VIDEO : હવે બિહારમાં પણ હિજાબ વિવાદ, બેંક કર્મચારીએ યુવતીને હિજાબ ઉતારવાનુ કહેતા વિવાદ વણસ્યો
આ વીડિયો વાયરલ થયા બાદ તેના પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. બિહારમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.
Hijab Controversy In Bihar : એક તરફ સમગ્ર દેશમાં હિજાબને (Hijab Controversy) લઈને હોબાળો મચી ગયો છે. શાસક પક્ષ અને વિપક્ષ પણ આ મામલાને લઈને આમને-સામને આવી છે, ત્યારે બિહારના બેગુસરાઈમાં પણ હિજાબને લઈને એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો (Viral Video) મનસૂરચક બ્લોકનો જણાવવામાં આવી રહ્યો છે.
બેંક કર્મચારીઓએ તેની પુત્રીને હિજાબ ઉતારવા કહ્યું…!
વાયરલ વીડિયોને લઈને એક યુવતીએ બેંક કર્મચારીઓ પર આરોપ લગાવ્યો છે કે, જ્યારે તે પૈસા ઉપાડવા માટે યુકો બેંક પહોંચી તો બેંક અધિકારીઓએ તેને હિજાબ ઉતાર્યા પછી જ પૈસા આપવાનું કહ્યું. આ મામલો કેન્દ્રીય મંત્રી અને BJPના નેતા અને બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહના સંસદીય ક્ષેત્ર સાથે સંબંધિત છે.વીડિયોમાં બાળકીના પિતા કહી રહ્યા છે કે તેમનો પુત્ર બીજા રાજ્યમાં નોકરી કરે છે અને ત્યાંથી દર મહિને પરિવારના ખર્ચ માટે પૈસા મોકલે છે. વ્યક્તિ દ્વારા એવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે બેંક કર્મચારીઓએ તેની પુત્રીને હિજાબ ઉતારવા કહ્યું હતુ.
જુઓ વીડિયો
माननीय मुख्यमंत्री @NitishKumar जी,
कुर्सी की ख़ातिर आप बिहार में यह सब क्या करवा रहे है? माना आपने अपना विचार, नीति, सिद्धांत और अंतरात्मा सब भाजपा के पास गिरवी रख दिया है लेकिन संविधान की जो शपथ ली है कम से कम उसका तो ख़्याल रखिए। इस कुकृत्य के दोषी लोगों को गिरफ़्तार कीजिए। https://t.co/Ryg9FXzOMX
— Office of Tejashwi Yadav (@TejashwiOffice) February 21, 2022
તેજસ્વી યાદવે ટ્વિટ કરીને નિશાન સાધ્યું
આ વીડિયો વાયરલ થયા બાદ તેના પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. બિહારમાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે (Tejashwi Yadav) નીતિશ કુમારને પૂછ્યું છે કે, આખરે તમે બિહારમાં શું કરી રહ્યા છો…! તમે જરા વિચારો, નીતિના સિદ્ધાંતો ભાજપે ગીરવે મૂક્યા છે, પરંતુ બંધારણ હેઠળ તમે લીધેલા શપથનું ઓછામાં ઓછું ધ્યાન રાખો. આ દુષ્કર્મ માટે દોષિત લોકોની ધરપકડ કરો.આ વીડિયો વાયરલ થતા હાલ મામલો ગરમાયો છે.