ગોધરાકાંડ અને રમખાણો વિશે મનઘડંત કહાનીઓ ફેલાવવામાં આવી- લેક્સ ફ્રિડમેનના સવાલ પર પીએમ મોદીએ કર્યા મોટા ખૂલાસા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં 2002ના ગુજરાત રમખાણો સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે તે સમયની અશાંત વૈશ્વિક પરિસ્થિતિ અને ગુજરાતમાં થયેલા રમખાણોનો ઉલ્લેખ કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોર્ટે તેમને નિર્દોષ ગણ્યા હતા અને એ પછી ગુજરાતમાં શાંતિ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં માં નેતૃત્વ, શાસન અને ભારતની પ્રગતિ વિશે ચર્ચા કરી. જોકે, લગભગ ત્રણ કલાકની ચર્ચામાં ફ્રિડમેને પીએમ મોદીને 2002ના ગુજરાત રમખાણો અંગે સીધા જ સવાલો પૂછ્યા હતા. ફ્રીડમેને કહ્યું કે ભારતની સર્વોચ્ચ અદાલતે પીએમ મોદીને હિંસામાં કોઈપણ પ્રકારની સંડોવણીમાંથી બે વાર મુક્ત કર્યા હતા. ત્યારે એ પણ પૂછ્યયુ કે મોદીએ તે સમયગાળામાંથી શું બોધપાઠ લીધો?
પીએમ મોદીએ કહ્યું કે હું 2002 અને ગુજરાત રમખાણો પહેલાના 12-15 મહિનાનું ચિત્ર રજૂ કરવા માંગુ છું, જેથી કોઈને ખ્યાલ આવે કે પરિસ્થિતિ શું હતી? 24 ડિસેમ્બર, 1999. એટલે કે, તે ત્રણ વર્ષ પહેલાની વાત હતી. વિમાન કાઠમંડુથી દિલ્હી આવી રહ્યું હતું. તેને હાઈજેક કરીને કંદહાર, અફઘાનિસ્તાન લઈ જવામાં આવ્યું હતું અને સેંકડો ભારતીય મુસાફરોને બંદી બનાવી લેવામાં આવ્યા હતા. તે લોકોના જીવન-મરણનો પ્રશ્ન હતો.
તેમણે કહ્યું કે વર્ષ 2000માં લાલ કિલ્લા પર આતંકી હુમલો થયો હતો. 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકામાં ટ્વિન ટાવર પર હુમલો થયો હતો. આ હુમલાએ ફરી એકવાર વિશ્વને ચિંતા કરતુ કરી દીધુ હતુ. આવુ કરનારા એક જ પ્રકારના લોકો છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર આતંકવાદી હુમલો થયો હતો. 13 ડિસેમ્બર, 2001 ના રોજ, ભારતની સંસદ પર આતંકવાદી હુમલો થયો હતો. છેલ્લા આઠ-દસ મહિનાની વૈશ્વિક સ્તરની ઘટનાઓ જુઓ. આતંકવાદી ઘટનાઓ, નિર્દોષ લોકોની હત્યા. આથી કોઈપણ અશાંતિ ફેલાવવા માટે માત્ર એક ચિનગારી કાફી હોયય છે અને એ સ્થિતિ પેદા થઈ ચુકી હતી.
“ધારાસભ્ય બન્યાના ત્રણ જ દિવસ થયા હતા અને ગોધરાની ઘટના ઘટી”
તેમણે કહ્યું કે આવા સમયે અચાનક 7 ઓક્ટોબર 2001ના રોજ મને સીએમ બનવાની જવાબદારી મળી. એ પણ મારી સૌથી મોટી જવાબદારી હતી. ભૂકંપને કારણે એક વિશાળ કામગીરી અદા કરવાની હતી. હજારો લોકો મૃત્યુ પામ્યા હતા. મુખ્યમંત્રીની જવાબદારી મારા શિરે આવી. શપથ લીધા બાદ પ્રથમ દિવસથી જ હું એમા લાગી ગયો હતો. સરકાર સાથે મારો ક્યારેય કોઈ સંબંધ નહોતો. સરકાર શું હોય છે એ પણ હું જાણતો ન હતો. ક્યારેય ધારાસભ્ય પણ બન્યો ન હતો. ક્યારેય ચૂંટણી લડ્યો ન હતો. હું 24મી ફેબ્રુઆરી, 2002ના રોજ પહેલીવાર ધારાસભ્ય બન્યો અને 24મીએ મેં પહેલીવાર ગુજરાત વિધાનસભામાં ગયો હતો.
તેમણે કહ્યું કે 27 ફેબ્રુઆરી 2002ના રોજ વિધાનસભામાં બજેટ સત્ર હતું. એ જ દિવસે મને ધારાસભ્ય બન્યાને ત્રણ દિવસ થયા અને ગોધરાની ઘટના ઘટી. તે એક ભયંકર ઘટના હતી. લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. કંદહારમાં પ્લેન હાઇજેક, સંસદ પર હુમલો અને બેંક ગ્રાઉન્ડમાં આટલી મોટી સંખ્યામાં લોકોને જીવતા સળગાવી દેવા.. આ કેટલી મોટી ઘટના હતી. બધા એવુ જ ઈચ્છતા હતા કે કંઈ ન થાય, શાંતિ બની રહે. પરંતુ એવી અફવા ફેલાવવામાં આવી કે બહુ મોટા તોફાનો થયા છે.
2002 પહેલા ગુજરાતમાં 250 રમખાણો થયા હતા
તેમણે કહ્યું કે અગાઉના આંકડા જોઈએ તો ગુજરાતમાં કેટલા રમખાણો થયા હતા. ક્યાંક ને ક્યાંક કર્ફ્યુ લાગેલો જ રહેતો હતો. પતંગને લઈને કોમી હિંસા થતી હતી. 2002 પહેલા ગુજરાતમાં 250 થી વધુ મોટા રમખાણો થયા હતા અને વર્ષ 1969માં તોફાનો છ મહિના સુધી ચાલ્યા હતા
તેમણે કહ્યું કે આટલી મોટી ઘટના એક સ્પાર્કિંગ પોઈન્ટ બની ગઈ. કોર્ટમાં હિંસા વિગતવાર જોવા મળી હતી. અમારો વિરોધ કરનારા લોકો સરકારમાં હતા. તેઓ ઇચ્છતા હતા કે સજા થાય. તેઓના લાખો પ્રયત્નો પછી પણ વિશ્લેષણ કરવામાં આવ્યું. સંપૂર્ણ રીતે નિર્દોષ જાહેર કર્યા. જેમણે ગુનો કર્યો હતો. કોર્ટે તેમનું કામ કર્યું.
તેમણે કહ્યું કે જે ગુજરાતમાં દર વર્ષે રમખાણો થતા હતા. 2002 પછીના 20 થી 25 વર્ષમાં ગુજરાતમાં એક પણ તોફાન થયુ નથી. સંપૂર્ણ રીતે શાંતિ છે. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકાર મતબેંકની રાજનીતિ કરતી નથી પરંતુ “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ” ના સિદ્ધાંતને અનુસરે છે. તેમણે એ હકીકત પર પણ પ્રકાશ પાડ્યો કે રમખાણો પછી પણ લોકોએ તેની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ આખરે ન્યાય થયો અને કોર્ટે તેમને નિર્દોષ કરાર આપ્યો
