AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદી મે મહિનામાં 3 દેશની મુલાકાત લેશે, 65 કલાક દરમિયાન 25 કાર્યક્રમોમાં સામેલ થશે, 50 ઉદ્યોગપતિઓને મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 મેના રોજ જર્મની (Germany), ડેનમાર્ક (Denmark) અને ફ્રાંસની (France) ત્રણ દિવસની મુલાકાતે જશે. 65 કલાક દરમિયાન 25 કાર્યક્રમોમાં સામેલ થશે.

PM મોદી મે મહિનામાં 3 દેશની મુલાકાત લેશે, 65 કલાક દરમિયાન 25 કાર્યક્રમોમાં સામેલ થશે, 50 ઉદ્યોગપતિઓને મળશે
Narendra modiImage Credit source: ANI
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 4:52 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 2 મેથી ત્રણ દેશોની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ 25 કાર્યક્રમોમાં હાજરી આપશે અને ત્રણ દિવસની મુલાકાત દરમિયાન તે અલગ અલગ દેશોમાં લગભગ 65 કલાક વિતાવશે. સરકારી સૂત્રોએ શનિવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે પીએમ મોદી સાત દેશોના આઠ નેતાઓ સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય બેઠક કરશે. આ ઉપરાંત તેઓ 50 વૈશ્વિક ઉદ્યોગપતિઓ સાથે પણ વાતચીત કરશે, એમ તેમણે જણાવ્યું હતું. પીએમ મોદી 2 મેના રોજ જર્મની (Germany), ડેનમાર્ક (Denmark) અને ફ્રાન્સની (France) ત્રણ દિવસીય મુલાકાતે જશે. આ વર્ષે યોજાનારી તેમની આ પહેલી વિદેશ યાત્રા છે.

સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન પહેલા જર્મની, પછી ડેનમાર્ક જશે અને પછી 4 મેના રોજ પરત ફરતા પહેલા પેરિસમાં થોડો સમય રોકાશે. સૂત્રોએ જણાવ્યું કે મોદી જર્મની અને ડેનમાર્કમાં એક-એક રાત વિતાવશે. તેમની મુલાકાત એવા સમયે થશે જ્યારે યુક્રેનમાં કટોકટી ચાલી રહી છે અને રશિયાની કાર્યવાહીએ લગભગ સમગ્ર યુરોપને તેની સામે એક કરી દીધું છે.

ક્વોડ કોન્ફરન્સ જાપાનમાં યોજાશે

આગામી મહિનાની 24 તારીખે ક્વાડ ગ્રૂપની એક કોન્ફરન્સ પણ જાપાનમાં થઈ શકે છે. આ કોન્ફરન્સમાં પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની મુલાકાત થઈ શકે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ તાજેતરમાં કહ્યું હતું કે યુક્રેનના મુદ્દે અમેરિકા ભારત સાથે વાત કરી રહ્યું છે અને આગામી મહિને જાપાનમાં યોજાનારી ક્વાડ સમિટમાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવશે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. પ્રેસ સચિવ જેન સાકીએ બુધવારે માહિતી આપી હતી કે જો બાઈડનની મુલાકાત સ્વતંત્ર અને મુક્ત ઈન્ડો-પેસિફિક પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરશે.

24મી મેના રોજ કોન્ફરન્સ યોજાઈ શકે છે

ક્વોડમાં ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુએસનો સમાવેશ થાય છે. અમેરિકી પ્રશાસને બુધવારે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન તેમની ટોક્યો મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. જો કે ક્વાડ સમિટની તારીખ જાહેર કરવામાં આવી નથી, જાપાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તે 24 મેના રોજ થઈ શકે છે.

ચાઇના ક્વાડ સામે

તાજેતરમાં અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું હતું કે રશિયા ભારત માટે જરૂરી ભાગીદાર છે, જ્યારે અમે ભાગીદાર બનવાની સ્થિતિમાં નહોતા. પરંતુ હવે અમે છીએ અને અમે આ પ્રયાસને આગળ વધારી રહ્યા છીએ. બીજી તરફ, ચાઇના ક્વાડને સંઘર્ષાત્મક નજરથી જુએ છે. જ્યારે પીએમ મોદીનું માનવું છે કે આ જૂથ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં કાયદાના શાસનની સુરક્ષા સાથે વૈશ્વિક ભલાઈ માટે કામ કરશે.

આ પણ વાંચો: Haridham Sokhada: 17 જાન્યુઆરીનો મહિલા હરિભક્તોનો વીડિયો વાઇરલ, હજુ એક વીકેટ પડવાનો અને ગુણાતીતને મારી નાખવાનો ઉલ્લેખ

આ પણ વાંચો: Uttar Pradesh: ઇટાવાના ભરથાણા રેલવે સ્ટેશન નજીક કોલસાથી ભરેલી માલગાડી ટ્રેન પલટી, દિલ્હી-હાવડા રેલ માર્ગ પર ટ્રેનોની અવર-જવર ખોરવાઈ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">