AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi ગુરુવારે ભાજપના સાંસદોને કરશે સંબોધિત, આ છે ખાસ પ્રસંગ

6 એપ્રિલે ચાલુ બજેટ સત્રનો છેલ્લો દિવસ પણ છે, જે અદાણી જૂથ પર હિંડનબર્ગ રિપોર્ટ પર સંયુક્ત સંસદીય સમિતિની વિપક્ષે માંગણી કરી છે. આ ઉપરાંત ભાજપ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સાવરકાર પર ટિપ્પણી અને પીએમ મોદીનું અપમાન બદલ માફી માંગવાની માગ કરી રહ્યું છે.

PM Modi ગુરુવારે ભાજપના સાંસદોને કરશે સંબોધિત, આ છે ખાસ પ્રસંગ
PM Modi Address MP
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2023 | 7:56 PM
Share

પીએમ મોદી ગુરુવારે ભારતીય જનતા પાર્ટીના સાંસદોને સંબોધિત કરવાના છે. પીએમ મોદી 06 એપ્રિલના રોજ ભાજપના 43 માં સ્થાપના દિવસના અવસરે સાંસદોને સંબોધિત કરશે. જેમાં સાંસદોને સવારે 9:30 વાગ્યે સંસદમાં ભેગા થવા અને પાર્ટીના સ્થાપના દિવસના અવસર પર પાર્ટીના તમામ કાર્યકરોને સંબોધન માટે હાજર રહેવા કહેવામાં આવ્યું છે. ગયા વર્ષે પણ ભાજપે સંસદમાં તેમના સાંસદો માટે આવો જ કાર્યક્રમ યોજ્યો હતો.

ભાજપના 43મા સ્થાપના દિવસે પાર્ટીએ બૂથ સ્તરથી જ વિવિધ કાર્યક્રમોનું આયોજન

ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસના અવસરે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 6 એપ્રિલે સંસદમાં પાર્ટીના સાંસદોને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે. ભાજપે તેના તમામ સાંસદોને 6 એપ્રિલે સંસદમાં હાજર રહેવા જણાવ્યું છે. ભાજપના 43મા સ્થાપના દિવસે પાર્ટીએ બૂથ સ્તરથી જ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

આ અંગે પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે “આગામી સામાન્ય ચૂંટણી પહેલા અમારી પાસે એક વર્ષ જેટલો સમય છે અને ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવીને ઈતિહાસ રચવાની નજીક છે. જેથી અમારા શીર્ષ નેતાનું સંબોધન માર્ગદર્શક બળ તરીકે કામ કરશે અને પ્રેરણા આપશે. અમે આવનારા વર્ષો અને મહિનાઓમાં અમારું સર્વશ્રેષ્ઠ આપવાના છીએ. અમે અમારા સ્થાપના દિવસના આ શુભ અવસર પર મોદીજીના ‘માર્ગદર્શન’ની રાહ જોઈ રહ્યા છીએ.

6 એપ્રિલે ચાલુ બજેટ સત્રનો છેલ્લો દિવસ પણ છે, જે અદાણી જૂથ પર હિંડનબર્ગ રિપોર્ટ પર સંયુક્ત સંસદીય સમિતિની વિપક્ષે માંગણી કરી છે. આ ઉપરાંત ભાજપ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સાવરકાર પર ટિપ્પણી અને પીએમ મોદીનું અપમાન બદલ માફી માંગવાની માગ કરી રહ્યું છે.

આ પણ વાંચો : ભાજપમાં જોડાવવાના અહેવાલો વચ્ચે કિચ્ચા સુદીપને મળી ધમકી ! ખાનગી વીડિયો લીક કરવા કહ્યું

1989માં નવમી લોકસભાની ચૂંટણીમાં કુલ 88 બેઠક પર જીત મેળવીને ભાજપ પક્ષ તરીકે રાષ્ટ્રીય ફલક પર ઉભરીને આવ્યો

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1980માં જનતા પાર્ટીમાં સામેલ જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભાજપની રચના કરી હતી. ત્યાર પછી 1984માં લોકસભાની ચૂંટણી માં પ્રથમ વખત ભાજપને 2 બેઠક મળી હતી. 1989માં નવમી લોકસભાની ચૂંટણીમાં કુલ 88 બેઠક પર જીત મેળવીને ભાજપ પક્ષ તરીકે રાષ્ટ્રીય ફલક પર ઉભરીને આવ્યો હતો. તે વખતે નેશનલ ફ્રન્ટને બહારથી ટેકો આપ્યો હતો.

લોકસભાની ચૂંટણીમાં કુલ 545 બેઠકોમાંથી ભાજપને 141 બેઠક મળી

1990માં રામજન્મભૂમિ આંદોલન થયું ત્યારે લાલકૃષ્ણ અડવાણીને જેલની સજા થઈ અને ભાજપે સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું હતું. 1996માં અગીયારમી લોકસભાની ચૂંટણીમાં કુલ 545 બેઠકોમાંથી ભાજપને 141 બેઠક મળી અને તે વખતે ટેકો લઈને અટલ બિહારી વાજપેય વડાપ્રધાન બન્યા હતા. 271 સાંસદોનું સમર્થન ન મળતાં અંતે રાજીનામું આપી દીધું હતું અને પછી વિપક્ષમાં બેઠા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">