સાંસદોને હવે નહીં મળે 35 રૂપિયામાં થાળી, ચૂકવવા પડશે પુરા નાણા

સાંસદોને સંસદ ભવન પરિસરની કેન્ટીનમાં ભોજન પર અપાતી સબસિડી હવે સમાપ્ત કરવામાં આવી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે સાંસદોને સંસદ કેન્ટીનમાં ભોજન પર મળનારી સબસિડી રોકી દેવામાં આવી છે.

સાંસદોને હવે નહીં મળે 35 રૂપિયામાં થાળી, ચૂકવવા પડશે પુરા નાણા
Chandrakant Kanoja

| Edited By: Kunjan Shukal

Jan 19, 2021 | 6:26 PM

સાંસદોને સંસદ ભવન પરિસરની કેન્ટીનમાં ભોજન પર અપાતી સબસિડી હવે સમાપ્ત કરવામાં આવી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે સાંસદોને સંસદ કેન્ટીનમાં ભોજન પર મળનારી સબસિડી રોકી દેવામાં આવી છે. એટલે કે હવે સાંસદોએ કેન્ટીનના ખર્ચા મુજબ જ ભોજનના નાણાં ચૂકવવા પડશે. આ અંગે લોકસભાના સ્પીકર ઓમ બિરલાના એક નિવેદનને સમાચાર એજન્સીએ ટાંક્યું છે. તેમણે કહ્યું કે હવે સંસદની કેન્ટીન ઈન્ડિયન ટુરિઝમ ડેવલોપમેન્ટ કોર્પોરેશન ચલાવશે. આ પૂર્વે ઉત્તરી રેલવે પાસે જવાબદારી હતી. કેન્ટીનમાં એક થાળીનો ભાવ 35 રૂપિયા હતો. હવે આની માટે સાંસદોએ પૂરા નાણાં ચૂકવવા પડશે.

આ મુદ્દે લોકસભાના સ્પીકર ઓમ બિરલાની ભલામણ બાદ ગત વર્ષે  બિઝનેસ એડવાઈઝરી કમિટીએ આ મુદ્દે ચર્ચા કરી હતી. જેમાં તમામ પાર્ટીઓએ સહમતિ દર્શાવી હતી. જેમાં વાર્ષિક 17 કરોડ રૂપિયા બચત થશે. ઉલ્લેખનીય છે કે ગત લોકસભામાં કેન્ટીનમાં ભોજનના ભાવ વધારવામાં આવ્યા હતા. તેમજ સબસીડી ઓછી કરવામાં આવી હતી. પરંતુ હવે સબસિડી સંપૂર્ણ રીતે સમાપ્ત કરી દેવામાં આવી છે. સંસદની કેન્ટીનમાં ચિકન કરી 50 રૂપિયા, પ્લેન ઢોંસા 12 રૂપિયા, વેજ થાળી 35 રૂપિયા અને થ્રી કોર્સ લંચ 106 રૂપિયામાં મળતું હતું.

આ પણ વાંચો: AsiaCup-2021માંથી હટી શકે છે ભારતીય ટીમ, જાણો શું છે કારણ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati