મહિલા સાથે દાદાગીરી કરનાર ભાજપના નેતાના ઘર ઉપર પડ્યો તંત્રનો હથોડો, ગેરકાયદે બાંધકામ તોડ્યું

શ્રીકાંત ત્યાગીએ વર્ષોથી સોસાયટીમાં ગેરકાયદે કબજો જમાવ્યો છે. આ અંગે અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

મહિલા સાથે દાદાગીરી કરનાર ભાજપના નેતાના ઘર ઉપર પડ્યો તંત્રનો હથોડો, ગેરકાયદે બાંધકામ તોડ્યું
Noida authority action grand omaxe society
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Aug 08, 2022 | 11:16 AM

નોઈડાના (Noida) ફરાર ભાજપના નેતા શ્રીકાંત ત્યાગીએ (Srikant Tyagi) પોતાના ઘરે કરેલ ગેરકાયદે બાંધકામ પર વહિવટીતંત્રે કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે ઓમેક્સ સોસાયટીની (Omaxe Society) બહાર બુલડોઝર પહોંચી ગયું છે. સત્તામંડળની ટીમ બુલડોઝર અને મજૂરો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કાર્યવાહી શરૂ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે શ્રીકાંત ત્યાગીએ વર્ષોથી સોસાયટીમાં ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. આ અંગે અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જણાવી દઈએ કે મહિલા સાથે દુર્વ્યવહાર કરવાના મામલામાં પોલીસે શ્રીકાંત વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. હાલ તે ત્રણ દિવસથી ફરાર છે. મળતી માહિતી મુજબ શ્રીકાંત ત્યાગીનું લોકેશન ઉત્તરાખંડમાં પોલીસને મળી આવ્યું છે. હવે પોલીસે સીસીટીવી સ્કેનિંગ સાથે ઋષિકેશ-હરિદ્વારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

ઓમેક્સ સોસાયટીમાં હંગામો

રવિવારે મોડી રાત્રે દોઢ ડઝનથી વધુ બદમાશો ઓમેક્સ સોસાયટીમાં ઘૂસી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો. આ પછી ઘટનાથી નારાજ લોકોએ નોઈડા પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ, માહિતી મળતાં સ્થળ પર પહોંચેલા સાંસદ મહેશ શર્માએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે મને શરમ આવે છે કે અમારી સરકાર છે. તેણે પોલીસને કહ્યું કે 15 છોકરાઓ સોસાયટીમાં કેવી રીતે ઘુસ્યા તે શોધો, આ મોટી શરમજનક બાબત છે. આ મામલે મોટી કાર્યવાહી કરતા, નોઈડા પોલીસ કમિશનર આલોક સિંહે પોલીસ સ્ટેશન ફેસ 2ના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરી દીધા છે.

શું છે શ્રીકાંત ત્યાગીનો વિવાદ

શ્રીકાંત ત્યાગી પર નોઈડામાં એક મહિલા સાથે દુર્વ્યવહાર અને મારપીટ કરવાનો આરોપ છે. શ્રીકાંતે ભારતીય જનતા પાર્ટી (BJP) ના કિસાન મોરચાના સભ્ય હોવાનો દાવો કર્યો છે અને તેના વરિષ્ઠ નેતાઓ સાથેના ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, પરંતુ પાર્ટીના સ્થાનિક યુનિટે આ બાબતથી પોતાને દૂર કરી દીધા છે. આ ઘટના તાજેતરમાં નોઈડાના સેક્ટર-93B સ્થિત ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં બની હતી. ત્યાગી અહીં રોપા રોપવા માંગતા હતા, પરંતુ મહિલાએ નિયમોનું ઉલ્લંઘન હોવાનું જણાવી તેનો વિરોધ કર્યો હતો. જો કે નેતાએ દાવો કર્યો કે આમ કરવું તેમનો અધિકાર છે. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાંથી એકમાં ત્યાગી કથિત રીતે મહિલા વિરુદ્ધ અપશબ્દો બોલતો અને મહિલાને ઘક્કો મારતો તેમજ ધમકી આપતો જોવા મળ્યો છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati