AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોદી સરકાર પર વરસ્યા શરદ પવાર, કહ્યું – નવા સંસદ ભવન બનાવતા સમયે કેન્દ્ર સરકારે વિપક્ષને વિશ્વાસમાં નથી લીધી

Sharad Pawar attacks on PM Modi Government: શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો છે કે સંસદની નવી ઇમારતના નિર્માણ દરમિયાન તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. જણાવી દઈએ કે 28મે રોજ નવા સંસદ ભવનના ઉદ્દઘાટન સમારોહનું વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યું છે.

મોદી સરકાર પર વરસ્યા શરદ પવાર, કહ્યું - નવા સંસદ ભવન બનાવતા સમયે કેન્દ્ર સરકારે વિપક્ષને વિશ્વાસમાં નથી લીધી
sharad pawar ncp
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 11:26 PM
Share

Mumbai : 28 મેના રોજ દિલ્હીમાં નવા સંસદ ભવનનું ઉદ્દઘાટન થશે. આ પહેલા ઘણી વિપક્ષીય પાર્ટી નવા સંસદ ભવન મુદ્દે સરકારનો વિરોધ કરી રહી છે. આ જ વિરોધમાં સૂર પૂરવતા શરદ પવાર મોદી સરકાર પર વરસ્યા હતા. શરદ પવારે (Sharad Pawar) આ મુદ્દે પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘હું ઘણા વર્ષોથી સંસદનો સભ્ય છું. પણ મને અખબારોમાંથી પણ આ ઈમારતના બાંધકામની માહિતી મળી. સંસદભવનના નિર્માણ વખતે અમને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. ભૂમિપૂજન સમયે પણ કોઈને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા.

શરદ પવારે વધુમાં કહ્યું, ‘મોદી સરકારે રાષ્ટ્રપતિ દ્રૌપદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્દઘાટન કરવાની વિપક્ષની માગણી પણ સ્વીકારી ન હતી. એટલા માટે વિપક્ષે તેને સંબંધિત ઉદ્દઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. હું પણ આ ભૂમિકાને સમર્થન આપું છું.

આ પણ વાંચો : VIDEO: વડાપ્રધાનના આવાસ પર મહંતોનું આગમન, PM મોદીએ કહ્યું- શિવ ભક્તોને મળીને આનંદ થયો, સેંગોલ આઝાદીનું પ્રતીક

આ પક્ષોએ બહિષ્કાર કર્યો

21 વિરોધ પક્ષોએ સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ પક્ષોમાં કોંગ્રેસ, ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ), આપ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ), સમાજવાદી પાર્ટી, સીપીઆઈ, જેએમએમ, કેરળ કોંગ્રેસ, વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી, આરએલડી, ટીએમસી, જેડીયુ, એનસીપી, સીપીઆઈ(એમ)નો સમાવેશ થાય છે. RJD, AIMIM, AIUDF (ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, નેશનલ કોન્ફરન્સ, રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી અને મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK).

આ કારણે વિપક્ષે બહિષ્કાર કર્યો છે

વિપક્ષી દળોએ તેમના સંયુક્ત નિવેદનમાં કહ્યું છે- ‘રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંપૂર્ણપણે સાઇડલાઇન કરીને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો વડાપ્રધાન મોદીનો નિર્ણય માત્ર ઘોર અપમાન જ નહીં પરંતુ આપણી લોકશાહી પર સીધો હુમલો છે, જેનો યોગ્ય જવાબ મળવાની જરૂર છે. રાષ્ટ્રપતિ વિના સંસદ ચાલી શકતી નથી. છતાં વડાપ્રધાને તેમના વિના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનું નક્કી કર્યું છે. આ અયોગ્ય કૃત્ય રાષ્ટ્રપતિના ઉચ્ચ પદનું અપમાન કરે છે, તે દરેકને આદર સાથે લઈ જવાની ભાવનાને નબળી પાડે છે.

આ પણ વાંચો : Breaking News : વડાપ્રધાન મોદીને સોંપવામાં આવ્યું સેંગોલ, તમિલનાડુના અધીનમ મહંતો એ કર્યો મંત્રોચ્ચાર, જુઓ Video

આ પક્ષોએ આમંત્રણ સ્વીકાર્યું

ભાજપ, શિવસેના (શિંદે જૂથ), નેશનલ પીપલ્સ પાર્ટી, નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી, સિક્કિમ ક્રાંતિકારી મોરચા, રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી, અપના દળ – સોનીલાલ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા, તમિલ મનિલા કોંગ્રેસ, AIADMK, AJSU (ઝારખંડ), મિઝો નેશનલ મોરચો, YSRCP, TDP, BJD, BSP, JDS, શિરોમણી અકાલી દળનો સમાવેશ થાય છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">