પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડ દ્વારા માત્ર 1 ટકાના વ્યાજ દરે લોન મળે છે ? જાણો શું છે હકીકત

છેલ્લા ઘણા દિવસોથી વોટ્સએપ પર એક મેસેજ વધુને વધુ શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડ દ્વારા 1% વ્યાજ પર લોન આપવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડ દ્વારા માત્ર 1 ટકાના વ્યાજ દરે લોન મળે છે ? જાણો શું છે હકીકત
PIB Fact Check
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 12:03 PM

તમે ક્યાંક સાંભળ્યું કે વાંચ્યું હશે કે પ્રધાનમંત્રી યોજના (Pradhan Mantri Yojana)  હેઠળ 1 ટકાના વ્યાજ દરે આધાર કાર્ડ દ્વારા લોન આપવામાં આવી રહી છે. તો આપને જણાવી દઈએ કે આ દાવો ખોટો છે. સરકાર આવી કોઈ યોજના ચલાવતી નથી. PIB જણાવ્યું હતું કે, આવા મેસેજથી સાવધાન રહો. PIB (The Press Information Bureau) સતત એવા સમાચાર વિશે લોકોને ચેતવણી આપી રહી છે જે અફવાઓ ફેલાવી શકે છે.

જાણો, PIBએ શું કહ્યું

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

સરકારી એજન્સી PIB એ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર (Central Government) ‘પ્રધાનમંત્રી યોજના’ નામની આવી કોઈ યોજના ચલાવતી નથી અને આ યોજના હેઠળ કોઈ લોન આપવામાં આવી રહી નથી.

જાણો સમાચારનું સત્ય કેવી રીતે જાણી શકાય

આપને જણાવી દઈએ કે જો તમને પણ કોઈ સમાચાર અથવા માહિતીમાં (Information) આપવામાં આવેલી હકીકતો અંગે શંકા હોય તો તમે તેને PIB ફેક્ટ ચેક પર મોકલી શકો છો. સંપૂર્ણ તપાસ બાદ તમને સાચી માહિતી આપવામાં આવશે. આ માટે, તમે ઘણા બધા માધ્યમો દ્વારા તમારો મુદ્દો PIB Fact Check ને મોકલી શકો છો.

PIB ફેક્ટ ચેક પોર્ટલ (Portal) ખોલવા માટે વેબસાઈટ https://factcheck.pib.gov.in/ પર જાઓ. આ પછી એક પેજ ખુલશે. હવે, ભાષા પસંદ કરો, ઇમેઇલ સરનામું અને કેપ્ચા દાખલ કરો. પછી સબમિટ બટન દબાવો તમારા ઇમેઇલ સરનામાં પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો અને સબમિટ પર દબાવો.

અહીં યુઝર્સ (Users) એક ફોર્મ પણ ભરવાનું રહે છે. આ ફોર્મમાં નામ, ઇમેઇલ આઈડી, સમાચારની શ્રેણી. આ પછી, તમારે તે સમાચારની વિગતો દાખલ કરવી પડશે કે જેના વિશે તમે માહિતી તપાસવા માંગો છો. ઉલ્લેખનીય છે કે, આ માટે તમારે તે સંદર્ભ માટે લિંક કરવી પડશે જેની હકીકત તમે જાણવા માગો છો. તમે અહીં વિડિઓ, ઓડિયો ક્લિપ પણ અપલોડ કરી શકો છો.

ઉપરાંત, તમે +91 8799711259 પર WhatsApp પણ કરી શકો છો અથવા socialmedia@pib.gov.in પર ઇમેઇલ દ્વારા પણ હકીકત જાણી શકો છો. આ ઉપરાંત, તમે ટ્વિટર પર સંપર્ક કરી શકો છો IPIBFactCheck અથવા /PIBFactCheck Instagram પર અથવા /PIBFactCheck Facebook પરથી પણ માહિતી મેળવી શકો છો.

આ પણ વાંચો: Parliament Monsoon Session: કેન્દ્ર સરકારને ઘેરવા માટે રાહુલ ગાંધીની બ્રેક ફાસ્ટ મિટીંગ બાદ વિપક્ષની સંસદ સુધી સાયકલ માર્ચ, પી એમ મોદીએ કહ્યુ સંસદની ગરીમા જાળવી રાખો

આ પણ વાંચો: Corona in Maharashtra : શું આ મહિનામાં આવશે કોરોનાની ત્રીજી લહેર? મહારાષ્ટ્ર માટે ચિંતાજનક સ્થિતિના સંકેત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">