AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NDA Meet: NPP નેતા અગાથા સંગમાએ સરકાર પાસે CAAને રદ કરવાની કરી માગ, કહ્યું- હિતોને ધ્યાનમાં રાખી કૃષિ કાયદા નાબૂદ કરવામાં આવ્યા

કૃષિ કાયદાઓ રદ કરવામાં આવ્યા છે અને તે મુખ્ય રૂપે લોકોના હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, તેથી મેં સરકારને વિનંતી કરી છે કે ઉત્તર-પૂર્વ લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને CAA ને રદ કરવામાં આવે.

NDA Meet: NPP નેતા અગાથા સંગમાએ સરકાર પાસે CAAને રદ કરવાની કરી માગ, કહ્યું- હિતોને ધ્યાનમાં રાખી કૃષિ કાયદા નાબૂદ કરવામાં આવ્યા
Agatha Sangma
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 7:16 PM
Share

NPP Demands Repeal of CAA: નેશનલ પીપલ્સ પાર્ટીના (NPP) નેતા અને મેઘાલયના લોકસભા સાંસદ અગાથા સંગમાએ (Agatha Sangma) રવિવારે NDA સહયોગીની બેઠકમાં નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) ને રદ કરવાની માગ કરી છે. મીટિંગ પછી, તેમણે કહ્યું કે, જ્યારથી કૃષિ કાયદાઓ (Farm Laws) રદ કરવામાં આવ્યા છે અને તે મુખ્ય રૂપે લોકોના હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, તેથી મેં સરકારને વિનંતી કરી છે કે ઉત્તર-પૂર્વ લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને CAA ને રદ કરવામાં આવે.

સંગમાએ કહ્યું કે સરકાર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી (Agatha Sangma of NPP) પરંતુ તેઓ માગ પર ધ્યાન આપશે. સંગમાએ કહ્યું, મેં મારી પાર્ટી અને ઉત્તર-પૂર્વના લોકો વતી આ માંગણી કરી છે. જ્યારે અન્ય સહયોગી AIADMKએ કેન્દ્ર સરકારને બિલ પાસ કરાવવામાં પાર્ટીના સમર્થનની ખાતરી આપી છે. સંસદમાં ભાજપની સંસદીય કાર્યકારિણીની બેઠક મળી છે. આ બેઠકો 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર (Parliament Winter Session) પહેલા યોજાઈ રહી છે.

સરકાર ક્રિપ્ટોકરન્સી પર બિલ લાવશે કેન્દ્ર સરકારે શિયાળુ સત્ર માટે 26 બિલની યાદી તૈયાર કરી છે. સરકારે સંકેત આપ્યો છે કે ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ (Farm Laws) કરવાના બિલને પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવામાં આવશે. આ સાથે, સરકાર ક્રિપ્ટોકરન્સીના નિયમોને મજબૂત કરવા માટે ક્રિપ્ટોકરન્સી અને રેગ્યુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021(Cryptocurrency and Regulation of Official Digital Currency Bill 2021) લાવશે. શિયાળુ સત્ર 23 ડિસેમ્બરે પૂર્ણ થશે.

સર્વપક્ષીય બેઠકમાં શું માંગણી ઉઠી? તમામ પક્ષોના નેતાઓની બેઠકમાં વિપક્ષે સરકારને ખેડૂતોના (Farmers) ઉત્પાદનો પર લઘુત્તમ ટેકાના ભાવની ગેરંટી (MSP Act) અંગે તાત્કાલિક કાયદો ઘડવાની માગ કરી છે. બેઠકમાં (All Party Meet) ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખેડૂતોના આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોને વળતર, વીજળી સુધારા બિલ, ચીન સાથે સરહદ વિવાદ અને કોરોના વાયરસની ત્રીજી લહેરના ભય સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે.

આ પણ વાંચો : કોંગ્રેસની સર્વપક્ષીય બેઠકમાં જોડાવાનો TMC એ કર્યો ઈનકાર, અધીર રંજન ચૌધરીએ કહ્યું- બેઠકમાં સામેલ થવું કે નહીં તેનો નિર્ણય તેમના પર

આ પણ વાંચો : સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદી હાજર ન રહ્યા, 31 પક્ષોના નેતાઓએ હાજરી આપી, વિપક્ષે પેગાસસ વિવાદ સહિત અનેક મુદ્દે ચર્ચાની કરી માગ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">