AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PoK ને પાછુ લેવાનો MODI સરકારનો મુખ્ય એજન્ડા, નહેરુના કારણે શરૂ થયો વિવાદ : જીતેન્દ્ર સિંહ

બ્રિટનની મુલાકાતે ગયેલા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે, મોદી સરકારનું એક મુખ્ય લક્ષ્ય પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ને પરત લેવાનું છે.

PoK ને પાછુ લેવાનો MODI સરકારનો મુખ્ય એજન્ડા, નહેરુના કારણે શરૂ થયો વિવાદ : જીતેન્દ્ર સિંહ
Jitendra Singh, Union Minister of Science and Technology
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 7:56 AM
Share

કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે ફરી પુનરોચ્ચાર કર્યો છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારનો મુખ્ય એજન્ડા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને (POK) પાછો લેવાનો છે. જિતેન્દ્ર સિંહ હાલમાં યુનાઇટેડ કિંગડમની 6 દિવસની મુલાકાતે છે.

જિતેન્દ્ર સિંહે આ દરમિયાન જણાવ્યું હતું કે, જો તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ તત્કાલિન ગૃહમંત્રી સરદાર પટેલને આ વિસ્તારને અન્ય રજવાડાઓની જેમ હેન્ડલ કરવાની મંજૂરી આપી હોત તો, આજે આ સ્થિતિ ઊભી થઈ ના હોત અને PoKનો મુદ્દો ક્યારેય ઊભો જ ના થાત.

જિતેન્દ્ર સિંહે આ વાત લંડન સ્થિત સામાજિક જૂથો અને જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા દરમિયાન કહી છે. ભારતના કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, પીઓકેને પાકિસ્તાનના નિયંત્રણમાંથી પરત લાવવું એ મોદી સરકાર અને ભાજપનો મુખ્ય એજન્ડા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ‘ભારત વિરોધી વાતાવરણને’ બદલવા માટે હાજર લોકોનો આભાર માન્યો છે.

આ પણ વાંચોઃ દેશની સુરક્ષા માટે ખતરા સમાન 14 મેસેન્જર મોબાઈલ એપ્સને સરકારે કરી બ્લોક

જિતેન્દ્ર સિંહ જમ્મુ અને કાશ્મીરની ઉધમપુર લોકસભા સીટથી સાંસદ છે. જિતેન્દ્ર સિંહે ચર્ચા દરમિયાન જૂની સરકાર દ્વારા કરવામાં આવેલી ઘણી વિસંગતતાઓ પર વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદથી તેમના પર કામ કરી રહ્યા છે.

મંત્રીએ કહ્યું કે કલમ 370 હટાવ્યા બાદ જ જમ્મુ અને કાશ્મીરના લોકોને પોતાની લાગણીનો અહેસાસ થયો છે. તેમણે કહ્યું કે પીએમ મોદીને જમ્મુ અને કાશ્મીરની બે દીકરીઓને અધિકાર આપવા માટે હંમેશા યાદ કરવામાં આવશે જેમને નાગરિકતાના બંધારણીય અધિકારો અને સંપત્તિ પરના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે શરણાર્થીઓ પાકિસ્તાનથી આવ્યા છે તેમને પણ તેમના અધિકારો મળશે.

સિંહ સાથે ચર્ચા દરમિયાન, સામાજિક જૂથોએ હાઇલાઇટ કર્યું છે કે તે એવા લોકોને એકઠા કરી રહ્યા છે જેઓ ભારત સાથે છે. આ સંગઠન એવા લોકો વિરુદ્ધ બનાવવામાં આવી રહ્યું છે જેઓ ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">