આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રેકોર્ડ રોકાણ, 2047 સુધીમાં ભારત વિકસિત બનશે- PM મોદી

TV9 GUJARATI

|

Updated on: Mar 04, 2023 | 1:36 PM

સામાન્ય બજેટ બાદ આયોજિત વેબિનારમાં પીએમ મોદીએ અગાઉની સરકારો પર પણ નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, આઝાદી બાદ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર એટલો ભાર આપવામાં આવ્યો નથી જેટલો ભાર આપવો જોઈતો હતો.

આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રેકોર્ડ રોકાણ, 2047 સુધીમાં ભારત વિકસિત બનશે- PM મોદી
Image Credit source: Twitter

સામાન્ય બજેટ પછી આયોજિત વેબિનારની શ્રેણીમાં, ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટ’ વિષય પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ વર્ષનું બજેટ માળખાકીય સુવિધાઓના વિકાસને નવી ગતિ આપશે. વિશ્વના મોટા નિષ્ણાતો અને ઘણા પ્રતિષ્ઠિત મીડિયા ગૃહોએ ભારતના બજેટ અને રાજકીય નિર્ણયોની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે અમારી સરકાર હવે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રેકોર્ડ રોકાણ કરી રહી છે.

આ પણ વાચો: Gujarati Video : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીસ 8 માર્ચે આવશે ગુજરાત, 9 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં PM મોદી સાથે મેચ નિહાળશે

કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, રાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન હેઠળ સરકાર આગામી સમયમાં રૂ. 110 લાખ કરોડનું રોકાણ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આવી સ્થિતિમાં, દરેક હિતધારકો માટે નવી જવાબદારીઓ, નવી સંભાવનાઓ અને સાહસિક નિર્ણયો લેવાનો સમય છે. કોઈપણ દેશના વિકાસમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર હંમેશા મહત્વનું રહ્યું છે.

પીએમ મોદીએ અગાઉની સરકારો પર કર્યા પ્રહાર

પીએમ મોદીએ કહ્યું કે, દુર્ભાગ્યે, આઝાદી પછી આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર એટલો ભાર આપવામાં આવ્યો નથી જેટલો હોવો જોઈએ. દાયકાઓથી, આપણા દેશમાં એક વિચાર પ્રબળ છે કે ગરીબી એક લાગણી છે. આ વિચારસરણીને કારણે અગાઉની સરકારોને દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવામાં મુશ્કેલી પડતી હતી. અમારી સરકારે દેશને આ વિચારસરણીમાંથી બહાર કાઢ્યો છે એટલું જ નહીં, તે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ રેકોર્ડ રોકાણ કરી રહી છે.

દેશ 2047 સુધીમાં વિકસિત હોવાનો લક્ષ્યાંક મેળવશે – PM મોદી

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને દેશની અર્થવ્યવસ્થાના પ્રેરક બળ તરીકે માનીએ છીએ. આ માર્ગ પર ચાલીને ભારત 2047 સુધીમાં વિકાસનું લક્ષ્ય હાંસલ કરશે. તેમણે કહ્યું કે, ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ભારતના મલ્ટીમોડલ લોજિસ્ટિક્સને પુનર્જીવિત કરવા જઈ રહી છે. અર્થતંત્ર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અને ડેવલપમેન્ટને એકીકૃત કરવા માટે તે એક ઉત્તમ માધ્યમ છે.

તેમણે કહ્યું કે આપણું સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું મજબૂત હશે તેટલા વધુ પ્રતિભાશાળી અને કુશળ યુવાનો કામ કરવા માટે આગળ આવી શકશે. એટલા માટે સ્કિલ ડેવલપમેન્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ફાઇનાન્સ સ્કિલ પર આપવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati