Delhi Blast: અલ ફલાહ યુનિવર્સિટીના સ્થાપકને ફટકારી નોટિસ, દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ કરશે પુછપરછ
દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે, અલ ફલાહ યુનિવર્સિટીના સ્થાપક જવાદ ફારુકીને નોટિસ ફટકારી છે. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે, દિલ્હી વિસ્ફોટમાં અલ ફલાહ યુનિવર્સિટીનું નામ આવતા જ જવાદ ફારુકી ફરાર થઈ ગયો હતો. કેટલાક લોકોએ તો એવું પણ કહ્યું હતું કે તે વિદેશ ભાગી ગયો છે.

દિલ્હી વિસ્ફોટમાં અલ ફલાહ યુનિવર્સિટીના કેટલાક ડોકટરોના નામની સંડોવણી સામે આવ્યા પછી, તેના સ્થાપક જાવેદ અહમદ સિદ્દીકીની આસપાસ સકંજો કડક થઈ ગયો છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે જાવેદ અહમદ સિદ્દીકીને નોટિસ ફટકારી છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ટૂંક સમયમાં જાવેદ અહમદ સિદ્દીકીને પૂછપરછ માટે બોલાવી શકે છે. ક્રાઈમ બ્રાન્ચ આ કેસમાં યુનિવર્સિટી સાથે સંકળાયેલા તમામ લોકોની પૂછપરછ કરી રહી છે.
અગાઉ એવા અહેવાલ સામે આવ્યા હતા કે, દિલ્હી કાર બ્લાસ્ટમાં ફલાહ યુનિવર્સિટીનુ નામ આવતા જ, જાવેદ અહમદ સિદ્દીકી ફરાર થઈ ગયો હતો. તો બીજી બાજૂ કેટલાકે તો એવું પણ કહ્યું હતું કે બ્લાસ્ટમાં ફલાહ યુનિવર્સિટીનુ નામ ખુલતા જ, જાવેદ અહમદ સિદ્દીકી વિદેશ ભાગી ગયો છે, પરંતુ દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે બધું સ્પષ્ટ કરી દીધું છે. ક્રાઈમ બ્રાન્ચ કહે છે કે જાવેદ અહમદ સિદ્દીકી નથી ફરાર કે નથી વિદેશ ભાગી ગયો. આ કેસ અંગે તેમને નોટિસ ફટકારવામાં કરવામાં આવી છે. તેને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવશે.
પ્રવેશ માટે લાલચ આપવામાં આવેલા વિદ્યાર્થીઓ
દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધી કરેલ તપાસ અનુસાર, યુનિવર્સિટીની વેબસાઇટ પર નકલી UGC 12B પ્રમાણપત્રનો દાવો કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ માટે લલચાવવામાં આવ્યા હતા. NACC માન્યતા 2018 માં સમાપ્ત થઈ ગઈ હતી, છતાં યુનિવર્સિટી હજુ પણ પ્રવેશ સ્વીકારી રહી હતી, જેના માટે છેતરપિંડી અને બનાવટી આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે આ બધી બાબતો અંગે જાવેદ અહમદ સિદ્દીકીની પૂછપરછ કરવામાં આવશે. યુનિવર્સિટીની સમગ્ર પૃષ્ઠભૂમિ અને વિસ્ફોટમાં સામેલ ડોકટરોની પણ તપાસ કરવામાં આવશે.
યુનિવર્સિટીના માલિક ચિંટીગ કેસમાં 3 વર્ષ જેલ હતો
આ દરમિયાન, અલ ફલાહ યુનિવર્સિટીના માલિક 61 વર્ષીય જાવેદ અહેમદ સિદ્દીકીએ ત્રણ વર્ષ જેલમાં વિતાવ્યા છે. તે અગાઉ ચિટ ફંડનું સંચાલન કરતો હતો, પરંતુ તે પછી, તેણે લોકોને પૈસા પાછા આપ્યા ના હતા. તેની સામે 14થી 15 FIR દાખલ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે તેણે આ પૈસાનો ઉપયોગ યુનિવર્સિટી સ્થાપિત કરવા માટે કર્યો હતો. જો કે, બાદમાં તેણે બધાના પૈસા પરત કરી દીધા અને બધા કેસમાંથી નિર્દોષ છૂટી ગયો.
જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના ભૂતપૂર્વ સહાયક પ્રોફેસર
અલ ફલાહ યુનિવર્સિટીના માલિક જાવેદે, ઇન્દોરથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક કર્યું છે. ત્યારબાદ તેઓ 1992માં જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર તરીકે જોડાયા, જ્યાં તેમણે જાન્યુઆરી 1994 સુધી કામ કર્યું. તેમની બે બહેનો દુબઈમાં રહે છે, અને તેના બે પુત્રો પણ ત્યાં રહે છે. જાવેદ સિદ્દીકી રોકાણ, શિક્ષણ, સોફ્ટવેર, ઊર્જા, નિકાસ અને કન્સલ્ટન્સીમાં સંકળાયેલી નવ કંપનીઓના ડિરેક્ટર છે.
આ પણ વાંચોઃ અલ ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલ ડોકટર શાહિન ત્રણ પાસપોર્ટ ધરવતી હતી, પાકિસ્તાન-થાઈલેન્ડ સહિત આ દેશનો કર્યો હતો પ્રવાસ