AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપમાં જોડાવવાના અહેવાલો વચ્ચે કિચ્ચા સુદીપને મળી ધમકી ! ખાનગી વીડિયો લીક કરવા કહ્યું

ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવાના અહેવાલો વચ્ચે કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપને ધમકીભર્યો પત્ર મળ્યો છે. ધમકી મળ્યા બાદ કર્ણાટક પોલીસે કેસ નોંધ્યો છે અને મામલાની તપાસ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આજે કિચ્ચા સુદીપ લગભગ 1:30 વાગે ભાજપમાં જોડાઈ શકે છે.

ભાજપમાં જોડાવવાના અહેવાલો વચ્ચે કિચ્ચા સુદીપને મળી ધમકી !  ખાનગી વીડિયો લીક કરવા કહ્યું
Kichcha Sudeepa receives threat
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2023 | 1:53 PM
Share

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવાના અહેવાલો વચ્ચે કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપને ધમકીભર્યો પત્ર મળ્યો છે. ધમકી મળ્યા બાદ કર્ણાટક પોલીસે કેસ નોંધ્યો છે અને મામલાની તપાસ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આજે કિચ્ચા સુદીપ લગભગ 1:30 વાગે ભાજપમાં જોડાઈ શકે છે. દરમિયાન તેમને મળેલી ધમકીના સમાચારે સનસનાટી મચાવી દીધી છે. કિચ્ચા સુદીપના મેનેજર જેક મંજુએ ધમકીભર્યો પત્ર મળવા વિશે જણાવ્યું હતુ.

કિચ્ચા સુદીપને મળી ધમકી

કિચ્ચા સુદીપના મેનેજરને મળેલા પત્રમાં તેને ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું છે કે તે અભિનેતાનો ખાનગી વીડિયો સોશિયલ મીડિયા પર રિલીઝ કરશે. સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું છે કે કેટલાક વરિષ્ઠ અધિકારીઓ આ કેસ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવાનું વિચારી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેના કારણે ભાજપ પોતાના કુળને મજબૂત કરવા પર જોર આપી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આજે કિચ્ચા સુદીપ ભાજપમાં જોડાશે અને તે જ સમયે તેઓ રાજ્યમાં પાર્ટીના સ્ટાર પ્રચારક પણ બની શકે છે.

કિચ્ચા કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર

કિચ્ચા સુદીપ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર છે. તે છેલ્લે વિક્રાંત રોના ફિલ્મમાં જોવા મળ્યો હતો જે સમગ્ર ભારતમાં ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ હતી. કિચ્ચા બોલિવૂડ ફિલ્મ દબંગ 3માં સલમાન ખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે વિલનનો રોલ કર્યો હતો.

અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાય

કન્નડ સુપરસ્ટાર કિચ્ચા સુદીપ રાજકારણમાં પ્રવેશી રહ્યા છે અને ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ વચ્ચે, અભિનેતાને ધમકીભર્યા પત્રો મળ્યા છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. આ કિસ્સામાં, પોલીસે એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે, જેણે કથિત રીતે ચંદન સ્ટારના ખાનગી વીડિયો જાહેર કરવાની ધમકી આપતો પત્ર જાહેર કર્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ધમકીભર્યા પત્રો સુદીપના મેનેજર જેક મંજુને મળ્યા હતા. તેણે આ વાત અભિનેતાના ધ્યાન પર લાવી, ત્યારબાદ બેંગલુરુના પુટ્ટનહલ્લી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 504, 506 અને 120 (B) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી.

ભાજપમાં જોડાશે સુદીપ કિચ્ચા ?

જેક મંજુ, જે અભિનેતાના નજીકના સહયોગી પણ છે, તેમણે કહ્યું કે પત્રમાં સુદીપ વિરુદ્ધ અપમાનજનક ભાષા છે. બેંગ્લોરના પોલીસ કમિશનર પ્રતાપ રેડ્ડીના આદેશ બાદ ધમકી પત્રનો કેસ હવે ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. એવી અટકળો છે કે સુદીપ આવતા મહિને યોજાનારી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માટે પ્રચાર કરી શકે છે. તેઓ બુધવારે મુખ્યમંત્રી બસવરાજ બોમાઈની હાજરીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાની રાજકીય યોજનાઓની જાહેરાત કરે તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે તેઓ ભાજપમાં જોડાય છે અને ચૂંટણી લડે છે કે નહીં.

g clip-path="url(#clip0_868_265)">