લો બોલો ! Telanganaમાં કોંગ્રેસના નેતા પર ગધેડાની ચોરીનો આરોપ, પોલીસે ધરપકડ કરી કેસ નોંધ્યો
કોંગ્રેસના નેતા પર એ જ ગધેડા ચોરવાનો આરોપ છે, જેનો ઉપયોગ તેણે તાજેતરમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ સામે વિરોધમાં કર્યો હતો.
Telangana : તેલંગાણાના કરીમનગરમાં કોંગ્રેસના નેતા અને નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના પ્રમુખ બાલમૂરી વેંકટ નરસિંહ રાવ(Balmoori Venkat Narsing Rao) ની ગધેડો ચોરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગુરુવારે રાત્રે તેની હુઝુરાબાદ શહેરમાંથી ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે આ કાર્યવાહી TRS નેતાઓની ફરિયાદના આધારે કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા પર એ જ ગધેડો ચોરી કરવાનો આરોપ છે,
જેનો ઉપયોગ તેણે તાજેતરમાં તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ સામેના વિરોધમાં કર્યો હતો. પોલીસે જણાવ્યું છે કે જમ્મીકુંટાના રહેવાસી તંગુતુરી રાજકુમારે તેમના ગધેડાઓની ચોરીનો આરોપ લગાવતા સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
બાલામુરી સરકારી નોકરીઓના અભાવે સીએમ સામે વિરોધ કરી રહ્યા હતા અને ચંદ્રશેખર રાવની તસવીર ગધેડા પર લગાવી દીધી હતી. આ પછી ટીઆરએસ નેતાઓએ આનો વાંધો ઉઠાવતા પોલીસનો સંપર્ક કર્યો, ત્યારબાદ વેંકટ બાલામૂરની ગધેડા ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી. તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ રેવન્ત રેડ્ડીએ કહ્યું કે નેતાની રાત્રે ધરપકડ કરવી ખોટું છે. રેડ્ડીએ ઘટનાને બેરોજગારી સાથે પણ જોડતા કહ્યું કે વિદ્યાર્થી નેતાઓને રોજગાર સામે વિરોધ કરવાનો બંધારણીય અધિકાર છે.
અનેક કલમોમાં કેસ નોંધાયો
તેમની સામે ગેરકાયદેસર રીતે ભેગા થવા, તોફાનો, ચોરી અને પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા દર્શાવવાના ઈરાદા સાથે કેસ દાખલ કરવામાં આવ્યો છે. એફઆઈઆર ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 143, 153, 504, 379 સાથે આઈટી એક્ટની કલમ 149, 67 અને પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960ની 11 હેઠળ નોંધવામાં આવી છે.
બાલમુરીએ શું કહ્યું
એફઆઈઆર બાદ બાલામુરીએ કહ્યું કે, તેણે ભાડું ચૂકવીને ગધેડો ખરીદ્યો હતો, જ્યારે પોલીસનું કહેવું છે કે, તેણે ગધેડો ચોર્યો હતો. ફરિયાદમાં અન્ય છ લોકોના નામ પણ નોંધાયા છે, પરંતુ તેઓ ફરાર છે. બાલામૂર વેંકટની કરીમનગરની સાતવાહન યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન બાદ ધરપકડ કરવામાં આવી હતી. તે અને અન્ય આરોપીઓ રાજ્યમાં સરકારી નોકરીઓની અછત સામે વિરોધ કરી રહ્યા હતા.