Modi Govt@8 : પાડોશી દેશો જ નહીં, અમેરિકા અને યૂરોપમાં પણ છે ભારતનો દબદબો

ક્યારેક જે વિદેશ નીતિ (Foreign Policy) માટે પીએમ મોદીને (PM Modi) મેણાંટોણાં સાંભળવા પડતાં હતાં, એ જ વિદેશ નીતિમાં તેમણે છેલ્લા 8 વર્ષમાં એવું તે શું કર્યું કે આજે ભારત (India) વિશ્વના શક્તિશાળી દેશો સાથે આંખમાં આંખ નાંખીને વાત કરી શકે છે.

Modi Govt@8 : પાડોશી દેશો જ નહીં, અમેરિકા અને યૂરોપમાં પણ છે ભારતનો દબદબો
PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 9:29 AM

વર્ષ 2014માં જ્યારે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી કેન્દ્રની (PM Modi) સત્તા ઉપર આવ્યા ત્યારે દેશના તમામ બૌદ્ધિકો માટે  સૌથી મોટો પ્રશ્ન  એ હતો કે જે વ્યક્તિ પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે તે ભારતની (India)વિદેશ નીતિ (Indian Foreign Policy) કેવી રીતે અને કઈ દિશામાં આગળ વધારશે ? જો કે, સમય વીતતો ગયો અને  પીએમ નરેન્દ્ર મોદી, વારંવાર એવું કંઈક કરતા ગયા જેની કોઈને અપેક્ષા ન હતી, તેમણે વિદેશ નીતિના (Foreign Policy) સંદર્ભમાં પણ એવું જ કર્યું. જે અમેરિકાએ તેમના પર પ્રતિબંધ મૂક્યો હતો તે જ અમેરિકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકા પધારવા આમંત્રિત કર્યા હતા. એટલું જ નહીં,અમેરિકાની ચૂંટણીમાં પણ મોદી મેજીક ચાલે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ નીતિનો એ કરિશ્મા છે કે આજે વિશ્વની કોઈપણ સંસ્થાનું ભવિષ્ય ભારત સાથેના સંબંધ વિના નિશ્ચિત નથી. ક્યારેક જે વિદેશ નીતિ માટે પીએમ મોદીને મેણાંટોણાં સાંભળવા પડતાં હતાં, એ જ વિદેશ નીતિમાં તેમણે છેલ્લા 8 વર્ષમાં એવું શું કર્યું કે આજે ભારત વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં સામેલ થઈ ગયું છે. આજનું ભારત શક્તિશાળી દેશો સાથે આંખમાં આંખ નાંખીને વાત કરી શકે છે.

એટલું જ નહીં, પાકિસ્તાન અને ચીન જેવા પડોશી દેશો જે ગઈકાલ સુધી ભારતને આંખ બતાવતા હતા તે આજે વૈશ્વિક મુત્સદ્દીગીરીથી અલગ પડી રહ્યા છે. યુક્રેન -રશિયા જેવા યુદ્ધમાં યૂક્રેન ભારત પાસે મધ્યસ્થીની માંગ કરે છે તો અમેરિકા જેવા સુપર પાવર દેશો ઈચ્છે છે કે ભારત આ બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવાની પહેલ કરે. આજે વિશ્વના કોઈપણ દેશમાં રહેતો ભારતીય માથું ગર્વથી ઉંચુ રાખીને ચાલે છે. તે પીએમ મોદીની વિદેશ નીતિઓની સફળતા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગણતરી ભારતના જ નહીં પરંતુ વિશ્વના ટોચના નેતાઓમાં થાય છે. તેથી, એવું કહેવામાં કોઈ સંકોચ નથી કે ભારતની વિદેશ નીતિ છેલ્લા ઘણા દાયકાઓમાં એટલી વ્યવસ્થિત નહોતી જેટલી આ 8 વર્ષોમાં રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એવી વિદેશ નીતિ, જેનું પ્રશંસક છે કટ્ટર દુશ્મન પાકિસ્તાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ કેટલી સારી હતી તેનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ત્તકાલિન વડાપ્રધાન તરીકે પ્રધાનમંત્રી મોદીની વિદેશ નીતિની પ્રશંસા કરી હતી. તેમણે જાહેરમાં કહ્યું કે તેઓ ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરે છે કારણ કે ભારતની વિદેશ નીતિ સ્વતંત્ર રીતે કામ કરે છે. ભારતીય વિદેશ નીતિના વખાણ કરવા બદલ પાકિસ્તાનમાં ઇમરાન ખાનની ઘણી ટીકા થઈ ત્યાં સુધી કે તેમની સરકાર પડી ગઈ. ભારતીય વિદેશ નીતિ વાસ્તવમાં હવે સ્વતંત્ર રૂપે કામ કરે છે, ભારતમાં વિદેશનીતિ અંતર્ગત કોઈ પણ દબાણમાં નિર્ણયોલેવાતા નથી. તેથી જ ભલે પછી તે કોરોના મહામારીનો સમય હોય કે રશિયા-યુક્રેન યુદ્ધ, ભારતે હંમેશા એવા જ નિર્ણય લીધા જે તેના ફાયદામાં હતા.

અમેરિકાએ આ બંને ઘટનાઓ બની ત્યારે ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમેરિકા આ બંને પ્રસંગોએ તેમ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. ભારતે કોઈપણ દબાણમાં આવીને પોતાની વિદેશ નીતિને અસર થવા દીધી નથી. ત્યાં સુધી કે ભારતે જ્યારે રશિયા પાસેથી s-400 મિસાઈલ ખરીદવાની વાત કરી ત્યારે અમેરિકાએ પણ ભારત પર પ્રતિબંધો લાદવાની ધમકી આપી હતી, પરંતુ તેમ છતાં ભારતે અમેરિકાની પરવા કર્યા વિના રશિયા પાસેથી s-400 મિસાઈલ ખરીદી હતી અને વિશ્વને એવો કડક સંદેશો આપ્યો હતો કે ભારત હવે કોઈ સામે ઝૂકશે નહીં.

વિશ્વમાં વધ્યું ભારતીયોનું સન્માન

વર્ષ 2014 પહેલા તમે જોયું હશે કે જ્યારે પણ ભારતના કોઈ મોટા નેતા કે વડાપ્રધાન વિદેશ પ્રવાસ પર હોય ત્યારે તેની ચર્ચા ભાગ્યે જ થતી હતી, આપણા દેશના વડાપ્રધાન ક્યાં જશે? ત્યાં સુધી કે જે -તે દેશમાં રહેતા લોકોને પણ ખબર નથી હોતી કે તેમના દેશના પ્રધાનમંત્રી ત્યાં આવ્યા છે. પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ટ્રેન્ડને સંપૂર્ણપણે બદલ્યો હતો, હવે મોદી જ્યાં પણ જાય છે, તેની ચર્ચા માત્ર ભારતીય મીડિયામાં જ નથી થતી, પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયા પણ પીએમ મોદીની વિદેશ યાત્રાના વધુ સારી રીતે કવર કરે છે. મોદી જે દેશમાં જાય છે ત્યાં પણ તેઓ ભારતીય સમુદાયને ચોક્કસ મળે છે અને ભારતીયો પણ પ્રધાનંત્રી મોદીને સંપૂર્ણ ઉત્સાહથી મળે છે. તાજેતરમાં જ વડાપ્રધાન મોદી જર્મનીમાં રહેતા ભારતીય સમુદાયને મળ્યા હતા. જેની વિશ્વભરમાં ચર્ચા થઈ. વળી તેમની એક વિશેષતા એ છે કે તેઓ જ્યાં પણ જાય છે, તે દેશના વડા સાથે ઉષ્માભેર મુલાકાત કરે છે. આ જ કારણ છે કે વિદેશ નીતિને બાજુ પર રાખવામાં આવે તો પણ પીએમ મોદીની ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે સારી મિત્રતા છે.

રશિયા- યુક્રેન યુદ્ધમાં દરેક દેશ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે

રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન જ્યારે આખું વિશ્વ બે જૂથોમાં વહેંચાયેલું હતું. ત્યારે એક જૂથ અમેરિકા અને યુરોપિયન દેશોનું હતું જે યૂક્રેનની પડખે હતું. તો બીજુ જૂથ રશિયાનું હતું. જેની સાથે ચીન,પાકિસ્તાન અને વિશ્વના તમામ દેશો હતા. જો કે, આ બધાની વચ્ચે ભારત તટસ્થ ભૂમિકામાં હતું અને બંને દેશોને આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવા માટે અપીલ કરી રહ્યું હતું. ઘણી વખત રશિયા અને અમેરિકાએ પણ કોશિશ કરી કે ભારત કોઈ એક જૂથ તરફ આવે, પરંતુ ભારતે પોતાની બિન-જોડાણવાળી નીતિ અપનાવતી વખતે કોઈપણ જૂથ તરફ ન જવાની જૂની નીતિ અપનાવી હતી. આટલા બધા મતભેદો હોવા છતાં ભલે તે રશિયા હોય, યુક્રેન હોય, અમેરિકા હોય કે ચીન હોય, દરેક જણ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે. વાસ્તવમાં, બધા જાણે છે કે જો તમારે એશિયામાં આગળ વધવું હોય તો તમારે ભારતને સાથે લઈ જવું પડશે. કારણ કે આ સમયે ભારત એકમાત્ર એવો દેશ છે જે એશિયામાં ચીનને ટક્કર આપી શકે છે.

વિશ્વના ઘણા ગરીબ દેશોને ભારતે મફતમાં રસી આપી

જ્યારે આખું વિશ્વ કોરોનાના કહેરથી પરેશાન હતું, તે સમયે ભારત રસી બનાવવા પર કામ કરી રહ્યું હતું અને ટૂંક સમયમાં ભારતે રસી બનાવી પણ લીધી હતી, પરંતુ સમસ્યા એ હતી કે વિશ્વના ઘણા ગરીબ દેશો એવા હતા જેઓ આ રસી ખરીદી શક્યા ન હતા. તેથી જ ભારતે પોતાની ઉદારતા બતાવતા વેક્સીન ડિપ્લોમસી પ્રોગ્રામ ચલાવ્યો, જે અંતર્ગત ભારતે વિશ્વના લગભગ 69 ગરીબ દેશોને લગભગ 583 લાખ કોરોના રસીના ડોઝ મફત આપ્યા. આ દેશોમાં મ્યાનમાર, નેપાળ, ભૂતાન, માલદીવ, બાંગ્લાદેશ, શ્રીલંકા, બહેરીન, દક્ષિણ આફ્રિકા, ઓમાન, ઇજિપ્ત, કુવૈત, અફઘાનિસ્તાન જેવા દેશોનો સમાવેશ થાય છે. જેમાંથી સૌથી વધુ રસી બાંગ્લાદેશને 90 લાખ ડોઝ આપવામાં આવી હતી. ભારતના આ પગલાની વિશ્વભરમાં પ્રશંસા થઈ, આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ તેને ભારતની મોટી રાજદ્વારી સફળતા ગણાવી. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે તો ત્યાં સુધી લખ્યું છે કે ભારત એક અજોડ વેક્સિન ઉત્પાદક દેશ છે અને તેની રસીની મુત્સદ્દીગીરી ચીનનો સામનો કરવાનો સફળ પ્રયાસ છે.

મુસ્લિમ વિશ્વ, યુરોપ, અમેરિકા, આફ્રિકા- આ તમામ છે મોદીના ચાહક

દુનિયાભરના મુસ્લિમ દેશો જે ગઈકાલ સુધી પાકિસ્તાનની સાથે ઉભેલા જોવા મળતા હતા. આજે તેઓ ભારતની નજીક છે. સાઉદી અરેબિયા, ઈરાન, બહેરીન, ઓમાન કે અન્ય કોઈ મુસ્લિમ દેશ હોય, તે હવે ભારતની નજીક જવા ઈચ્છે છે. વર્ષ 2019માં પણ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો ત્યારે ભારતના તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે UAEના અબુધાબીમાં 57 મુસ્લિમ દેશોના સંગઠન OICની બેઠકને સંબોધિત કરી હતી. આ મીટીંગમાં ભારતને ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા જે મોટી વાત હતી. ત્યારે પાકિસ્તાને એડીચોટીનું જોર લગાવ્યું કે OIC દેશોએ ભારતને તેમાં સામેલ ન કરવું જોઈએ, પરંતુ તે કામ ન થયું. અફઘાનિસ્તાન કે જ્યાં હાલમાં તાલિબાનનું શાસન છે તે પણ ભારત સાથે વધુ સારા સંબંધો ઈચ્છે છે. એ જ રીતે યુરોપ અને અમેરિકા સહિતના તમામ આફ્રિકન દેશો પણ મોદીના ચાહક છે. ફ્રાન્સ, જર્મની, બ્રિટન જેવા દેશોના વડાઓ પીએમ મોદીને ઉષ્માભેર મળ્યા. અમેરિકામાં બરાક ઓબામાનું શાસન હોય, ડોનાલ્ડ ટ્રમ્પનું હોય કે હાલમાં જો બાઇડન રાષ્ટ્રપતિ હોય ભારતના વડાપ્રધાન મોદી સાથેના સંબંધો આ તમામ સાથે સારા રહ્યા છે. આ જ કારણ છે કે જ્યારે ચીન સાથે ભારતને સમસ્યા સર્જાય છે ત્યારે દુનિયાના આ તમામ મોટા દેશો ભારતની પડખે ઉભી રહેલા જોવા મળે છે.

પાકિસ્તાન આખા વિશ્વથી થઈ ગયું છે વિખૂટું

જે પાકિસ્તાનની પાછળ હંમેશાં અમેરિકા અને વિશ્વના તમામ મુસ્લિમ દેશો હંમેશાં ઉભા રહેતા હતા, તે પાકિસ્તાન આજે સમગ્ર વિશ્વમાં એકલું પડી ગયું છે. પ્રધાનમંત્રી મોદીની વિદેશ નીતિનું જ પરિણામ છે કે તેમણે પાકિસ્તાનને આખી દુનિયા સમક્ષ ખૂલ્લુ પાડ્યું છે કે તે કેવી રીતે પાકિસ્તાન આતંકની ફેક્ટરી બની ગયું છે. આજે પાકિસ્તાનની પડખે આખા વિશ્વમાં માત્ર ચીન જ ઉભું રહ્યું છે અને તે પણ પાકિસ્તાનને અંદરથી ખોખલું કરી રહ્યું છે. જે પાકિસ્તાન નાની-નાની બાબતોમાં ભારતને ઘેરવા માટે ઊભું થઈ જતું હતું, આજે તે પાકિસ્તાનની વાતમાં કોઈ આવતું નથી. જ્યારે ભારતે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી ત્યારે પાકિસ્તાને આખી દુનિયામાં ફરી ફરીને છાતી પીટી હતી, પરંતુ કોઈએ તેને ટેકો આપ્યો ન હતો. તમામ મુસ્લિમ દેશોએ પણ આ મુદ્દાને ભારતનો આંતરિક મામલો ગણાવીને પાકિસ્તાનને સપોર્ટ કર્યો ન હતો. દુબઈએ તો કાશ્મીરમાં 2.5 અબજ ડોલરનું રોકાણ કરવાની વાત પણ કરી હતી. કલમ 370 નાબૂદ કર્યા પછી જ, જમ્મુ અને કાશ્મીર સરકારે અલ્માયા ગ્રૂપ, MATU ઇન્વેસ્ટમેન્ટ એલએલસી, જીએલ એમ્પ્લોયમેન્ટ બ્રોકરેજ એલએલસી, સેન્ચ્યુરી ફાઇનાન્સિયલ અને નૂર ઇ-કોમર્સ સાથે પાંચ અલગ-અલગ એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">