PM MODIએ કરી જાહેરાત, ભારતમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે

PM Modi's address to the nation : વડાપ્રધાને કહ્યું કે આજે ભારતની પુખ્ત વસ્તીના 61 ટકાથી વધુ લોકોએ રસીના બંને ડોઝ પ્રાપ્ત કર્યા છે. તેવી જ રીતે, લગભગ 90 ટકા પુખ્ત વસ્તીને રસીનો એક જ ડોઝ આપવામાં આવ્યો છે.

PM MODIએ કરી જાહેરાત, ભારતમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે
PM Modi ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 10:44 PM

DELHI : આજે વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે કહ્યું ભારતે આ વર્ષે 16 જાન્યુઆરીથી તેના નાગરિકોને રસી આપવાનું શરૂ કર્યું હતું. દેશના તમામ નાગરિકોના સામૂહિક પ્રયાસ અને સામૂહિક ઈચ્છાશક્તિ છે કે આજે ભારતે રસીના 141 કરોડ ડોઝના અભૂતપૂર્વ અને અત્યંત મુશ્કેલ લક્ષ્યાંકને પાર કરી લીધું છે. વડાપ્રધાને કહ્યું કે આજે ભારતની પુખ્ત વસ્તીના 61 ટકાથી વધુ લોકોએ રસીના બંને ડોઝ પ્રાપ્ત કર્યા છે. તેવી જ રીતે, લગભગ 90 ટકા પુખ્ત વસ્તીને રસીનો એક જ ડોઝ આપવામાં આવ્યો છે.

વડાપ્રધાને પોતાના સંબોધનમાં કેટલીક મહત્વની જાહેરાતો કરી છે.

1) વડાપ્રધાન મોદીએ આજે જાહેરાત કરી છે કે આવનારા વર્ષ 2022માં 3 જાન્યુઆરીથી દેશમાં 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

2) તેમણે કહ્યું આપણા ફ્રન્ટલાઈન યોદ્ધાઓએ રોગચાળા સામેની આપણી લડાઈમાં મોટી ભૂમિકા ભજવી છે. સરકારે, આમ, એ પણ નક્કી કર્યું છે કે આપણે 10મી જાન્યુઆરી, 2022 થી આરોગ્ય કર્મચારીઓ માટે Precaution Dose પ્રારંભ કરીશું.

3) 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો કો-મોર્બિડ હોય તેમને પણ ડૉક્ટરની સલાહ પર Precaution Dose નો વિકલ્પ મળશે. આ પણ 10 જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે.

g clip-path="url(#clip0_868_265)">