AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ત્રણ પાસપોર્ટ, પાકિસ્તાન-થાઇલેન્ડનો પ્રવાસ કરનાર આતંકી ડોકટર શાહિનની પુછપરછમાં D-6 કોડનો થયો ચોંકાવનારો ખુલાસો

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા આત્મઘાતી કાર વિસ્ફોટ અંગે અત્યાર સુધીમાં ઘણા ખુલાસા થયા છે. જેના આધારે સુરક્ષા દળોએ ખાસ કરીને કાશ્મીરમાંથી આતંકી હરોળ પકડી પાડી છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ નવા ખુલાસા થઈ રહ્યા છે.

ત્રણ પાસપોર્ટ, પાકિસ્તાન-થાઇલેન્ડનો પ્રવાસ કરનાર આતંકી ડોકટર શાહિનની પુછપરછમાં D-6 કોડનો થયો ચોંકાવનારો ખુલાસો
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2025 | 3:13 PM
Share

દિલ્હી લાલ કિલ્લા ખાતે કારમાં કરાયેલ આત્મઘાતી વિસ્ફોટની તપાસમાં ડોકટર શાહીનની પુછપરછના આધારે તપાસ એજન્સીઓએ કેટલાક ખુલાસા કર્યાં છે. ડોકટર શાહિન પાસેથી જુદા જુદા સરનામાંવાળા પાસપોર્ટ મળી આવ્યા છે. એ પાસપોર્ટની ચકાસણી કરાતા ડોકટર શાહિન થાઇલેન્ડ અને પાકિસ્તાન સહિત અનેક દેશનો પ્રવાસ કરી ચૂકી છે. જૈશ એ મહોમ્મદની મહિલા પાંખની ડોકટર શાહિન પાસેથી D-6 કોડ મળી આવ્યો હતો. જેની પુછપરછમાં ખૂબ મોટો ચોકાવનારો ખુલાસો થવા પામ્યો છે.

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા આત્મઘાતી કાર વિસ્ફોટ અંગે અત્યાર સુધીમાં ઘણા ખુલાસા થયા છે. જેના આધારે સુરક્ષા દળોએ ખાસ કરીને કાશ્મીરમાંથી આતંકી હરોળ પકડી પાડી છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ નવા ખુલાસા થઈ રહ્યા છે. ફરીદાબાદ મોડ્યુલ અને અલ ફલાહ યુનિવર્સિટી પણ કેટલી હદે આતંકી અને દેશ વિરોધી પ્રવૃતિમાં સંડોવાયેલી છે તે બહાર આવ્યું છે. દરમિયાન, ડોકટર શાહીન વિશે પણ નવા ખુલાસા થયા છે. સુરક્ષા એજન્સીના સૂત્રો દ્વારા મળી રહેલા અહેવાલો અનુસાર, ડોકટર શાહિને, 2013 માં થાઇલેન્ડની ટૂર કરી હતી.

એવું બહાર આવ્યું છે કે ડોકટર શાહીને કાનપુરમાં નોકરી છોડ્યા પછી 2013માં થાઇલેન્ડ ગઈ હતી. તપાસ એજન્સીઓને ડોકટર શાહીનના કબજામાં ત્રણ પાસપોર્ટ મળી આવ્યા છે. એક પાસપોર્ટ કાનપુરની GSVM મેડિકલ કોલેજનું સરનામું ધરાવે છે.

તપાસમાં રોકાયેલી એજન્સીઓ

તપાસમાં જાણવા મળ્યું છે કે, બીજા પાસપોર્ટનું સરનામું લખનૌનું છે અને ત્રીજા પાસપોર્ટનું સરનામુ ફરીદાબાદનું છે. ત્રણેય પાસપોર્ટમાં વાલીનું નામ પણ અલગ અલગ છે. એકમાં પિતાનું નામ વાલી તરીકે, બીજામાં પતિનું નામ વાલી તરીકે, ત્રીજામાં ભાઈનું નામ વાલી તરીકે નોંધાયેલું છે. એક પાસપોર્ટમાં ઇન્ટિગ્રલ યુનિવર્સિટીનું સરનામું દર્શાવવામાં આવ્યું છે, જ્યાં તેનો ભાઈ પરવેઝ કામ કરતો હતો.

તપાસ એજન્સીઓ શાહીનની વિદેશ યાત્રાની વિગતો પણ ચકાસી રહી છે. પાસપોર્ટની તપાસ કર્યા પછી, એવું બહાર આવ્યું કે શાહીન ત્રણ વખત પાકિસ્તાન ગઈ હતી અને છ વખત અન્ય દેશોની યાત્રા કરી હતી.

D-6 બ્લાસ્ટનું આયોજન

“મેડમ સર્જન” તરીકે ઓળખાતી ડોકટર શાહીન, વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલમાં મુખ્ય હરોળ તરીકે કામ કરતી હતી. “D-6 મિશન” હેઠળ, 6 ડિસેમ્બરના રોજ બોમ્બ વિસ્ફોટને અંજામ આપવા માટે એક યોજના ઘડવામાં આવી હતી. આ દ્વારા, આ બધા આતંકીઓ 1992માં 6 ડિસેમ્બરના રોજ કરાયેલ બાબરી મસ્જિદના ધ્વંસનો બદલો લેવા માંગતા હતા.

આ જ કારણ છે કે, ધાર્મિક સ્થળો અને RSS કાર્યાલયોને નિશાન બનાવવામાં ઈચ્છતા હતા. અત્યાર સુધી, હવાલા દ્વારા શાહીન, ઉમર અને મુઝમ્મિલ સુધી માત્ર 20 લાખ રૂપિયા જ પહોંચ્યા હોવાના અહેવાલ છે. ડોકટરો મિશનના કાર્યમાં તેમની નોંધપાત્ર કમાણીનું રોકાણ કરી રહ્યા હતા, છતાં તેઓ લો પ્રોફાઇલ રહ્યા. એજન્સીઓએ શાહીનની બેંક વિગતો, મુસાફરી ઇતિહાસ, ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ, કોલ વિગતો અને ડાયરીમાંથી મહત્વપૂર્ણ પુરાવા મેળવ્યા છે.

દિલ્હીમાં 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા નજીક કારમાં  આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં અનેક લોકો માર્યા હતા. અને કેટલાય ઈજાગ્રસ્ત થયા હતા. આત્મઘાતી હુમલાને લગતા વિવિધ સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો. 

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">