પાકિસ્તાન સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ઈમરાન ખાનને ઝટકો, 9 એપ્રિલે અવિશ્વાસના પ્રસ્તાવ પર થશે વોટીંગ

આ ઉપરાંત કોર્ટે નેશનલ એસેમ્બલી પણ પુનઃસ્થાપિત કરી છે. આનો સીધો અર્થ એ થયો કે ઈમરાન ખાનને આખરે નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડશે. સુપ્રીમ કોર્ટે 9 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવાનો આદેશ આપ્યો છે.

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ઈમરાન ખાનને ઝટકો,  9 એપ્રિલે અવિશ્વાસના પ્રસ્તાવ પર થશે વોટીંગ
Pakistan Supreme Court
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 10:51 PM
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ( Former Prime Minister of Pakistan Imran Khan) સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. તેમનો પેંતરો કામમાં ન આવ્યો અને સુપ્રીમ કોર્ટે અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવાના નિર્ણયને ગેરબંધારણીય જાહેર કર્યો છે. ગુરુવારે, 5 જજોની મોટી બેન્ચે સર્વસંમતિથી નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો, જેમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. આ સિવાય કોર્ટે નેશનલ એસેમ્બલી પણ પુનઃસ્થાપિત કરી છે. આનો સીધો અર્થ એ થયો કે ઈમરાન ખાનને આખરે નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડશે. સુપ્રીમ કોર્ટે 9 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવાનો આદેશ આપ્યો છે.

પાકિસ્તાનમાં 9 એપ્રિલે સવારે 11 વાગ્યે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પાકિસ્તાનની સંસદ ફરી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે સર્વસંમતિથી પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.

પાકિસ્તાનની સંસદ પર નજર કરીએ તો નેશનલ એસેમ્બલીમાં 342 સીટો છે. પાકિસ્તાનની સત્તા મેળવવા માટે 172 બેઠકો મેળવવી જરૂરી છે. પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ઈમરાન પાસે 142 સાંસદો છે જ્યારે વિપક્ષ પાસે 199 સાંસદોની બહુમતી છે.

આ પણ વાંચો : અલ-કાયદાનો ખૂંખાર અને નંબર 2 આતંકવાદી અલ-ઝવાહિરી હજુ જીવતો ! ભારતના ‘હિજાબ વિવાદ’ પર ઝેર ઓક્યુ, મુસ્લિમ વિદ્યાર્થીનીની કરી પ્રશંસા

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

g clip-path="url(#clip0_868_265)">