રાહુલ ગાંધીએ જહાંગીરપુરીમાં ડિમોલિશન પર કહ્યું કે, ‘બુલડોઝરથી ઘર નહિં પણ બંધારણ ધ્વસ્ત થઈ રહ્યું છે’

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તાર જહાંગીરપુરીમાં ડીમોલેશન પર કહ્યું કે, નફરતના બુલડોઝર બંધ કરવા જોઈએ અને પાવર પ્લાન્ટ શરૂ કરવા જોઈએ.

રાહુલ ગાંધીએ જહાંગીરપુરીમાં ડિમોલિશન પર કહ્યું કે, 'બુલડોઝરથી ઘર નહિં પણ બંધારણ ધ્વસ્ત થઈ રહ્યું છે'
Rahul Gandhi (File Photo)
TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Apr 20, 2022 | 6:07 PM

કોંગ્રેસે બુધવારે આરોપ લગાવ્યો છે કે, દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તાર જહાંગીરપુરી હિંસામાં (Jahangirpuri Violence) બુલડોઝર ચલાવવામાં આવતા બુલડોઝર દ્વારા દેશના બંધારણને ધ્વસ્ત કરવામાં આવી રહ્યું છે. સરકાર પર નિશાન સાધતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કહ્યું કે, નફરતના બુલડોઝર બંધ કરવા જોઈએ અને પાવર પ્લાન્ટ શરૂ કરવા જોઈએ. સમાચાર શેર કરતાં તેમણે દેશમાં કથિત કોલસાની અછતનો મુદ્દો ઉઠાવ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો ભંડાર ખતમ થઈ ગયો છે. કોંગ્રેસ નેતાએ ટ્વીટ કર્યું, આઠ વર્ષમાં મોટી મોટી વાતો કરવાનું પરિણામ એ આવ્યું કે માત્ર આઠ દિવસનો કોલસો બચ્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યું, મોદીજી મંદી નજીક છે. પાવર કટના કારણે નાના ઉદ્યોગો મૃત્યુ પામશે, જેના કારણે વધુ નોકરીઓ જતી રહેશે. નફરતના બુલડોઝર બંધ કરો, પાવર પ્લાન્ટ શરૂ કરો. કોંગ્રેસે પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા કહ્યું બુલડોઝર માત્ર ઘરોને નથી તોડી રહ્યા તમારું-અમારું બંધારણ ધ્વસ્ત થઈ રહ્યું છે. પાર્ટીએ એમ પણ કહ્યું કે, દિલ્હી ભાજપ-આમ આદમી પાર્ટીની નફરતની નવી પ્રયોગશાળા બની ગઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનું મૌન ક્યાંક તેમની સંમતિમાં છે, જ્યારે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળ સ્થિતિ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે.

આપણે સાથે મળીને નફરત સામે અવાજ ઉઠાવવો જોઈએઃ રાહુલ

રાહુલે વધુમાં કહ્યું કે, આપણે બધાએ સાથે મળીને આ નફરત સામે અવાજ ઉઠાવવો જોઈએ. કોંગ્રેસ મહાસચિવ તારિક અનવરે આરોપ લગાવ્યો કે, દેશમાં ચાલી રહેલી નફરતની રાજનીતિનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવવાનો છે. તેમણે આરોપ લગાવ્યો કે, વડાપ્રધાનનું મૌન ખતરનાક છે. તેના મૌન માટે બે જ કારણ હોઈ શકે. કાં તો તેઓ નફરતની ઝુંબેશને સમર્થન આપે છે અથવા દેશમાં શું થઈ રહ્યું છે તેની તેમને કોઈ પરવા નથી. નોંધનીય છે કે જહાંગીરપુરીમાં ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (NDMC) દ્વારા અતિક્રમણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

સરઘસ દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી

બાદમાં સુપ્રીમ કોર્ટે આના પર સ્ટે મૂકી દીધો હતો અને યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. જહાંગીરપુરીમાં શનિવારે હનુમાન જયંતી શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં આઠ પોલીસ કર્મચારીઓ અને એક સ્થાનિક રહેવાસી ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અથડામણ દરમિયાન પથ્થરમારો અને આગચંપી કરવામાં આવી હતી અને કેટલાક વાહનોને પણ સળગાવી દેવામાં આવ્યા હતા.

(ભાષા ઇનપુટ સાથે)

આ પણ વાંચો: શિક્ષકનો સેવાયજ્ઞ : આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ છોડનાર દીકરીઓને ઘરે ઘરે જઈ આપી રહ્યા છે શિક્ષણ

આ પણ વાંચો: દુબઇ અને અબુધાબીમાં નોકરી કરવાનું તમારું સપનું થશે સાકાર, વિઝા અને નાગરિકતાના નિયમો સરળ બનાવાયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati