અદાણીનો મેગા પ્લાન! ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને પોર્ટ વ્યવસાય સહિતના ક્ષેત્રોમાં ₹12 લાખ કરોડનું રોકાણ થશે
દેશનું અગ્રણી બિઝનેસ હાઉસ અદાણી ગ્રુપ આગામી 6 વર્ષમાં ભારતમાં ₹12 લાખ કરોડનું રોકાણ કરશે. આ રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ, રિન્યૂએબલ એનર્જિ અને પોર્ટ વ્યવસાય સહિતના ક્ષેત્રોમાં કરવામાં આવશે.

દેશનું અગ્રણી બિઝનેસ હાઉસ અદાણી ગ્રુપ આગામી 6 વર્ષમાં ભારતમાં ₹12 લાખ કરોડનું રોકાણ કરશે. આ રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ, રિન્યૂએબલ એનર્જિ અને પોર્ટ વ્યવસાય સહિતના ક્ષેત્રોમાં કરવામાં આવશે.
દેશનું અગ્રણી બિઝનેસ હાઉસ અદાણી ગ્રુપ આગામી 6 વર્ષમાં ભારતમાં ₹12 લાખ કરોડનું રોકાણ કરશે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ આગામી 6 વર્ષમાં ₹12 લાખ કરોડ સુધીનું રોકાણ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, આ રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ, રિન્યૂએબલ એનર્જિ અને પોર્ટ વ્યવસાય સહિતના ક્ષેત્રોમાં કરવામાં આવશે.
ગૌતમ અદાણીએ શું કહ્યું?
ગૌતમ અદાણીએ કહ્યું કે, “દેશમાં રોકાણની અપાર તકો છે. અમે આગામી 6 વર્ષમાં ભારતમાં ₹10 થી 12 લાખ કરોડનું રોકાણ કરીશું.” તેમણે વધુમાં કહ્યું કે, કોર્પોરેટ ભારત અને ઉદ્યોગપતિઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભરતાના આહ્વાનમાં જોડાઈ રહ્યા છે, જેને તેમણે ભારતની નવી સ્વતંત્રતા તરીકે વર્ણવી હતી.”
રોકાણ ક્યાં કરવામાં આવશે?
તેમણે કહ્યું કે, પ્રસ્તાવિત રોકાણોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ, રિન્યૂએબલ એનર્જિ અને પોર્ટ વ્યવસાય ક્ષેત્રનો સમાવેશ થશે. અદાણીએ કહ્યું કે, ‘અમે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી નવીનીકરણીય ઉર્જા કંપનીઓમાંની એક બનવા માટે રોકાણ કર્યું છે.’
6 કરોડથી વધુ ઘરોને વીજળી આપવા બરાબર છે
અદાણી ગ્રુપ ગુજરાતના ખાવડામાં 520 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ વિશ્વનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવી રહ્યું છે. સંપૂર્ણ ક્ષમતા સાથે, આ પાર્ક વર્ષ 2030 સુધીમાં 30 ગીગાવોટ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરે તેવી અપેક્ષા છે, જે વાર્ષિક 6 કરોડથી વધુ ઘરોને વીજળી આપવા બરાબર છે. અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે 10 ડિસેમ્બરના રોજ તેનો 24,000 કરોડ રૂપિયાનો રાઇટ્સ ઇશ્યૂ બંધ કર્યો.
