Opposition Unity: વિપક્ષી એકતાની કવાયત, નીતિશ કુમાર 20 જૂને તમિલનાડુ જશે, એમકે સ્ટાલિનને આપશે ખાસ આમંત્રણ
આ બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, તેજસ્વી યાદવ સહિતના 17 થી 18 પક્ષોના અગ્રણી નેતાઓ હાજરી આપશે.
Bihar: બિહારમાં ભાજપ (BJP) વિરોધી પાર્ટીઓની બેઠક 23 જૂને યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, AAP સંયોજક અરવિંદ કેજરીવાલ, તમામ ડાબેરી પક્ષોના અગ્રણી નેતાઓ, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, તેજસ્વી યાદવ સહિતના 17 થી 18 પક્ષોના અગ્રણી નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે.
આ બેઠકમાં લાલુ યાદવ પણ હાજર રહેવાના હોવાનું કહેવાય છે. દરમિયાન, સમાચાર છે કે સીએમ નીતિશ કુમાર 20 જૂને તમિલનાડુના સીએમને મળવા જશે. નીતિશ કુમાર ત્યાં એમકે સ્ટાલિનને મળશે અને તેમને ભાજપ વિરોધી પક્ષોની બેઠકમાં હાજરી આપવા આમંત્રણ આપશે.
નવીન પટનાયકે નીતિશ કુમાર સાથે આવવાની ના પાડી
વિપક્ષી એકતાની કવાયતમાં વ્યસ્ત નીતીશ કુમાર એનસીપી પ્રમુખ શરદ પવાર, ઉદ્ધવ ઠાકરેને મળવા મુંબઈ ગયા હતા. આ પહેલા નીતીશ કુમાર કોલકાતામાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને લખનૌમાં યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવને મળ્યા હતા. નીતીશ કુમાર ઓડિશાના સીએમ નવીન પટનાયકને મળવા માટે ભુવનેશ્વર પણ ગયા હતા પરંતુ પટનાયકે નીતિશ કુમાર સાથે જવાની ના પાડી દીધી હતી.
વિપક્ષી એકતાની કવાયતમાં નીતિશ કુમાર
બિહારમાં મહાગઠબંધનની સરકાર બન્યા પછી, વિપક્ષી એકતાની કવાયતમાં વ્યસ્ત નીતિશ કુમારે દિલ્હીમાં સૌપ્રથમ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી અને હવે તેઓ વિપક્ષી એકતાની કવાયતમાં પ્રથમવાર દક્ષિણ ભારતની મુલાકાત લેશે.
આ પણ વાંચો : Manipur Violence: મણિપુરમાં સ્થિતિ વણસી રહી છે, ભાજપના સહયોગી NPP એ કહ્યુ- ગઠબંધન પર વિચાર કરવો પડશે
12 જૂને યોજાનારી બેઠક એમકે સ્ટાલિનના કારણે મોકૂફ રાખવામાં આવી
નીતીશ કુમાર ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં પણ ભાગ લેવાના છે. આ કાર્યક્રમમાં પોતાનું સંબોધન પણ આપશે. આ પછી તેઓ તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનને મળશે અને તેમને વિપક્ષી એકતાની બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપશે. 12 જૂને યોજાનારી બેઠક એમકે સ્ટાલિનના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ સ્ટાલિને પોતાના વ્યસ્ત કાર્યક્રમને કારણે મીટીંગમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ હવે જ્યારે નીતીશ કુમાર તેમને આમંત્રણ આપવા જઈ રહ્યા છે ત્યારે તેમના આગમનની વાત કહેવામાં આવી રહી છે.