Gujarati Video : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીસ 8 માર્ચે આવશે ગુજરાત, 9 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં PM મોદી સાથે મેચ નિહાળશે

Gujarati Video : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીસ 8 માર્ચે આવશે ગુજરાત, 9 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં PM મોદી સાથે મેચ નિહાળશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2023 | 12:22 PM

Ahmedabad News : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ સમયગાળ દરમિયાન જ ટેસ્ટ મેચ રમાવાની છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ત્યારે બંને દેશના વડાપ્રધાન સાથે બેસીને આ મેચ નિહાળશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં ફરી ગુજરાત પ્રવાસે આવવાના છે. ભારત 20ની યજમાની કરવાનું છે. ભારત G-20 સમિટ-2023નું યજમાન બન્યુ છે. જેના ભાગરૂપે ગુજરાતમાં G- 20 સમિટની મહત્વની 16 ઇવેન્ટ યોજાઈ રહી છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ ભારત આવવાના છે. બીજી તરફ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ સમયગાળ દરમિયાન જ ટેસ્ટ મેચ રમાવાની છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ત્યારે બંને દેશના વડાપ્રધાન સાથે બેસીને આ મેચ નિહાળશે.

PM મેચ દરમિયાન કોમેન્ટ્રી કરે તેવી શક્યતા

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ ગુજરાત પ્રવાસે આવશે. 8 માર્ચે મોડી સાંજે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ગુજરાત પહોંચશે. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર એન્થોની અલ્બેનિસનું સ્વાગત કરે તેવી શક્યતા છે. 9 માર્ચે સવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને વડાપ્રધાન મેચ નિહાળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને સાથે ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવાનું આમંત્રણ આપ્યુ છે. ત્યારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કિક્રેટ મેચના 75 વર્ષની ઉજવણીને લઈ બંને દેશના વડાપ્રધાનો ભાગ લેશે. ભારત-ઓસ્ટ્રેલિયાના PM મેચ દરમિયાન કોમેન્ટ્રી કરે તેવી પણ શક્યતા છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે દેશના વડાપ્રધાન સાથે નિહાળશે મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 થી 13 માર્ચ દરમિયાન રમાવાની છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે બેસીને આ ટેસ્ટ મેચ નીહાળવાના છે. એવુ પહેલી વાર બનશે કે જ્યારે પીએમ મોદી પોતાના નામના એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચની મજા માણશે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં યોજાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની આ મેચના બંને દેશોના વડાપ્રધાનો સાક્ષી બનશે.

ઑસ્ટ્રેલિયાની ટીમનું ભારતમાં આગમન

આ સિરીઝ માટે ઑસ્ટ્રેલિયાની ટીમ ભારતમાં આવી ચુકી છે અને મેચ માટેની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. આ સિરીઝની પ્રથમ બે મેચ માટે BCCI દ્વારા ભારતીય ટીમની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.  ટીમ દ્વારા મેચની પ્રેક્ટિસ પણ કરવામાં આવી રહી છે.

Published on: Mar 04, 2023 12:21 PM
g clip-path="url(#clip0_868_265)">