Knowledge: ઝડપથી વધી રહેલા ફેશનના યુગમાં નાગાલેન્ડની મહિલાઓ આજે પણ બનાવે છે હાથથી કપડાં, જુઓ Video

TV9 GUJARATI

|

Updated on: Feb 02, 2023 | 2:54 PM

આટલા ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં નાગાલેન્ડની મહિલાઓ આજે પણ પોતાના હાથથી કાપડ કાતીને કપડા બનાવે છે.

Knowledge: ઝડપથી વધી રહેલા ફેશનના યુગમાં નાગાલેન્ડની મહિલાઓ આજે પણ બનાવે છે હાથથી કપડાં, જુઓ Video
Nagaland Women

Follow us on

ઝડપથી આગળ વધી રહેલા ફેશનના યુગમાં નવા કપડાં શોધવાનું પહેલા કરતાં વધુ સરળ બની છે. કૃત્રિમ કાપડ એટલે કે સિંથેટિક કાપડ અને સ્વયંસંચાલિત મશીનોના વ્યાપ વધી જતા, હવે હાથથી કાંતેલા કપડાં બનાવવાની કલ્પના કરવી મુશ્કેલ છે. ત્યારે આટલા ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં નાગાલેન્ડની મહિલાઓ આજે પણ પોતાના હાથથી કાપડ કાતીને કપડા બનાવે છે. ખરેખર આ નવાઈની વાત છે હાથથી કાતીને કાપડ બનાવવાની કારીગરી આજના જમાના લુપ્ત થતી અટકાવવા નાગાલેન્ડની મહિલાઓ તે પરંપરા જાળવી રહી છે.

નાગાલેન્ડમાં હાથથી બનાવાય છે કપડા

ભારતમાં પહેલાના સમયમાં પારંપારીક રીતે શણ, કપાસ સહિત અનેક માંથી કાપડ બનાવવાની પ્રક્રિયા થતી હતી તેમજ તે કાપડ હાથથી કાતીને બનાવવામાં આવતુ હતુ. ત્યારે આજના જમાનામાં આવી રીતે બનતા કાપડા અંગે આપણે તો માત્ર કલ્પના જ કરી શકીએ છીએ. ત્યારે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી કિરન રિજિજુએ તાજેતરમાં નાગાલેન્ડમાં હેન્ડલૂમ કાપડ બનાવવાની પ્રક્રિયા દર્શાવતો એક વીડિયો ટ્વિટ કર્યો છે. વીડિયોમાં નાગા મહિલાઓનું એક જૂથ વર્તુળમાં બેઠેલું અને પછી વ્યવસ્થિત રીતે સફાઈ અને પછી કપાસના ગોળા જિનિંગ કરે છે. આગળ, તેઓ સાફ કરેલા કપાસના રેશા લે છે અને એક પ્રકારના સ્પિન્ડલનો ઉપયોગ કરીને તેને દોરામાં રુપાંતરીત કરે છે, અંતે તેને દોરા પર વણાટ કરે છે. IGNCA પરના એક લેખ અનુસાર, નાગા સમાજમાં કાંતવાનું અને વણાટનું કામ ફક્ત મહિલાઓને જ સોંપવામાં આવે છે.

કિરન રિજિજુ શેર કર્યો વીડિયો

રિજિજુ દ્વારા શેર કરવામાં આવેલો વિડિયો એક જાહેર કાર્યક્રમમાં લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. વિડિયો શેર કરતા કાયદા મંત્રીએ લખ્યું, “આપણી નાગાલેન્ડની બહેનો અને ભાઈઓ પર ગર્વ છે! #નાગાલેન્ડ #IncredibleIndia #NorthEast #India ત્યારે નાગાલેન્ડના આ ગામમાં કાપડ હાથથી બનાવવામાં આવી રહ્યું હોવાની રિજ્જુએ જાણકારી આપી છે તેમજ તેમને નાગાલેન્ડના બહેનો અને ભાઈઓ પર ગર્વ હોવાનું પણ જણાવ્યું હતુ.

વીડિયો પર લોકોની પ્રતિક્રિયા

વીડિયો જોયા બાદ લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે તેમજ લોકો તેના પર કોમેન્ટ પણ કરી રહ્યા છે ત્યારે આ વીડિયો પર કમેન્ટ્સ કરતા એક ટ્વિટર યુઝરે લખ્યું છે કે ‘ખૂબ સુંદર. આપણે તેમને સ્ટાર્ટ-અપ તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરવા જોઈએ જેનાથી સ્થાનિક લોકોને રોજગારી મેળવવામાં મદદ મળે. તેમજ ભારતમાં લુપ્ત થતી પરંપરાને જાળવી રહ્યા છે નાગાના લોકોની પણ કમેન્ટ્સનો ભરપૂર વરસાદ થઈ રહ્યો છે.

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati