AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશનું ખાઈને દેશ સાથે ગદ્દારી કરનારો NIAનો અધિકારી ઝડપાયો, આતંકવાદી સંગઠન લશ્કર માટેના ગોપનીય દસ્તાવેજો લીક કરવાનો છે આરોપ

નેગી કાશ્મીર કેન્દ્રિત આતંકવાદી કેસોમાં મુખ્ય તપાસકર્તા હતા. હાલમાં અરવિંદ દિગ્વિજય નેગી શિમલા પોલીસ અધિક્ષક (SP) તરીકે તૈનાત છે.

દેશનું ખાઈને દેશ સાથે ગદ્દારી કરનારો NIAનો અધિકારી ઝડપાયો, આતંકવાદી સંગઠન લશ્કર માટેના ગોપનીય દસ્તાવેજો લીક કરવાનો છે આરોપ
NIA Investigation
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 7:58 AM
Share

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ(National Investigation Agency) શુક્રવારે તેના ભૂતપૂર્વ પોલીસ અધિક્ષક અને IPS અધિકારી અરવિંદ દિગ્વિજય નેગીની પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના(Lashkar-e-Taiba) સભ્યને ગુપ્ત દસ્તાવેજો લીક કરવા બદલ ધરપકડ કરી હતી. એજન્સીના પ્રવક્તાએ આ જાણકારી આપી. પ્રવક્તાએ કહ્યું કે ભારતીય પોલીસ સેવાની (Indian Police Service) 2011 બેચમાં પ્રમોટ થયેલા નેગીની NIA દ્વારા નોંધાયેલા કેસના સંબંધમાં ગયા વર્ષે 6 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલો ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓનું કાવતરું ઘડવા અને તેને અંજામ આપવા માટે પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા નેટવર્કના પ્રસારને લગતો છે. NIAએ આ કેસમાં અગાઉ છ લોકોની ધરપકડ કરી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે NIAમાંથી પરત ફર્યા બાદ શિમલામાં પોસ્ટીંગ કરવામાં આવેલ નેગીની ભૂમિકાની તપાસ કરવામાં આવી હતી અને તેના ઘરોની તપાસ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે એવું પણ જાણવા મળ્યું છે કે NIAના સત્તાવાર ગોપનીય દસ્તાવેજો નેગી દ્વારા અન્ય આરોપી વ્યક્તિને લીક કરવામાં આવ્યા હતા, જે લશ્કરનો સભ્ય છે. નેગી કાશ્મીર કેન્દ્રિત આતંકવાદી કેસોમાં મુખ્ય તપાસકર્તા હતા. હાલમાં અરવિંદ દિગ્વિજય નેગી શિમલા પોલીસ અધિક્ષક (SP) તરીકે તૈનાત છે.

અગાઉ સોમવારે, યુએન સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી સમિતિના અધ્યક્ષ રાજદૂત ટીએસ તિરુમૂર્તિએ તાલિબાન, અલ-કાયદા અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો જેમ કે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ વચ્ચેના સંબંધો પર ચિંતા વ્યક્ત કરી હતી. હતી. ટીએસ તિરુમૂર્તિએ કહ્યું છે કે સુરક્ષા પરિષદ દ્વારા પ્રતિબંધિત તાલિબાન, અલ-કાયદા અને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો વચ્ચેના સંબંધો ચિંતાનો બીજો સ્ત્રોત છે અને તેથી ત્યાં ગંભીર ચિંતા છે કે અફઘાનિસ્તાન અલ કાયદા અને આ ક્ષેત્રના ઘણા આતંકવાદી જૂથો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની શકે છે.

તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તામાં વધારો એ ક્ષેત્રની બહાર, ખાસ કરીને આફ્રિકાના ભાગોમાં, જ્યાં આતંકવાદી જૂથો તાલિબાનના ઉદાહરણનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી શકે છે, તેની બહાર એક જટિલ સુરક્ષા ખતરો ઉભો કરે છે. તાજેતરમાં, ભારતે પાડોશી દેશ પાકિસ્તાનનો આડકતરો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે કેટલાક આતંકવાદી સંગઠનોએ માનવતાવાદી કાર્ય માટે આપવામાં આવેલી છૂટનો પૂરો ફાયદો ઉઠાવીને યુએન સુરક્ષા પરિષદના પ્રતિબંધ શાસનની ‘મજાક’ કરી છે.

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">