હવે મિલીટ્રી અધિકારીઓને મોંઘી ગાડીઓ પર નહી મળે ડિસ્કાઉન્ટ
હવે મિલીટ્રી ઓફિસરોને મોંઘી ગાડીઓ પર ડિસ્કાઉન્ટ નહી મળે. પહેલા સેનાના અધિકારીઓને મોંઘી ગાડીની ખરીદી પર મોટું ડિસ્કાઉન્ટ મળતુ હતુ પણ સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. જેની હેઠળ હવે મોંઘી ગાડીઓ ખરીદવા માટે જે ડિસ્કાઉન્ટ મળતુ હતુ. તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સેનાના અધિકારીઓ સર્વિસમાં હોય કે નિવૃત થઈ ગયા હોય તે હવે 8 વર્ષમાં […]
હવે મિલીટ્રી ઓફિસરોને મોંઘી ગાડીઓ પર ડિસ્કાઉન્ટ નહી મળે. પહેલા સેનાના અધિકારીઓને મોંઘી ગાડીની ખરીદી પર મોટું ડિસ્કાઉન્ટ મળતુ હતુ પણ સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. જેની હેઠળ હવે મોંઘી ગાડીઓ ખરીદવા માટે જે ડિસ્કાઉન્ટ મળતુ હતુ. તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સેનાના અધિકારીઓ સર્વિસમાં હોય કે નિવૃત થઈ ગયા હોય તે હવે 8 વર્ષમાં ખાલી 1 વખત જ ડિસ્કાઉન્ટ પર CSD કેન્ટીનથી ગાડી ખરીદી શકે છે. આ આદેશ 24 મેના રોજ આપવામાં આવ્યો છે. હવે સેનાના અધિકારીઓને 1 જૂનથી 12 લાખની કિંમત સુધીની ગાડીઓ પર જ ડિસ્કાઉન્ટ મળશે. આ કિંમતમાં GST સામેલ નથી. તે સિવાય આ ડિસ્કાઉન્ટ ફક્ત 2500 CCની ગાડીઓ પર જ મળશે.
આ પણ વાંચો: 30 વર્ષ સુધી દેશની સેવા કરનારા ભારતીય સૈનિકનું નામ NRC લિસ્ટમાં નથી
સિવિલીયન અધિકારીઓ અને બીજા રેન્કસના જવાનો માટે પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે આ જવાનો 1400 CC એન્જિનની ક્ષમતાવાળી 5 લાખ રૂપિયાની કિંમત સુધીની ગાડીઓ પર જ ડિસ્કાઉન્ટ મેળવી શકશે. આ કિંમતમાં GST સામેલ નહી હોય. એટલુ જ નહી આ જવાન એક વખત સર્વિસ અને એક વખત નિવૃતી દરમિયાન આ ગાડી ખરીદી શકશે. CSD કેન્ટીનથી આ ગાડી ખરીદવા પર સેનાના અધિકારીઓને 50 હજારથી 1.5 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]