AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં હવે આતંકી હુમલો કરાવ્યો તો પાકિસ્તાનનો નાક-નકશો ફરી જશે- એસ જયશંકર

ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, પાકિસ્તાને આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ કરવી પડશે. જો પાકિસ્તાન આમ નહીં કરે તો તેણે તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. પાકિસ્તાને આ વાત સારી રીતે સમજવી જોઈએ. તેમણે કહ્યું કે ભારત આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવા માંગે છે.

ભારતમાં હવે આતંકી હુમલો કરાવ્યો તો પાકિસ્તાનનો નાક-નકશો ફરી જશે- એસ જયશંકર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2025 | 6:22 PM
Share

વિદેશ મંત્રી એસ જયશંકર નેધરલેન્ડની ત્રણ દિવસની મુલાકાતે છે. જ્યાં તેમણે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી આતંકવાદી પ્રવૃત્તિઓ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન પોતાની આદતો નહીં છોડે અને આતંકવાદી હુમલા ચાલુ રાખે છે તો પાકિસ્તાનને તેના અતિ ગંભીર પરિણામો હવે ભોગવવા પડશે.

તેમણે વધુમાં કહ્યું કે, એવું તો શક્ય જ નથી કે પાકિસ્તાનની સરકાર કે તેની સેનાની જાણ બહાર આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલી રહી હોય. ભારતમાં થઈ રહેલા તમામ આતંકવાદી હુમલાઓમાં, પાકિસ્તાનની સેના અને સરકારનો સંપૂર્ણ સાથ અને ટેકો આતંકવાદીઓને મળે છે.

નેધરલેન્ડ્સમાં મીડિયા સાથે વાત કરતી વખતે, એસ જયશંકરે, ભારત અને પાકિસ્તાન બંને દેશો વચ્ચે સર્જાયેલ યુદ્ધ જેવી સ્થિતિમાં ટ્રમ્પે મધ્યસ્થી કરીને યુદ્ધવિરામ કરાવ્યો હોવાની વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેનો લશ્કરી સંઘર્ષ પરસ્પર વાતચીત પછી જ સમાપ્ત થયો છે. આમાં કોઈ ત્રીજા પક્ષની, ત્રીજા દેશની કે કોઈ વ્યક્તિની ભૂમિકા નહોતી.

પાકિસ્તાનમાં આતંકવાદ વધી રહ્યો છે

એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાન એ વાતનો ઇનકાર કરી શકે નહીં કે પાકિસ્તાનમાં આતંકવાદ ફૂલીફાલી રહ્યો નથી. દુનિયાએ પાકિસ્તાનના મગરના આંસુ જોઈને એવું ના માનવું જોઈએ કે પાકિસ્તાનને આતંકવાદી પ્રવૃત્તિઓ વિશે કંઈ ખબર નથી. કારણ કે સંયુક્ત રાષ્ટ્ર (UN) એ એવા ઘણાબધા આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કર્યા છે જેનો સીધો સંબંધ પાકિસ્તાન સાથે છે.

એસ જયશંકરે વધુમાં કહ્યું, ‘સંયુક્ત રાષ્ટ્ર (યુએન) બ્લેકલિસ્ટમાં જે આતંકવાદીઓ છે તેમાના સૌથી વધુ કુખ્યાત આતંકવાદીઓ પાકિસ્તાનમાં જ સંતાયેલા છે.’ તેઓ મોટા શહેરોમાં દિવસે સક્રિય હોય છે. અમને ખબર છે કે તેઓ ક્યાં રહે છે. તેમની પ્રવૃત્તિઓ પણ જાણીતી છે. તેમના પરસ્પર સંપર્કો જાણીતા છે. તો તેઓ એવો ડોળ ના કરી શકે કે પાકિસ્તાન આમાં સામેલ નથી. સરકાર અને સેના બંને આમાં સંપૂર્ણપણે સામેલ છે.

પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી

એસ જયશંકરે પાકિસ્તાનને આતંકવાદી પ્રવૃત્તિઓ અંગે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું, ‘જો પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ નહીં કરે, તો પાકિસ્તાનને ગંભીર પરિણામો ભોગવવા પડશે, પાકિસ્તાનીઓએ આ વાત સારી રીતે સમજવી જોઈએ.’ પહેલગામ હુમલાને યાદ કરતાં તેમણે કહ્યું કે જો આવો કોઈ આતંકવાદી હુમલો ફરીથી થશે તો પાકિસ્તાનનો નાક અને નકશો બન્ને બદલાઈ જશે એ ચોક્કસ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને એ ના ભૂલવું જોઈએ કે ઓપરેશન સિંદૂર મુલતવી રખાયું છે, બંધ નથી કરાયું.

તેમણે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના પહેલગામના બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલાને યાદ કર્યો, જેમાં 26 હિન્દુ પ્રવાસી લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના નાગરિકો હતા. પહેલગામ હુમલા અંગે તેમણે કહ્યું કે આ હુમલાને જાણી જોઈને ધાર્મિક રંગ આપવામાં આવ્યો હતો. જેનો ઉદ્દેશ્ય દેશમાં ધર્મના આધારે હિંસા વધારવાનો હતો. વધુમાં તેમણે કહ્યું કે દુનિયાએ આવી ક્રિયાઓને સ્વીકારવી જોઈએ નહીં.

દેશના વિભિન્ન પ્રાંતના સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">