Surgical Strike મામલે તેલંગાણાના મુખ્યપ્રધાને ઉઠાવ્યા સવાલ, આસામમાં ચંદ્રશેખર રાવ વિરુધ્ધ ફરિયાદ દાખલ
'સર્જિકલ સ્ટ્રાઈક' વિશે તેલંગાણાના મુખ્યમંત્રી રાવની ટિપ્પણી પર જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યુ કે, "ભારતીય સેનાની બહાદુરી પર કોઈને શંકા નથી... ભગવાન આવા લોકોને આશીર્વાદ આપે જેથી તેઓ રાષ્ટ્ર અને દેશની સેવા કરી શકે."
‘સર્જિકલ સ્ટ્રાઈક’ને લઈને તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની (K Chandra Sekhar Rao) ટિપ્પણી બાદ મામલો ગરમાયો છે. અનેક કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓ દ્વારા ટીકા કરવામાં આવ્યા બાદ હવે આસામ પોલીસના સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, ભાજપના કેટલાક સમર્થકોની ફરિયાદના આધારે આસામ પોલીસે (Asaam Police) તેલંગાણાના મુખ્યમંત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
On the basis of complaints from various BJP supporters, Assam Police to file a case against Telangana CM for questioning the Army by demanding proof for surgical strike and thereby encouraging anti-India sentiments: Assam Police sources
— ANI (@ANI) February 15, 2022
સર્જિકલ સ્ટ્રાઈક પર રાહુલ ગાંધીએ પુરાવા માગ્યા એ ખોટું નથી
સેનાની સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવતા CM કેસીઆરએ કહ્યુ હતુ કે, સર્જિકલ સ્ટ્રાઈક પર રાહુલ ગાંધીએ પુરાવા માગ્યા ખોટું નથી. ભાજપ હંમેશા ખોટો પ્રચાર કરે છે.ઉપરાંત તેણે એક પ્રશ્નના જવાબમાં કહ્યુ કે, હું પણ પુરાવા માંગું છું. રાહુલ ગાંધીએ જે પૂછ્યું છે તેમાં કંઈ ખોટું નથી.
ભગવાન આવા લોકોને બુદ્ધિ આપેઃ મનોજ સિન્હા
અગાઉ તેલંગાણાના મુખ્યમંત્રી કે.કે. ચંદ્રશેખર રાવની ટિપ્પણી પર, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યુ હતુ કે, “ભારતીય સેનાની બહાદુરી પર કોઈને શંકા નથી… ભગવાન આવા લોકોને આશીર્વાદ આપે જેથી તેઓ દેશ અને સેના વિશે વધુ સારી રીતે વિચાર કરી શકે.”
No one has an ounce of doubt about the Indian Army’s bravery… May God give good sense to such people so that they can have a better thought process about the country & the Army: J&K Lieutenant Governor Manoj Sinha, over Telangana CM KCR’s statement on surgical strike pic.twitter.com/lI0bvq0Fhu
— ANI (@ANI) February 15, 2022
CM કેસીઆરના નિવેદન સામે વાંધો વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ સોમવારે કહ્યુ હતુ કે બાલાકોટ એરસ્ટ્રાઈક પછી છ મહિનાથી વધુ સમય માટે પાકિસ્તાને પોતાના એરસ્પેસને નો-ફ્લાય ઝોન તરીકે જાહેર કર્યા તે પૂરતા પુરાવા નથી.
આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમારે આપ્યુ રાજીનામુ