AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDIA ના નામથી ઓળખાશે વિરોધ પક્ષોનું ગઠબંધન, જાણો શું છે તેનો અર્થ

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આ તમામ પક્ષોની બેઠક ચાલી રહી છે. આ બેઠકના બીજા દિવસે એટલે કે આજે મહાગઠબંધનના નામ પર મહોર લગાવવામાં આવી છે. NDA નો સામનો કરવા માટે વિપક્ષી પાર્ટીઓએ તેમના ગઠબંધનને INDIA નામ આપ્યું છે.

INDIA ના નામથી ઓળખાશે વિરોધ પક્ષોનું ગઠબંધન, જાણો શું છે તેનો અર્થ
Opposition Meeting
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 4:23 PM
Share

દેશમાં આગામી 2024 માં લોકસભા ચૂંટણી (Lok Sabha Election) યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીને (BJP) હરાવવા માટે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ સહિત 25થી વધુ પાર્ટીઓ એક મંચ પર આવી છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આ તમામ પક્ષોની બેઠક ચાલી રહી છે. આ બેઠકના બીજા દિવસે એટલે કે આજે મહાગઠબંધનના નામ પર મહોર લગાવવામાં આવી છે. NDA નો સામનો કરવા માટે વિપક્ષી પાર્ટીઓએ તેમના ગઠબંધનને INDIA નામ આપ્યું છે.

શિવસેના (UBT) નેતા પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વિટ કર્યું

INDIA ના નામના અર્થની જો વાત કરવામાં આવે તો I- ઈન્ડિયા, N- નેશનલ, D- ડેમોક્રેટિક, I- ઈન્ક્લુઝિવ અને A- એલાયન્સ છે. શિવસેના (UBT) નેતા પ્રિયંકા ચતુર્વેદીએ આ અંગે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું કે, 2024માં Team INDIA Vs Team NDA. Chak De, INDIA!

આ બેઠકમાં 26 પક્ષો ભાગ લઈ રહ્યા છે

રાષ્ટ્રીય જનતા દળે ગઠબંધનના આ નામને ભારતનું પ્રતિબિંબ ગણાવ્યું છે. પાર્ટીએ ટ્વીટ કર્યું કે, હવે ભાજપને ઈન્ડિયા કહેવામાં પણ પીડા થશે. જણાવી દઈએ કે આજે બેંગલુરુમાં વિરોધ પક્ષોની બેઠકનો બીજો દિવસ છે. આ બેઠકમાં 26 પક્ષો ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચો : Breaking News: કોંગ્રેસ વડાપ્રધાન પદની રેસમાં નથી, વિપક્ષની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેનું મોટું નિવેદન

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહારના સીએમ નીતિશ કુમાર, ઝારખંડના સીએમ હેમંત સોરેન આ બેઠકમાં હાજરી આપી રહ્યા છે. આ સિવાય સપા પ્રમુખ અખિલેશ યાદવ, આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને અન્ય નાની પાર્ટીઓના નેતાઓ હાજર છે.

આ પહેલા 23 જૂને બિહારની રાજધાની પટનામાં વિપક્ષી પાર્ટીઓની એક બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ, TMC, AAP, CPI, CPI-M, RJD, JMM, NCP, શિવસેના (UBT), SP અને JDU સહિત 15 પાર્ટીઓએ ભાગ લીધો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
g clip-path="url(#clip0_868_265)">