11 હજારથી વધુ સૈનિકો અયોધ્યાના ‘રામ’ની સુરક્ષામાં જોતરાયા, 10 હજાર CCTVથી રખાશે બાજ નજર

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઇને રામનગરી પોલીસ છાવણીમાં ફેરવાઇ ગઇ છે.રામ મંદિરના ઉદ્ઘાટન માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. અયોધ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ 11 હજારથી વધુ સૈનિકો અયોધ્યા નગરીની સુરક્ષામાં લાગશે.

11 હજારથી વધુ સૈનિકો અયોધ્યાના 'રામ'ની સુરક્ષામાં જોતરાયા, 10 હજાર CCTVથી રખાશે બાજ નજર
Follow Us:
| Updated on: Jan 20, 2024 | 12:38 PM

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઇને રામનગરી પોલીસ છાવણીમાં ફેરવાઇ ગઇ છે.રામ મંદિરના ઉદ્ઘાટન માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. અયોધ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ 11 હજારથી વધુ સૈનિકો અયોધ્યા નગરીની સુરક્ષામાં લાગશે.

22 જાન્યુઆરીએ હજારો VVIP અયોધ્યા પહોંચવાના છે. આટલા મોટા પ્રસંગમાં કે જ્યાં 8 હજારથી વધુ VVIP મહેમાનો હાજરી આપવાના હોવાથી અહીં સુરક્ષા જરૂરી બની જાય છે . એવી સુરક્ષા કે ત્યાં પરવાનગી વગર પક્ષી પણ ના ઉડી શકે. પીએમ સહિતના અનેક લોકો એક જ શહેરમાં આટલી મોટી સંખ્યામાં હશે તેવું ભાગ્યે જ બનતુ હોય છે, ત્યારે મામલાની ગંભીરતાને સમજતા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ છે.

AI સાથે મોનિટરિંગ કરવામાં આવશે

મંદિરના ઉદ્ઘાટન પહેલા સંકુલની સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. 300 SPG અને 100 થી વધુ ATSના જવાનો મંદિરની સુરક્ષા સંભાળી રહ્યા છે. તેમજ અયોધ્યા શહેરના દરેક ખૂણે-ખૂણે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ પોલીસના 11,000 જવાનો શહેરની સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. 22 જાન્યુઆરીએ 10,000 સીસીટીવી કેમેરા દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે. શંકાસ્પદ ગતિવિધિઓને ઓળખવા માટે AI સાથે મોનિટરિંગ કરવામાં આવશે.

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

7 સ્તરની સુરક્ષા તૈયાર કરાઇ

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની સંપૂર્ણ સુરક્ષા માટે કેન્દ્ર અને યુપી સરકારની સુરક્ષા એજન્સીઓએ મળીને 7 સ્તરની સુરક્ષા તૈયાર કરી છે. પહેલા સર્કલમાં આધુનિક હથિયાર સાથે સજ્જ એસપીજી કમાન્ડો હશે. બીજા સર્કલમાં એનએસજીના જવાનો હશે.

ત્રીજા સર્કલમાં આઈપીએસ અધિકારીઓ સુરક્ષાનો હવાલો સંભાળશે. જયારે ચોથા સર્કલમાં સીઆરપીએફના જવાનો જવાબદારી સંભાળશે. પાંચમા સર્કલમાં યુપી એટીએસના કમાન્ડો હશે જે કોઈપણ શંકાસ્પદ પરિસ્થિતિમાં કાર્યવાહી કરવા તૈયાર રહેશે. છઠ્ઠા સર્કલમાં આઈબીના જવાનો અને સાતમા સર્કલમાં સ્થાનિક પોલીસ જવાનો તહેનાત રહેશે.

કાર્યક્રમ દરમિયાન દુર સુધી નજર રાખવા અને લોન્ગ રેન્જ એટેકને કાઉન્ટર કરવા માટે સ્નાઈપર્સ પણ તહેનાત કરવામાં આવ્યા છે. અયોધ્યામાં માઇક્રો લેવલ સુધી સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવી છે. સરયૂના કિનારે સુરક્ષા માટે સ્નાઈપર્સ તહેનાત રહેશે અને ઘણા સૈનિકો હાઈ સ્પીડ વોટિંગ દ્વારા નજર રાખશે. આમ અયોધ્યા 22મી તારીખે લશ્કરી છાવણીમાં બદલાઈ જશે તેવું કહીએ તો નવાઈ નહીં.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">