AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે છે ભાજપનો સ્થાપના દિવસ, જાણો ઈતિહાસમાં 6 એપ્રિલે નોંધાયેલી મોટી ઘટનાઓ

1977માં ઇમરજન્સી (ની ઘોષણા પછી, જનસંઘ અન્ય ઘણા પક્ષો સાથે ભળી ગયો અને જનતા પાર્ટીનો ઉદય થયો. પાર્ટીએ 1977ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી અને 1980માં જનતા પાર્ટીનું વિસર્જન કરીને ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખવામાં આવ્યો.

આજે છે ભાજપનો સ્થાપના દિવસ, જાણો ઈતિહાસમાં 6 એપ્રિલે નોંધાયેલી મોટી ઘટનાઓ
Today is BJP founding day know the big events of April 6 history of the day
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 7:48 AM
Share

દેશના રાજકીય ઈતિહાસમાં 6 એપ્રિલનું વિશેષ મહત્વ છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ની સ્થાપના આ દિવસે 1980 માં થઈ હતી. આ નવા પક્ષનો જન્મ 1951માં શ્યામા પ્રસાદ મુખર્જી (Shyama Prasad Mukherjee) એ સ્થાપેલા ભારતીય જનસંઘમાંથી થયો હતો. 1977માં ઇમરજન્સી (Emergency) ની ઘોષણા પછી, જનસંઘ અન્ય ઘણા પક્ષો સાથે ભળી ગયો અને જનતા પાર્ટીનો ઉદય થયો. પાર્ટીએ 1977ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી અને 1980માં જનતા પાર્ટીનું વિસર્જન કરીને ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખવામાં આવ્યો.

6 એપ્રિલની તારીખ પણ ખેલ જગત માટે ઘણી મહત્વની છે. દરેક વ્યક્તિ જાણે છે કે ઓલિમ્પિક રમત રમતગમત અને ખેલૈયાઓ માટે હજનો દરજ્જો ધરાવે છે અને તે ઉંચાઈએ પહોંચે તે દરેક ખેલાડીની ઈચ્છા હોય છે કે તે ઓલિમ્પિકમાં ઓછામાં ઓછા એક વખત ભાગ લઈ શકે. આધુનિક ઓલિમ્પિક ગેમ્સ 1896માં એથેન્સમાં 6 એપ્રિલે શરૂ થઈ હતી. રોમન સમ્રાટ થિયોડોસિયસે પ્રાચીન ઓલિમ્પિક રમતો પર પ્રતિબંધ મૂક્યાના 1500 વર્ષ બાદ આ ગેમ્સ અસ્તિત્વમાં આવી હતી.

વિશ્વમાં 6ઠ્ઠી એપ્રિલની તારીખે નોંધાયેલી અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ

  1. –  1606: રાજકુમાર ખુસરોએ તેના પિતા જહાંગીર સામે બળવો કર્યો.
  2. –  1896: આધુનિક ઓલિમ્પિક રમતોની શરૂઆત.
  3. –  1906: પ્રથમ એનિમેટેડ કાર્ટૂન કોપીરાઈટ મેળવે છે.
  4. –  1909: અમેરિકાના રોબર્ટ પેરી અને મેથ્યુ હેન્સન પ્રથમ વખત ઉત્તર ધ્રુવ પર પહોંચ્યા હોવાનો દાવો કર્યો.
  5. –  1917: અમેરિકાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની સામે યુદ્ધની ઘોષણા કરી.
  6. –  1919: ગાંધીજીએ રોલેટ એક્ટ કાયદા સામે પ્રથમ અખિલ ભારતીય હડતાળનું આહ્વાન કર્યું.
  7. –  1925: આ ફિલ્મ પ્રથમ વખત પ્લેનમાં બતાવવામાં આવી હતી. આ પ્લેન બ્રિટિશ એરવેઝનું હતું.
  8. –  1930: મીઠાના કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ મહાત્મા ગાંધીની ધરપકડ કરવામાં આવી.
  9. –  1936: ANP એ એમ્સ્ટરડેમમાં પ્રથમ ટેલેક્સ સેવા શરૂ કરી.
  10. –  1942: જાપાની લડાકુ વિમાનોએ પ્રથમ વખત ભારતીય પ્રદેશો પર બોમ્બમારો કર્યો.
  11. –  1955: અમેરિકાએ પરમાણુ પરીક્ષણ કર્યું.
  12. –  1957: સોવિયેત સંઘે પરમાણુ પરીક્ષણ કર્યું.
  13. –  1966: ભારતીય તરવૈયા મિહિર સેને પાલ્ક સ્ટ્રેટ પાર કર્યું.
  14. –  1980: ભારતીય જનતા પાર્ટીની સ્થાપના.
  15. –  2020: કોરોના વાયરસના ચેપને કારણે વિશ્વભરમાં 70 હજારથી વધુ લોકોના મોત થયા. ભારતમાં સંક્રમિતોની સંખ્યા સાડા ચાર હજારને વટાવી ગઈ છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 150 વર્ષ જુની આવી હેરિટેજ ફ્રેન્ચ હવેલી, વિશેષતા જોઇને તમે ચોંકી ઉઠશો

આ પણ વાંચોઃ ગુજરાતમાં સીએનજીના ભાવમાં એકસાથે 6.45 રૂપિયાનો વધારો, મધરાતથી જ અમલી બનશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">