હવે રાજકીય પક્ષોના ‘વાયદાઓ’ પર લાગશે લગામ ! જો પૂર્ણ ન થાય તો સુપ્રીમ કોર્ટ લઈ શકે છે આ પગલાં

અરજદારે ચૂંટણી પંચને ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયેલી પાર્ટીના ચૂંટણી ચિહ્નને જપ્ત કરવા અને રાજકીય પક્ષોની માન્યતા રદ કરવા માટેના નિર્દેશની માગ કરી છે.

હવે રાજકીય પક્ષોના 'વાયદાઓ' પર લાગશે લગામ ! જો પૂર્ણ ન થાય તો સુપ્રીમ કોર્ટ લઈ શકે છે આ પગલાં
Supreme Court (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 3:48 PM

સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે, જેમાં ભારતના ચૂંટણી પંચને (Election Commission of India) રાજકીય પક્ષોનું નિયમન કરવા અને તેમને જરૂરી તર્કસંગત ઢંઢેરાના વચનો (Freebies) માટે જવાબદાર બનાવવાના નિર્દેશોની માગ કરવામાં આવી છે. આ અરજી અશ્વિની કુમાર ઉપાધ્યાય (Ashwini Kumar Upadhyay) દ્વારા તેમના વકીલ અશ્વિની કુમાર દુબે દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજદારે ચૂંટણી પંચને ચૂંટણી ઢંઢેરામાં આપેલા પાર્ટીના વચનોને પૂર્ણ કરવામાં નિષ્ફળ જવા બદલ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન જપ્ત કરવા અને રાજકીય પક્ષોની માન્યતા રદ કરવા માટેના નિર્દેશની પણ માગ કરી છે.

તેમની અરજીમાં એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયે કોર્ટને જણાવ્યું હતું કે ચૂંટણી ઢંઢેરો એક એવો દસ્તાવેજ છે, જે રાજકીય પક્ષના ઈરાદાઓ, ઉદ્દેશ્યો અને મંતવ્યોને પ્રકાશિત કરતો ઘોષણા પત્ર છે. જ્યારે કોઈ રાજકીય પક્ષ તેના ચોક્કસ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ચૂંટાય છે ત્યારે ચૂંટણી ઢંઢેરાનો ઉપયોગ થાય છે.

રાજકીય પક્ષો પાયાવિહોણા વચન આપી રહ્યા છે

તેમણે કાયદા અને ન્યાય મંત્રાલયને રજિસ્ટર્ડ અને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની કામગીરીનું નિયમન કરવા અને તેમને પોતાના ઢંઢેરાના વચનો માટે જવાબદાર બનાવવા માટે યોગ્ય પગલાં લેવા માટે નિર્દેશોની પણ માગ કરી હતી. અરજદારે કહ્યું કે લોકશાહીનો આધાર નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા છે. જો ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવે તો પ્રતિનિધિત્વની કલ્પના રદબાતલ બની જાય છે. રાજકીય પક્ષો બંધ ન બેસે તેવા મફતના વચનો આપી રહ્યા છે અને જરૂરી વચનો પૂરા કરતા નથી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કોર્ટ જ નાગરિકોની એકમાત્ર આશા

અરજદારે કોર્ટને વધુ વિનંતિ કરી કે શું રાજકીય પક્ષો ખરેખર શાસન અંગે ચિંતિત છે? કે પછી તેઓ લોકશાહીમાં ચૂંટણીની રાજકીય પ્રક્રિયાને તોડી પાડવામાં માને છે. અરજદારે ધ્યાન દોર્યું હતું કે કેન્દ્ર સરકાર અને  ચૂંટણી પંચે રાજકીય પક્ષોની કામગીરીને નિયંત્રિત કરવા અને ઢંઢેરાનું નિયમન કરવા માટે પગલાં લીધાં નથી, તેથી નાગરિકોની એકમાત્ર આશા અદાલત છે.

આ પણ વાંચો :

લો બોલો ! Telanganaમાં કોંગ્રેસના નેતા પર ગધેડાની ચોરીનો આરોપ, પોલીસે ધરપકડ કરી કેસ નોંધ્યો

આ પણ વાંચો :

શું શાહજહાંએ તાજમહેલ બનાવનાર મજૂરોના હાથ કાપી નાખ્યા હતા, જાણો હકીકત

g clip-path="url(#clip0_868_265)">