AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2022: ગુજરાતવાસીઓને વરસાદ માટે જોવી પડશે રાહ, આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં વરસાદની શક્યતા

ચોમાસાના આગમન પહેલા ગુજરાતવાસીઓએ આકરી ગરમી (Heat wave)સહન કરવી પડશે.  જોકે દેશના અન્ય રાજ્યોમાં વરસાદ પડવાની શકયતા છે. 

Monsoon 2022: ગુજરાતવાસીઓને વરસાદ માટે જોવી પડશે રાહ, આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં વરસાદની શક્યતા
wait for monsoon in Gujarat
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 9:03 AM
Share

Monsoon In Gujarat: ગુજરાતમાં  ત્રણ દિવસ માટે હીટવેવની (Heat wave) આગાહી હવામાન (IMD)વિભાગે વ્યક્ત કરી છે આ આગાહી મુજબ કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આકરી ગરમીનું જોર યથાવત રહેશે. પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીને(Pree monsoon Activity) પગલે 8 જૂનથી કેટલાક જિલ્લામાં વાદળછાયાં વાતાવરણ સાથે ઝાંપટાં પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાદળછાયું વાતાવરણ રહેશે. જેથી આકરી ગરમીમાં થોડી રાહત મળશે. ગુજરાતમાં ત્રણ દિવસ બાદ ગરમીનો પારો બે-ત્રણ ડિગ્રી ઘટે તેવી શક્યતા છે. રાજ્યમાં ત્રણ દિવસ બાદ વાદળછાયા વાતાવરણને પગલે ગરમીથી આંશિક રાહત મળી શકે છે. જોકે દેશના અન્ય રાજ્યોમાં વરસાદ પડવાની શકયતા છે.

દિલ્લી NCR માં ગરમી યતાવત્

દિલ્લી તથા એનસીઆરમાં તેમજ મધ્ય પ્રદેશના કેટલાક ભાગમાં લૂની પરિસ્થિતિ યથાવત છે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે દિલ્લી તેમજ વિદર્ભના કેટલાક વિસ્તારો હિમાચલ પ્રદેશ, પંજાબ, પશ્ચિમી રાજસ્થાન તથા ઉત્તર પ્રદેશના જુદા જુદા ભાગમાં ગરમી તેમજ લૂની પરિસ્થિતિ યથાવત્ છે અને આગામી બે દિવસમાં આ સ્થળોના વાતાવરણમાં કોઈ ફેરફાર નોંધાશે નહીં. બે દિવસ બાદ ગરમીનો પારો 2 ડિગ્રી જેટલો નીચો જશે.

આ રાજ્યોમાં છે વરસાદની શકયતા

ભારતમાં મેઘાલયની સાથે સાથે ઉત્તર પૂર્વના રાજયોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું શરૂ થયુંછે અને ગત 24 કલાકમાં આ રાજ્યોના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયેલો છે. આગામી 24 કલાક દરમિયાન ઉત્તરપૂર્વ ભારત, આંદામાન અને નિકોબાર ટાપુઓ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને દરિયાકાંઠાના કર્ણાટકમાં છૂટાછવાયા તેમજ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લક્ષદ્વીપ, કેરળ, તમિલનાડુના કેટલાક સ્થળો તેમજ , ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ગંગાના પશ્ચિમ બંગાળના ભાગો અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બિહાર, દક્ષિણ કોંકણ અને ગોવા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ ભાગોમાં પણ હળવો વરસાદ થઈ શકે છે.

અહીં રહેશે લૂની પરિસ્થિતિ

જ્યારે દિલ્હીના ઘણા ભાગોમાં તેમજ જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, દક્ષિણ ઉત્તર પ્રદેશ, ઉત્તર મધ્ય પ્રદેશ, પૂર્વ વિદર્ભ, ઉત્તર રાજસ્થાન ઓડિશા અને છત્તીસગઢના અલગ-અલગ સ્થળોએ હીટ વેવ અનુભવાશે.

g clip-path="url(#clip0_868_265)">