાસ માટે એક નવું વિઝન સ્થાપિત કરશે.

મૈસૂરથી ચેન્નાઈ સુધીની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવાનો કરાશે પ્રારંભ

બીજી તરફ પીએમ મોદી આજે બેંગલુરુમાં મૈસૂરથી ચેન્નાઈ જતી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે. દક્ષિણ ભારતમાં આ પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન હશે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેંગ્લોરથી ચેન્નાઈ માટે શતાબ્દી એક્સપ્રેસ, બ્રિંદાવન એક્સપ્રેસ અને ચેન્નાઈ મેલ જેવી ઘણી ટ્રેનો છે. જો કે, આ લાઇનમાં સ્પીડ અને સુવિધાઓના સંદર્ભમાં પોતાની રીતે એક અનોખી ટ્રેન હશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ચેન્નાઈથી બેંગ્લોરની મુસાફરી ત્રણ કલાકમાં પૂરી થશે

રેલવે અધિકારીએ જણાવ્યું કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ ટ્રેન ચેન્નાઈથી બેંગ્લોર સુધીની મુસાફરી માત્ર 3 કલાકમાં પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે. રેલવેએ કહ્યું કે ચેન્નાઈની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીએ વંદે ભારત ટ્રેનમાં ઈન્ટેલિજન્ટ બ્રેકિંગ સિસ્ટમ લગાવી છે, જેથી ટ્રેનની સ્પીડને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકાય. રેલવેએ જણાવ્યું કે આ ટ્રેનના તમામ કોચમાં ઓટોમેટિક દરવાજા, વિઝ્યુઅલ ઈન્ફોર્મેશન સિસ્ટમ, વાઈ-ફાઈ સિસ્ટમ અને આરામદાયક સીટની સુવિધા છે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">