New Parliament Building: PM નરેન્દ્ર મોદીએ તમિલ લોકોનું ગૌરવ વધાર્યું, રજનીકાંતે કહ્યુ- Thank You
રજનીકાંતે ટ્વીટમાં કહ્યું કે વડાપ્રધાન મોદીએ તમિલ લોકોને ગૌરવ અપાવ્યું છે. 'સેંગોલ' એ તમિલનાડુની શક્તિનું પ્રતીક છે, જે ભારતના નવા સંસદ ભવનમાં ચમકશે. પીએમ મોદીએ આજે 'રાજદંડ'ને વૈદિક વિધિ સાથે સ્થાપિત કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનમાં ‘સેંગોલ’ સ્થાપિત કર્યું છે. આ માટે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના થલાઈવા રજનીકાંતે વડાપ્રધાનનો આભાર માન્યો હતો. તેમણે ટ્વીટમાં કહ્યું કે વડાપ્રધાન મોદીએ તમિલ લોકોને ગૌરવ અપાવ્યું છે. ‘સેંગોલ’ એ તમિલનાડુની શક્તિનું પ્રતીક છે, જે ભારતના નવા સંસદ ભવનમાં ચમકશે. પીએમ મોદીએ આજે તમિલનાડુથી લાવેલા ‘રાજદંડ’ને વૈદિક વિધિ સાથે સ્થાપિત કર્યો હતો. વડાપ્રધાને તેને દંડવત પણ કર્યા હતા.
તમિલનાડુના સંતોનું એક જૂથ ‘સેંગોલ’ લઈને દિલ્હી પહોંચ્યું હતું. શનિવારે સાંજે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચ્યા, અને પીએમને ‘સેંગોલ’ અર્પણ કર્યું. પીએમ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા છે. ઓછામાં ઓછા 20 પક્ષો ઉદ્ઘાટન સમારોહમાં જોડાયા નથી. કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ રાષ્ટ્રપતિને તેની સ્થાપનાની ભલામણ કરી હતી.
இந்திய நாட்டின் புதிய பாராளுமன்றக் கட்டடத்தில் ஜொலிக்கப் போகும் தமிழர்களின் ஆட்சி அதிகாரத்தின் பாரம்பரிய அடையாளம் – செங்கோல்.#தமிழன்டா
தமிழர்களுக்குப் பெருமை சேர்த்த மதிப்பிற்குரிய பாரதப்பிரதமர் @narendramodi அவர்களுக்கு என் மனமார்ந்த நன்றி.
— Rajinikanth (@rajinikanth) May 27, 2023
વિશેષ અવસર પર 60 ધર્મગુરુઓ હાજર
‘સેંગોલ’ની સ્થાપનાના પ્રસંગે, 60 ધાર્મિક ધર્મગુરૂઓને બોલાવવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના તમિલનાડુના છે. તેઓ ધર્મને જન જન સુધી લઈ જવા માટે જાણીતા છે. તેમાંથી ઘણાની ઉંમર 100 વર્ષ કે તેથી વધુ છે.
શું સેંગોલ સત્તાના સ્થાનાંતરણનું પ્રતીક છે?
એવું કહેવાય છે કે ‘સેંગોલ’ ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ અંગ્રેજો પાસેથી મેળવ્યું હતું. અત્યાર સુધી તેને અલ્હાબાદ સ્થિત મ્યુઝિયમમાં રાખવામાં આવતું હતું. હવે તેને પીએમ મોદીએ નવા સંસદ ભવનમાં લોકસભા સ્પીકરની પાસે લગાવ્યું છે. કોંગ્રેસે ભાજપના દાવાને ફગાવી દીધો કે ‘સેંગોલ’ સત્તાના હસ્તાંતરણનું પ્રતીક છે.
પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના તમામ નેતાઓએ પલટવાર કર્યો કે કોંગ્રેસે તેના વર્તન પર વિચાર કરવાની જરૂર છે. અમિત શાહે કોંગ્રેસના એ દાવાને પણ ફગાવી દીધો, જેમાં પાર્ટીનો દાવો છે કે ‘સેંગોલ’ સત્તાના હસ્તાંતરણનું પ્રતીક હોવાના કોઈ પુરાવા નથી.
Latest News Updates





