Parliament Monsoon Session: કેન્દ્ર સરકારને ઘેરવા માટે રાહુલ ગાંધીની બ્રેક ફાસ્ટ મિટીંગ બાદ વિપક્ષની સંસદ સુધી સાયકલ માર્ચ, પી એમ મોદીએ કહ્યુ સંસદની ગરીમા જાળવી રાખો

ઘણા મુદ્દાઓ પર વિપક્ષ કેન્દ્ર પર હુમલો કરી રહ્યું છે. વિપક્ષનો આરોપ છે કે કેન્દ્ર આ મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવાનું ટાળી રહ્યું છે

Parliament Monsoon Session: કેન્દ્ર સરકારને ઘેરવા માટે રાહુલ ગાંધીની બ્રેક ફાસ્ટ મિટીંગ બાદ વિપક્ષની સંસદ સુધી સાયકલ માર્ચ, પી એમ મોદીએ કહ્યુ સંસદની ગરીમા જાળવી રાખો
Parliament Monsoon Session: Rahul Gandhi's Breakfast Meeting to Surround Central Government, 150 Leaders of 17 Parties Attend
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 10:58 AM

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર ચાલુ છે. ચોમાસુ સત્રનો ત્રીજો સપ્તાહ સોમવારથી શરૂ થયો છે. અગાઉ બંને સપ્તાહમાં વિપક્ષ (Opposition)ના હંગામાને કારણે ગૃહની કાર્યવાહી પ્રભાવિત થઈ હતી. ખેડૂત કાયદાઓ, પેગાસસ સ્પાયવેર, કોવિડ -19 અને મોંઘવારી સહિત ઘણા મુદ્દાઓ પર વિપક્ષ કેન્દ્ર પર હુમલો કરી રહ્યું છે. વિપક્ષનો આરોપ છે કે કેન્દ્ર આ મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવાનું ટાળી રહ્યું છે.

આ કારણે સંસદના બંને ગૃહો સતત સ્થગિત કરવામાં આવી રહ્યા છે. મંગળવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ વિપક્ષી સાંસદો અને અન્ય અગ્રણી નેતાઓને મંગળવારે સવારે નાસ્તા માટે આમંત્રણ આપ્યું હતું. રાહુલ ગાંધી સાથે વિપક્ષી દળોના નેતાઓની આ બેઠક દિલ્હીની બંધારણીય ક્લબમાં આયોજિત કરવામાં આવી રહી છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

કેન્દ્રના વિરૂદ્ધમાં વિપક્ષી એકતા મજબુત કરવા માટે રાહુલ ગાંધીએ લોકસભા અને રાજ્યસભાના 100 કરતા વધારે સાંસદોને નાસ્તા પર બોલાવ્યા છે. દિલ્હી કન્સ્ટીટ્યૂશનલ ક્લબમાં 17 પાર્ટીનાં 150 નેતા ઉપસ્થિત રહ્યા છે કે જેની સાથે રાહુલ ગાંધીની બેઠક યથાવત છે. બ્રેકફાસ્ટ મિટીંગ બાદ વિપક્ષી ફ્લોર લીડર્સની બેઠક થશે કે જેથી કરીને મોનસૂન સત્રનાં બાકી બચેલા દિવસો માટે રણનીતિ નક્કી કરશે.

g clip-path="url(#clip0_868_265)">