AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“મોદીનો ઈન્ટરવ્યુ છાપ્યો તો ઠીક નહીં થાય” અહમદ પટેલે આપી હતી ધમકી, શાહિદ સિદ્દીકીએ વર્ણવ્યો કિસ્સો

વરિષ્ઠ પત્રકાર અને પૂર્વ સાંસદ શાહિદી સિદ્દીકીના સંસ્મરણ 'Eye Witness' માં તેમણે નરેન્દ્ર મોદી સાથેના તેમના ઈન્ટરવ્યુ અને ત્યાર બાદ કોંગ્રેસ નેતા અહમદ પટેલના ગુસ્સાનો ખૂલાસો કર્યો છે. આ ઈન્ટરવ્યુના કારણે તેમને સમાજવાદી પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. પુસ્તકમાં રાજનીતિક દિગ્ગજો સાથેના તેમના અનુભવોના કિસ્સાઓ વર્ણવવામાં આવ્યા છે.

મોદીનો ઈન્ટરવ્યુ છાપ્યો તો ઠીક નહીં થાય અહમદ પટેલે આપી હતી ધમકી, શાહિદ સિદ્દીકીએ વર્ણવ્યો કિસ્સો
| Updated on: Aug 24, 2025 | 8:07 PM
Share

રાજ્યસભાના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ પત્રકાર શાહિદ સિદ્દીકીએ એક મીડિયા સંસ્થાને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેમદ પટેલ તેમનાથી કેમ ગુસ્સે હતા? આખરે, તેમના ગુસ્સાને કારણે, તેમને સમાજવાદી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા. તાજેતરમાં, શાહિદ સિદ્દીકીના સંસ્મરણ ‘Eye Witness’ નવી દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે પ્રકાશિત કરવામાં આવ્યું છે.

ભારત માતાને સમર્પિત આ પુસ્તકમાં, લેખકે રાજકીય દિગ્ગજો સાથેના તેમના અનુભવો, પત્રકારત્વ અને રાજકારણ દ્વારા તેમની સફર વિશે વિગતવાર લખ્યું છે.

‘Eye Witness’ પર વાત કરતી વખતે, શાહિદ સિદ્દીકીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લીધેલા ઇન્ટરવ્યુનો પણ ઉલ્લેખ કર્યો છે, જેના પછી સમગ્ર દેશમાં પ્રતિક્રિયા આવી હતી અને સમાજવાદી પાર્ટીએ ઇન્ટરવ્યુ પ્રકાશિત થયાના બે દિવસમાં જ તેમને હાંકી કાઢ્યા હતા.

આ ઇન્ટરવ્યુમાં, મોદીએ કહ્યું હતું કે, “જો મારી સરકારે આ (ગોધરાકાંડ પછીના રમખાણો) કર્યું હોય, તો મને જાહેરમાં એવી રીતે ફાંસી આપવી જોઈએ કે તે આગામી 100 વર્ષ સુધી એક દૃષ્ટાંત બની રહે, જેથી કોઈ આ (આવો ગુનો) કરવાની હિંમત ન કરે.”

અહેમદ પટેલે મોદીનો ઇન્ટરવ્યુ છાપવાનો મનાઈ કરી હતી

તેમણે કહ્યું કે મને રાત્રે 11-12 વાગ્યે મને અહેમદ ભાઈનો ફોન આવ્યો. દિલ્હીવાળા સહુ જાણે છે કે અહેમદભાઈની રાજનીતિ રાત્રે 12 વાગ્યા પછી શરૂ થાય છે. તેમણે કહ્યું, શાહિદ, શું તમે મને કબાબ ખવડાવશો? તેમને કબાબ ખવડાવવાના તેમના કહેવાનો અર્થ એ હતો કે શું તેઓ આવે છે. મેં કહ્યું – આવો. તો તેઓ આવ્યા અને બેઠા અને મને પૂછ્યું કે શું તમે મોદીજીનો ઇન્ટરવ્યુ કર્યો છે. મેં કહ્યું “હા, કર્યો તો છે મેં….. તમને બહુ ઝડપથી બધી ખબર મળી જાય છે?”

Shahid

તેમણે કહ્યું હા, અમને ખબર પડી જાય છે. આના પર તેમણે કહ્યું પરંતુ આ ઇન્ટરવ્યૂ પ્રકાશિત ન થવો જોઈએ. છપાશે તો ઠીક નહીં થાય. આના પર મેં પૂછ્યું કે તે શા માટે ન છપાવો જોઈએ? જો આ ઇન્ટરવ્યૂ પ્રકાશિત થાય છે તો તે મોદીજી માટે નુકસાનકારક રહેશે. તેમને કોઈ ફાયદો નહીં થાય. તેઓ પોતે કહી રહ્યા હતા કે નાણાવટી કમિશને જેટલા સવાલ નથી કર્યા તેટલા સવાલો તમે કર્યા.

ઇન્ટરવ્યુ છાપ્યો એટલે સપામાંથી શાહિદ સિદ્દીકીને હાંકી કાઢવામાં આવ્યા

આના પર તેમણે (અહેમદ પટેલ) કહ્યું કે તમારે રાજ્યસભામાં જીતીને આવવાનું છે. તે સમયે અખિલેશ નવા-નવા જીતીને આવ્યા હતા અને સમાજવાદી પાર્ટી પાસે સાત બેઠકો હતી. મને પણ વચન આપવામાં આવ્યું હતું કે મને પણ રાજ્યસભામાં મોકલવામાં આવશે.

શાહિદ સિદ્દીકીએ કહ્યું કે તે પછી અહેમદ ભાઈએ કબાબ પણ ન ખાધા અને ઉભા થઈને ચાલ્યા ગયા અને કહ્યું કે છપાશે તો તમારા માટે સારું નહીં થાય. આ ઇન્ટરવ્યૂ પ્રકાશિત ન થવો જોઈએ. મેં તેમને બહુ ગંભીરતાથી લીધા નહીં. ત્રણ-ચાર દિવસમાં ઇન્ટરવ્યુ છપાયુ અને લોકોની સામે આવ્યુ અને હંગામો મચી ગયો અને દરેક ચેનલ પર તેને બતાવવાનું શરૂ થયુ અને તેના પર ડિબેટ થવા લાગી અને તેની થોડી કલાકો બાદ જ મને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો.

ભારતની ડિપ્લોમસી માટે આ સમય સૌથી જોખમી, ગ્લોબલ સાઉથનું નેતૃત્વ સાચવવું કે ચીનની છત્રછાયા સ્વીકારવી? એક્સપર્ટની ચેતવણી

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">