Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાજપનો આજે 42મો સ્થાપના દિવસ, કાર્યકર્તાઓને સંબોધશે PM મોદી

પાર્ટીના અન્ય સાંસદોની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પાર્ટીના સ્થાપના દિવસે ભગવા ટોપી પહેરેલા જોવા મળશે. પાર્ટીએ તેના સ્થાપના દિવસની ખાસ તૈયારીઓ કરી છે.

ભાજપનો આજે  42મો સ્થાપના દિવસ, કાર્યકર્તાઓને સંબોધશે PM મોદી
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 9:15 AM

ભારતીય જનતા પાર્ટી (BJP) આજે તેનો 42મો સ્થાપના (BJP 42th foundation day) દિવસ ઉજવી રહી છે અને આ અવસર પર પાર્ટી મોટા પાયે અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Modi)  બુધવારે પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ભાજપના કાર્યકરો, મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને સંબોધિત કરશે. તેમજ આ ખાસ દિવસે PM મોદી સહિત પાર્ટીના તમામ સાંસદ કમળના ફૂલના પ્રતીકવાળી ભગવી ટોપી પહેરીને સંસદ પહોંચશે. મંગળવારે બીજેપી હેડક્વાર્ટર(BJP Headquarter)  ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા બીજેપી મહાસચિવ અરુણ સિંહે (Arun Singh) કહ્યું હતુ કે પાર્ટી 7 એપ્રિલથી 20 એપ્રિલ સુધી દેશભરમાં સામાજિક ન્યાયના મુદ્દા પર કાર્યક્રમોનું આયોજન કરશે.

વધુમાં તેમણે કહ્યું કે આ અભિયાન દરમિયાન પાર્ટીના કાર્યકરો મોદી સરકારની (Modi Government)  જન કલ્યાણકારી યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવશે. આ સાથે 14 એપ્રિલના રોજ બી.આર.આંબેડકર જયંતિ નિમિત્તે પણ અભિયાન દરમિયાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

વિરાટ કોહલીએ 6 ખેલાડીઓને લાખોની ભેટ આપી
Viral Video : વિદેશમાં Uyi Amma ગીત પર દેશી છોકરીએ કર્યો જોરદાર ડાન્સ
કયા દેશના કોચે સૌથી વધુ IPL ટ્રોફી જીતી છે?
Fennel Seeds : ઉનાળામાં શરીર રહેશે ઠંડુ, આ રીતે ખાઓ વરિયાળી
Video : પંજાબ કિંગ્સની માલકિન પ્રીટિ ઝિન્ટાની 'અધૂરી ઇચ્છા' થઈ પૂરી
IPLના 28 ખેલાડીઓ હવે પાકિસ્તાન સુપર લીગમાં રમશે

ભગવા ટોપીમાં જોવા મળશે PM મોદી

પાર્ટીના અન્ય સાંસદોની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પાર્ટીના સ્થાપના દિવસે ભગવા ટોપી પહેરેલા જોવા મળશે. પાર્ટીએ તેના સ્થાપના દિવસની ખાસ તૈયારીઓ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બીજેપી સાંસદોને કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ અને મહત્વકાંક્ષી યોજનાઓનો પ્રચાર કરવા અને પાર્ટીના સ્થાપના દિવસથી લઈને 20 એપ્રિલ સુધી લોકો વચ્ચે કામ કરવા જણાવ્યું હતું.

બીજી તરફ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ પાર્ટીના સ્થાપના દિવસે પ્રથમ વખત વિદેશી રાજદૂતોના સમૂહ સાથે વાતચીત કરશે અને તેમને તેની વિચારધારા, સંસ્કૃતિ અને કાર્યપદ્ધતિથી માહિતગાર કરશે. પાર્ટીના ઓવરસીઝ અફેર્સ સેલના પ્રભારી વિજય ચૌથાઈવાલેએ જણાવ્યું હતું કે, નડ્ડાની એશિયાઈ અને યુરોપીયન દેશોના 13 રાજદૂતો સાથે વાતચીત ‘ભાજપને જાણો’ નામના કાર્યક્રમ હેઠળ યોજાશે.

ભાજપના સંઘર્ષો અને સફળતાઓનો ઈતિહાસ

તેમણે જણાવ્યું હતું કે, બુધવારે સાંજે ભાજપના મુખ્યાલયમાં વિદેશી  રાજદૂતો ને પાર્ટીની એક દસ્તાવેજી ફિલ્મ પણ બતાવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપ અધ્યક્ષ પાર્ટીના ઈતિહાસ, સંઘર્ષ અને સફળતાઓ વિશે વાત કરશે.વિજય ચતુરવાલેએ જણાવ્યું હતું કે ભાજપના વડા દ્વારા આ પ્રકારનો આ પહેલો કાર્યક્રમ છે અને વિદેશી રાજદૂતો સાથે વાતચીતની આ પ્રક્રિયા આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. આ કાર્યક્રમ ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે મહિનાભરના કાર્યક્રમોનો એક ભાગ છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : આજે છે ભાજપનો સ્થાપના દિવસ, જાણો ઈતિહાસમાં 6 એપ્રિલે નોંધાયેલી મોટી ઘટનાઓ

સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">