AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Update: મોન્સૂન ટ્રફ હિમાલય તરફ સરકતાં દેશમાં 45 ડિગ્રી જેવી ગરમીનો અનુભવ થશે, આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહીંવત

ભર ચોમાસાના સમયમાં દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાનની વર્તમાન સ્થિતિ અનુસાર આગામી 6થી 7 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના મોટા ભાગમાં નોંધપાત્ર વરસાદની શક્યતા નથી.

Monsoon Update: મોન્સૂન ટ્રફ હિમાલય તરફ સરકતાં દેશમાં 45 ડિગ્રી જેવી ગરમીનો અનુભવ થશે, આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહીંવત
| Updated on: Jul 14, 2026 | 9:53 AM
Share

ભર ચોમાસાના સમયમાં દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાનની વર્તમાન સ્થિતિ અનુસાર આગામી 6થી 7 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના મોટા ભાગમાં નોંધપાત્ર વરસાદની શક્યતા નથી. ગુજરાતમાં પણ આ સમયગાળા દરમિયાન માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નહીંવત રહેવાની શક્યતા છે.

મોન્સૂન ટ્રફ હિમાલયની તળેટી તરફ સરકી

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ મોન્સૂન ટ્રફ હાલ હિમાલયની તળેટી તરફ સરકી ગઈ છે. તેના કારણે મધ્ય અને પશ્ચિમ ભારત પર મોન્સૂનનો પ્રભાવ ઘટ્યો છે અને સૂકા પવનો સક્રિય બન્યા છે. પરિણામે વરસાદી સિસ્ટમો નબળી પડતાં મેઘરાજાએ અસ્થાયી વિરામ લીધો છે.

ભેજના કારણે અસહ્ય ઉકળાટનો અનુભવ

વરસાદમાં ઘટાડો થયો હોવા છતાં હવામાં ભેજનું પ્રમાણ ઊંચું રહેવાના કારણે લોકો ભારે ઉકળાટનો સામનો કરશે. દિવસ દરમિયાન તાપમાન આશરે 37થી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે, પરંતુ ભેજના કારણે શરીરને અનુભવાતી ગરમી (Feels Like Temperature) 43થી 45 ડિગ્રી જેટલી લાગી શકે છે. જેના કારણે બહાર નીકળતા લોકો માટે ગરમી વધુ કંટાળાજનક બની શકે છે.

ગુજરાતમાં પણ ગરમી-ઉકળાટનું જોર

ગુજરાતના અનેક શહેરોમાં આગામી સપ્તાહ દરમિયાન બફારાભર્યું વાતાવરણ રહેવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની ગેરહાજરીને કારણે ગરમી અને ઉકળાટમાં વધારો થઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ઊંચા ભેજને કારણે લોકોને વધુ અસ્વસ્થતા અનુભવાઈ શકે છે.

ખેડૂતો અને સામાન્ય જનજીવન પર અસર

વરસાદના વિરામની સીધી અસર ખેતી પર પણ જોવા મળી શકે છે. જ્યાં ખરીફ પાકનું વાવેતર થઈ ગયું છે ત્યાં જમીનમાં ભેજ ઘટવાની શક્યતા છે, જ્યારે હજુ વાવણી બાકી હોય તેવા વિસ્તારોમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ વધતી ગરમી અને ઉકળાટને કારણે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થવાની શક્યતા છે અને આરોગ્ય નિષ્ણાતોએ બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે.

આ પણ વાંચો- દ્વારકામાં વીજળી નિયમિત ન મળતા ખેડૂતોમાં આક્રોશ, અવારનવાર વીજ પૂરવઠો ખોરવાતો હોવાની ફરિયાદ- Video

Follow Us
અમદાવાદમાં બે જાણીતી બેકરી સીલ, મેંદાના લોટમાં જીવાતોનો મળ્યો ઢગલો !
અમદાવાદમાં બે જાણીતી બેકરી સીલ, મેંદાના લોટમાં જીવાતોનો મળ્યો ઢગલો !
કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 12 લાખનો માલ જપ્ત
કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 12 લાખનો માલ જપ્ત
ગુજરાતમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ
દશામાંના વ્રતના નામે ઢોંગ-ધતીંગ ચાલતા હોવાનો વિજ્ઞાન જાથાનો આક્ષેપ
દશામાંના વ્રતના નામે ઢોંગ-ધતીંગ ચાલતા હોવાનો વિજ્ઞાન જાથાનો આક્ષેપ
રાજકોટમાં ભેળસેળયુક્ત ઈંધણનો કાળો કારોબાર ઝડપાયો
રાજકોટમાં ભેળસેળયુક્ત ઈંધણનો કાળો કારોબાર ઝડપાયો
અનુ. જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ, 3 સામે કેસ
અનુ. જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ, 3 સામે કેસ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">