One Nation One Election: ‘એક દેશ એક ચૂંટણી’ને લઈ કમિટીની આજે પ્રથમ બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

બેઠકમાં સમિતિ ચૂંટણી સંબંધિત તમામ પક્ષોના મંતવ્યો જાણશે અને તેમાં રાજ્યોના પડકારો પર ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં તેના અમલીકરણની પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, સંભવિત અવરોધો પર ચર્ચા કરવામાં આવશે અને તેના કાયદાકીય પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે.

One Nation One Election: 'એક દેશ એક ચૂંટણી'ને લઈ કમિટીની આજે પ્રથમ બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
One Nation One Election
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 8:47 AM

One Nation One Election: દેશમાં એક સાથે ચૂંટણી યોજવાની શક્યતા ચકાસવા અને ભલામણો કરવા માટે આજે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની (Ramnath Kovind) આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિની પ્રથમ બેઠક યોજાવા જઈ રહી છે. બેઠકમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સમિતિના સભ્યો સાથે લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે કરાવવાની શક્યતાઓ પર ચર્ચા કરશે.

બેઠકમાં સમિતિ ચૂંટણી સંબંધિત તમામ પક્ષોના મંતવ્યો જાણશે અને તેમાં રાજ્યોના પડકારો પર ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં તેના અમલીકરણની પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, સંભવિત અવરોધો પર ચર્ચા કરવામાં આવશે અને તેના કાયદાકીય પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: સંસદમાં અભદ્ર ભાષા બોલતા રમેશ બિધુરીના વાયરલ થયેલા વીડિયોમાં હસતા દેખાતા રવિશંકર અને હર્ષવર્ધને કરી સ્પષ્ટતા

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

અગાઉ 2 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે એક દેશ એક ચૂંટણી પર આઠ સભ્યોની સમિતિની રચના કરી હતી. ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, એનકે સિંહ, સુભાષ સી કશ્યપ, હરીશ સાલ્વે અને સંજય કોઠારી સમિતિના સભ્યો છે. 1990માં કાયદા પંચે તેના અહેવાલમાં એક દેશ, એક ચૂંટણીને સમર્થન આપ્યું હતું. લૉ કમિશને પણ પાર્ટી રિફોર્મની વાત કરી હતી. તેમજ કાયદા પંચે NOTAનો વિકલ્પ આપવા જણાવ્યું હતું.

વન નેશન વન ઈલેક્શનથી શું થશે ફાયદો?

દેશમાં વન નેશન- વન ઈલેક્શનનો નિર્ણય લાગુ પડશે તો દરેક રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી એક સાથે જ યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક અવસરે આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે અને હવે તેને લઈને દેશમાં વાતાવરણ સર્જાર્યુ છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ કાયદા પંચે વન નેશન- વન ઈલેક્શન પર લોકોનો અભિપ્રાય માંગ્યો હતો.

વડાપ્રધાન મોદીએ સંસદમાં કહ્યું હતું કે કોઈએ વન નેશન- વન ઈલેક્શનના મુદ્દા પર વિગતવાર ચર્ચા થવી જોઈએ. પીએમ મોદીએ કહ્યું હતું કે દેશનો સમય, ખર્ચ અને વિકાસની ગતિને ઝડપી બનાવવા માટે વન નેશન- વન ઈલેક્શન સમયની જરૂરિયાત છે અને કહ્યું હતું કે આપણે આ દિશામાં કામ કરવું જોઈએ.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">