AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka Crisis: રાષ્ટ્રપતિ રાજપક્ષેનો રાજીનામાંથી ઈનકાર, આર્થિક સંકટમાં ફસાયેલા શ્રીલંકાએ અત્યાર સુધી છાપ્યા 432 અરબ રૂપિયા

Sri Lanka Crisis: પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે અમારા દેશના પાડોશી અને મોટા ભાઈ તરીકે ભારતે હંમેશા અમારી મદદ કરી છે. અમે ભારત સરકાર અને પીએમ મોદીના આભારી છીએ.

Sri Lanka Crisis: રાષ્ટ્રપતિ રાજપક્ષેનો રાજીનામાંથી ઈનકાર, આર્થિક સંકટમાં ફસાયેલા શ્રીલંકાએ અત્યાર સુધી છાપ્યા 432 અરબ રૂપિયા
Doctors also joined the people's demonstration in Sri LankaImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 12:26 PM
Share

આર્થિક સંકટનો મોટો સામનો કરી રહેલા શ્રીલંકામાં (Sri Lanka Crisis) રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa) આર્થિક સંકટનો (economic crisis) સામનો કરવામાં નિષ્ફળ જવા બદલ રાજીનામું આપવાના દબાણ હેઠળ છે. વિપક્ષી પાર્ટીઓ તેમજ સ્થાનિક લોકો રાજીનામાને લઈને રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે, પરંતુ રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજીનામું આપવાના નથી. બીજી તરફ પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ મદદ માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે.

શ્રીલંકાની સરકારે બુધવારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે કોઈપણ સંજોગોમાં રાજીનામું આપશે નહીં અને તેઓ વર્તમાન સમસ્યાઓનો સામનો કરશે. સરકારે કટોકટી લાદવાના રાજપક્ષેના નિર્ણયનો પણ બચાવ કર્યો હતો, જેને પાછળથી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. રાજપક્ષેએ દેશની બગડતી આર્થિક કટોકટી અને તેમના રાજીનામાની માંગને લઈને વ્યાપક વિરોધને કારણે 1 એપ્રિલના રોજ કટોકટીની સ્થિતિ લાદી હતી.

બીજી તરફ પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે અમારા દેશના પાડોશી અને મોટા ભાઈ તરીકે ભારતે હંમેશા અમારી મદદ કરી છે. અમે ભારત સરકાર અને પીએમ મોદીના આભારી છીએ. અમારા માટે વર્તમાન પરિસ્થિતિને કારણે ટકી રહેવું સરળ નથી. અમે ભારત અને અન્ય દેશોની મદદથી આ સંકટમાંથી બહાર આવવાની આશા રાખીએ છીએ.

ઈમરજન્સી સામે આજે સુનાવણી થશે

શ્રીલંકામાં 1થી 4 એપ્રિલ સુધી લાદવામાં આવેલી કટોકટી, કર્ફ્યુ અને સોશિયલ મીડિયા પ્રતિબંધોને પડકારતી અરજી પર આજે સુનાવણી થઈ શકે છે.

શ્રીલંકાએ છાપ્યા 432.76 અબજ રૂપિયા

શ્રીલંકાની સેન્ટ્રલ બેંકે બુધવારે 119.08 અબજ રૂપિયા છાપ્યા છે. આ વર્ષમાં અત્યાર સુધીમાં 432.76 અબજ રૂપિયા પ્રિન્ટ થયા છે. શ્રીલંકા આના દ્વારા પોતાને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માગે છે.

અમેરિકાએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી

અમેરિકાએ શ્રીલંકામાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. દેશમાં ઈંધણ અને દવાઓની અછત તરફ ઈશારો કરતા અમેરિકાની ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં આતંકવાદી ખતરો પણ છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ‘કોવિડ અને ઈંધણ અને દવાઓની અછતને કારણે શ્રીલંકાની યાત્રા કરતા પહેલા ફરી વિચાર કરો. શ્રીલંકામાં પણ આતંકનો ખતરો છે.

આ પણ વાંચો: રશિયાને અવળચંડાઈ ભારે પડશે ! માનવ અધિકાર પરિષદમાંથી બાકાત રાખવા માટે આજે UN માં મતદાન

આ પણ વાંચો: ડ્રેગનના વધુ એક કુકર્મનો થયો પર્દાફાશ ! મૃત્યુદંડની સજા પામેલા કેદીઓના હૃદય કાઢીને જધન્ય અપરાધ કરી રહ્યું છે ચીન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">