શરાબ જૂની સારી, એમ જ રાજકારણી જૂનો અને અનુભવી સારો, ચાલુ રેસમાં ઘોડા ન બદલાય માટે પંજાબમાં આવું થયું  : શંકરસિંહ વાઘેલા

શરાબ જૂની સારી, એમ જ રાજકારણી જૂનો અને અનુભવી સારો, ચાલુ રેસમાં ઘોડા ન બદલાય માટે પંજાબમાં આવું થયું : શંકરસિંહ વાઘેલા

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 5:37 PM

વાઘેલાએ ઉમેર્યું કે ચાલુ રેસમાં જેમ ઘોડા ન બદલાય તેવું પંજાબની વિધાનસભા ચૂંટણીમાં થયું છે. અને હોમવર્કનો અભાવ અને સલાહકાર ન હોવાથી પંજાબમાં આવું બન્યું છે. રાહુલ ગાંધીએ બધાને મળવાનું અને સાંભળવાનું શરુ કર્યું છે જે કરવું જરૂરી છે.

કોંગ્રેસના (Congress) ભૂતપૂર્વ વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ (Shankarsinh Vaghela)એક પત્રકાર પરિષદ યોજી હતી. આ નિમિતે વાઘેલાએ સૌ-પ્રથમ લોકોને હોળી પર્વની શુભકામના પાઠવી હતી. અને, કોંગ્રેસ પક્ષને પણ હોળી પર્વમાં શુભકામના પાઠવવાની સાથે પક્ષ માટે પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું કે ” કોંગ્રેસ જે દેશ માટે જરૂરી છે એમની પણ સમસ્યાઓ અને તકલીફો હોળી સાથે બળી જાય એવી પ્રાર્થના” “ઇન્દિરા ગાંધી સામે ગાંધી અટક ગુજરાતથી લાગી, રાજીવ ગાંધીના પિતા સાથે લગ્ન કરવાથી એમની અટક ગાંધી પડી” ” સોનિયા ગાંધી સુધી બલિદાનની વાતો, સોનિયા ગાંધીએ પણ પદનું બલિદાન આપ્યું” ” કોંગ્રેસમાં જનરેશન ગેપ છે, યુવા નેતા છે અને એમની સાથે મિત્રતા છે”

આ સાથે વાઘેલાએ ઉમેર્યું કે ચાલુ રેસમાં જેમ ઘોડા ન બદલાય તેવું પંજાબની વિધાનસભા ચૂંટણીમાં થયું છે. અને હોમવર્કનો અભાવ અને સલાહકાર ન હોવાથી પંજાબમાં આવું બન્યું છે. રાહુલ ગાંધીએ બધાને મળવાનું અને સાંભળવાનું શરુ કર્યું છે જે કરવું જરૂરી છે. તેમ પણ વાઘેલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે. દેશમાં ભાજપની સરકાર સામે કોંગ્રેસ પક્ષ જરૂરી છે. કોંગ્રેસ પક્ષ લિબરલ અને સેલ્યુલર છે. કોંગ્રેસે ક્યારેય કોઈને ગાળો નથી આપી, રાજકારણમાં આવું ન હોવું જોઈએ તેમ પણ શંકરસિંહ બોલ્યા હતા. તેમણે ભાજપ પર આડકતરો કટાક્ષ સાથે કહ્યું કે વાજયેયી આવા નેતા ન હતા, મતદાતાઓ સાથે છેતરપિંડી ન કરવી જોઇએ એ મહાપાપ છે.

આ પણ વાંચો :‘The Kashmir Files’ને મહારાષ્ટ્રમાં ટેક્સ ફ્રી કરવા સંજય રાઉતનો ઈન્કાર, કહ્યુ-બાળાસાહેબ પર બનેલી ફિલ્મ પણ નહોતી કરાઈ ટેક્સ ફ્રી

આ પણ વાંચો :Ranji Trophy: ઝારખંડે તોડ્યો 73 વર્ષ જુનો રેકોર્ડ, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 1000 રનની લીડ મેળવનાર પહેલી ટીમ બની

Published on: Mar 17, 2022 04:03 PM
g clip-path="url(#clip0_868_265)">