AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બે લાખની ઘડિયાળ પહેરે છે નાગાલેન્ડની પ્રથમ મહિલા MLA, USAથી કર્યો છે અભ્યાસ, જાણો તેમના વિશે

નાગાલેન્ડ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં માત્ર ચાર મહિલા ઉમેદવારોને ટિકિટ મળી હતી. હેકાણી તેમાંના એક છે. હેકાણીને NDPP દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેમણે LJP (રામ વિલાસ)ના અજેતો જીમોમીને 1536 મતોથી હરાવ્યા.

બે લાખની ઘડિયાળ પહેરે છે નાગાલેન્ડની પ્રથમ મહિલા MLA, USAથી કર્યો છે અભ્યાસ, જાણો તેમના વિશે
હેકાણી જાખાલુImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 3:31 PM
Share

નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણીમાં એક ઈતિહાસ રચાયો છે. રાજ્યમાં પ્રથમ વખત કોઈ મહિલા ઉમેદવાર વિધાનસભાની ચૂંટણીમાં જીતી છે. હેકાણી જાખાલુ દીમાપુર ત્રીજી વિધાનસભાથી જીત્યા છે. હેકાણીએ ભાજપ અને એનડીપીપી ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. તેમણે LJP (રામ વિલાસ) ના અજેતો જીમોમીને 1536 મતોથી હરાવ્યા.

નાગાલેન્ડમાં ચાર મહિલાઓને મળી છે ટિકિટ

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં માત્ર ચાર મહિલા ઉમેદવારોને ટિકિટ મળી છે. હેકાણી તેમાના એક હતા. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શરમા પણ ચૂંટણી દરમિયાન હેકાની માટે પ્રચાર કરવા માટે મુખ્યમંત્રી નેફિયુ રિયો સાથે પહોંચ્યા હતા.

કોણ છે હેકાની ?

48 વર્ષના NDPP નેતા હેકાનીએ કાયદાનો અભ્યાસ કર્યો છે. તેણે યુનિવર્સિટી ઑફ સાન ફ્રાન્સિસ્કો સ્કૂલ ઑફ લૉમાંથી 2013માં કાયદાના માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી. હેકાણી પાસે 5.58 કરોડની સંપત્તિ છે. પોતાના ચૂંટણી એફિડેવિટમાં તેણે પોતાના પર 41.95 લાખ રૂપિયાથી વધુનું દેવું પણ જાહેર કર્યું છે.

આ પણ વાચો: Assembly Elections : 700 રૂપિયાની સંપત્તિ તો પણ લડી રહ્યા છે ચૂંટણી, મેઘાલય-ત્રિપુરા-નાગાલેન્ડના 9 સૌથી ગરીબ ઉમેદવારો

હેકાણીના ચૂંટણી સોગંદનામા મુજબ હેકાણી અને તેમના પતિ અડધો ડઝન કારના માલિક છે. તેની કુલ કિંમત 1.32 કરોડથી વધુ હોવાનું કહેવાય છે. હેકાની પાસે ટોયોટા ઈનોવા કાર છે. એફિડેવિટમાં તેણે તેના પતિની માલિકીની પાંચ અલગ-અલગ કારની યાદી આપી છે.

હેકાણી બે લાખની કિંમતની ઘડિયાળ પહેરે છે

એફિડેવિટ મુજબ, હેકાણી 30,000 રૂપિયાની કિંમતના ઘરેણાં અને 2 લાખ રૂપિયાની ઘડિયાળ પહેરે છે. એ જ રીતે તેના પતિ પાસે 60 હજારની કિંમતની સોનાની વીંટી અને બે લાખની કિંમતની સોનાની ચેઇન છે. તેમની કુલ જંગમ સંપત્તિ 3.51 કરોડથી વધુ છે.

તેના નામે નથી કોઈ ઘર

હેકાણી પાસે પોતાના નામે કોઈ મકાન નથી. એફિડેવિટમાં તેમણે જણાવ્યું છે કે તેમની પાસે 22.50 લાખ અને 15 લાખની કિંમતની બે ખેતીની જમીન છે. આ સિવાય તેના પતિના નામે કોમર્શિયલ અને રહેણાંક મકાન છે.

નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં સૌથી ગરીબ ઉમેદવાર

નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં સૌથી ગરીબ ઉમેદવાર કોંગ્રેસના ગમ્પાઈ કોન્યાક છે, જેમને પાર્ટી દ્વારા ફોમિંગ બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેમની પાસે 5,251 રૂપિયાની સંપત્તિ છે. બીજી તરફ, NPFના ચિંગસાક કોન્યાક 25,000 રૂપિયાની સંપત્તિ સાથે રાજ્યના બીજા સૌથી ગરીબ ઉમેદવાર છે અને તે ચિંગસાક, ફોમિંગ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. એક અપક્ષ ઉમેદવાર ડૉ. ચિન્ગો વાલિમ પણ અહીં ચૂંટણી લડી રહ્યા છે, જેમની પાસે કુલ 50,000 રૂપિયાની સંપત્તિ છે અને વાલિમ તોહોક (ST) બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">