AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં એન્કાઉન્ટર, પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમનું ઓપરેશન ચાલુ, એક આતંકી ઠાર

Encounter in Jammu Kashmir: બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અંકુશ રેખા પર સેનાએ (Indian Army) ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને આ દરમિયાન એક આતંકી માર્યો ગયો હતો.

Jammu Kashmir:  જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં એન્કાઉન્ટર, પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમનું ઓપરેશન ચાલુ, એક આતંકી ઠાર
Encounter in Jammu and Kashmir
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 8:34 AM
Share

જમ્મુ-કાશ્મીરના  (Jammu Kashmir) અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં એકાઉન્ટર  (Encounter in Awantipora) ચાલી રહ્યું છે. પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ હાલ ઓપરેશનમાં લાગેલી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે (Jammu Kashmir Police)આ માહિતી આપી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પોલીસે તેમના નિવેદનમાં જણાવ્યું છે કે, એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં વધુ આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે. જમ્મુ-કાશ્મીર પોલીસે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે,જેમાં પોલીસ અને સુરક્ષા દળો આતંકવાદીઓનો મજબૂતીથી સામનો કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે,બે દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અંકુશ રેખા પર સેનાએ (Indian Army) ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને આ દરમિયાન એક આતંકી માર્યો ગયો હતો. અધિકારીઓએ સોમવારે કહ્યું હતુ કે, સશસ્ત્ર દળોએ રવિવારે મોડી રાત્રે નૌશેરા વિસ્તારમાં અંકુશ રેખા (LOC) પર શંકાસ્પદ હિલચાલ જોઈ હતી, ત્યારબાદ ઘૂસણખોરોને પડકારવામાં આવ્યા અને એન્કાઉન્ટર શરૂ થયું. આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીના મૃતદેહ સાથે હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો.

લશ્કર-એ-તૈયબનો એક આતંકવાદી માર્યો ગયો

આ પહેલા પણ સમાચાર આવ્યા હતા કે શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબનો એક આતંકવાદી માર્યો ગયો છે. પોલીસે દ્વારા આ માહિતી આપી હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, દક્ષિણ કાશ્મીરના શોપિયન જિલ્લાના તુર્કવાંગમ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે જ્યારે સર્ચ પાર્ટી શંકાસ્પદ સ્થળો તરફ આગળ વધવા લાગી, ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો, જેના પછી જવાનોએ જવાબી કાર્યવાહી કરી અને બંને પક્ષે અથડામણ શરૂ થઈ.

આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો

આ ઘટના અંગે પ્રવક્તાએ કહ્યું હતું કે એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જેનો મૃતદેહ સ્થળ પરથી મળી આવ્યો હતો. તેમણે કહ્યું કે આતંકવાદીની ઓળખ શોપિયાના ટક મોહલ્લાના રહેવાસી મુનીબ અહેમદ શેખ તરીકે થઈ છે, જે લશ્કર-એ-તૈયબ સાથે સંકળાયેલો હતો. વધુમાં પ્રવક્તાએ કહ્યું હતું કે પોલીસ અહેવાલ મુજબ, માર્યો ગયેલો આતંકવાદી તે જૂથોનો ભાગ હતો જે પોલીસ-સુરક્ષા દળો પર હુમલા અને નાગરિકો પર અત્યાચાર સહિત અનેક આતંકવાદી ગુનાઓમાં પણ સામેલ હતો.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : UNSCમાં ભારતે ‘બૂચા હત્યાકાંડ’ ની કરી આકરી નિંદા, સ્વતંત્ર તપાસની હાકલને સમર્થન

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">