સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદી હાજર ન રહ્યા, 31 પક્ષોના નેતાઓએ હાજરી આપી, વિપક્ષે પેગાસસ વિવાદ સહિત અનેક મુદ્દે ચર્ચાની કરી માગ

સર્વપક્ષીય બેઠકમાં 31 રાજકીય પક્ષો સહિત 42 નેતાઓએ ભાગ લીધો હતો. લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.

સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદી હાજર ન રહ્યા, 31 પક્ષોના નેતાઓએ હાજરી આપી, વિપક્ષે પેગાસસ વિવાદ સહિત અનેક મુદ્દે ચર્ચાની કરી માગ
Parliament Winter Session

સંસદના શિયાળુ સત્ર (Parliament Winter Session) પહેલા રવિવારે સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં મોટાભાગના વિરોધ પક્ષોએ પેગાસસ જાસૂસી વિવાદ, મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાઓ પર ચર્ચાની માગ કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પણ હાજરી આપવાના સમાચાર હતા પરંતુ તેઓ બેઠકમાં પહોંચ્યા ન હતા. તેમના સ્થાને રક્ષા મંત્રી રાજનાથ સિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી.

બેઠકમાં થયેલી ચર્ચાઓથી વાકેફ સૂત્રોએ જણાવ્યું હતું કે વિપક્ષી નેતાઓએ પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના વિસ્તારિત અધિકાર ક્ષેત્રનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

બેઠકમાં 31 રાજકીય પક્ષો સહિત 42 નેતાઓએ ભાગ લીધો આજે સર્વપક્ષીય બેઠકમાં 31 રાજકીય પક્ષો સહિત 42 નેતાઓએ ભાગ લીધો હતો. લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. તૃણમૂલ કોંગ્રેસના (TMC) નેતાઓ, સુદીપ બંદોપાધ્યાય અને ડેરેક ઓ’બ્રાયન પણ નફાકારક પીએસયુના ડિસઇન્વેસ્ટમેન્ટ અને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાયદો લાવવાનો મુદ્દો ઉઠાવ્યો હોવાનું કહેવાય છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકને કારણે આમ આદમી પાર્ટીના (AAP) નેતાઓ ગુસ્સામાં ચાલ્યા ગયા હતા.

700 મૃતક ખેડૂતોના પરિવારોને વળતરની માગ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, બેઠકમાં તમામ પક્ષોની માગ હતી કે ખેડૂતોના મુદ્દા પર, ખાસ કરીને એમએસપી એક્ટ અને વીજળી કાયદા પર તાત્કાલિક પગલાં લેવામાં આવે. આ સિવાય 700 ખેડૂતોના પરિવારોને વળતર મળવું જોઈએ. ખડગેએ કહ્યું, સરકારે કોવિડના ત્રીજી લહેરને રોકવા માટે પગલાં લેવા જોઈએ.

તેમણે વધુમાં કહ્યું કે, અમને આશંકા છે કે કિસાન બિલ ફરીથી કોઈને કોઈ સ્વરૂપે લાવવામાં આવી શકે છે. અમે લોકોના મુદ્દા પર સરકારને સહકાર આપવા માંગીએ છીએ, પરંતુ જો જનતા માટે ગૃહનું કામકાજ ખોરવાઈ જશે, તો સરકાર જવાબદાર રહેશે. ખડગેએ કહ્યું, ઓછામાં ઓછા 15-20 મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તમામ પક્ષોએ કેન્દ્ર સરકારને કહ્યું કે MSP અને ઇલેક્ટ્રિક બિલ પર તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને MSP પર કાયદો બનાવવો જોઈએ.

આ પણ વાંચો : West Bengal: નદિયામાં ભયાનક માર્ગ અકસ્માત, સાઈડમાં પાર્ક કરેલ ટ્રક સાથે મેટાડોર અથડાતા 18 લોકોના મોત

આ પણ વાંચો : Delhi: ગૌતમ ગંભીરને ISIS તરફથી ત્રીજી વખત ધમકી મળી, લખ્યું- દિલ્હી પોલીસમાં અમારા જાસૂસો છે, બધી જ માહિતી મળી રહી છે

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati